છોકરીએ ખાધી છીંક તો નાકમાંથી નીકળી આ કિંમતી ચીજ, બધા જોઈને થઇ ગયા આશ્ચર્યચકિત

42

યુનાઇટેડ કિંગડમમાં એક મહિલા સાથે એવી ઘટના બની કે દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત છે. અબિગેલ થોમ્પસન નામની મહિલા સાથે ખુબજ અજીબ ઘટના બની છે. વેસ્ટ યોર્કશાયરમાં રહેનારી ૨૦ વર્ષની બ્યૂટીશિયન એબિગેલ થોમ્પસનની નાકમાંથી એમને તેમનો ખોવાયેલો કિંમતી સામાન મળી ગયો છે. પરંતુ એમને આ વાતની જાણકારી જ નહતી.

હકીકતમાં, અબિગેલ થોમ્પસનએ જણાવ્યું કે મારા મમ્મીએ મને આ વીટી ૨૦૦૭માં ગીફ્ટમાં આપી હતી. થોડાક જ મહિના પછી ૧૨ વર્ષ પહેલા આ વીટી ક્યાંક ખોવાઈ ગઈ હતી. વર્ષ ૨૦૦૭માં પોતાના ૮માં જન્મદિવસ પર અબિગેલ થોમ્પસનની વીટી ખોવાય ગઈ હતી. થોમ્પસનને લાગ્યું કે વીટી ચોરી થઇ ગઈ છે, કેમકે ઘરમાં શોધવા છતાંપણ વીટી ક્યાય ન દેખાઈ.

પરંતુ અબિગેલ થોમ્પસનને ઘણા સમયથી પોતાની નાકમાં કઈક ચમકતી વસ્તુ દેખાતી હતી. થોમ્પસનને કહ્યું કે ત્યારે એક સામાન્ય દિવસ હતો. હું સોફા પર બેઠી હતી, મને ખુબજ છીંક આવતી હતી. મેં કપડાથી સાફ કરીને નાકની અંદર બાજુ જોયું તો કઈક ચમકી રહ્યું હતું.

મને ખબર પડી ગઈ હતી કે મારા નાકમાં કઈક ફસાયેલું છે. મેં જ્યારે જોરથી છીંક ખાધી અને કપડું ખોલીને જોયું તો હું આશ્ચર્યચકિત રહી ગઈ. આ ચીજ એક વીટી હતી જે ૧૨ વર્ષ પહેલા ખોવાઈ ગઈ હતી.

થોમ્પસનએ જણાવ્યું કે હું ક્યારેય વિચારી જ ન કર્યો કે આ વીટી મારા નાકમાં ફસાયેલ હશે. મારા અમુક મિત્ર છે, જ્યારે પણ એ મારી સાથે હોતા હું એ જ વિચારતી કે ક્યાંક આમાંથી તો કોઈકે વીટી નહિ ચોરી હોય ને. અબિગેલ યોર્કશાયરમાં રહે છે.

અબિગેલ થોમ્પસનની નાકમાં ફસાયેલ વીટીના કારણે એમને શ્વાસ લેવામાં ક્યારેય પણ તકલીફ નથી થઇ. ૨૦૦૭થી થોમ્પસનને નાકમાં કોઈ મુશ્કેલી નથી આવી. એ સારી રીતે શ્વાસ લઇ શકતી હતી. એમણે કહ્યું કે હું આટલા વર્ષોમાં ક્યારેય ડોક્ટર પાસે નથી ગઈ કેમકે મને શ્વાસ લેવામાં કોઈ મુશ્કેલી આવતી નહતી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment