ચાર્જીંગમાં મુક્યો હતો ફોન, અચાનક બ્લાસ્ટ થઇ બેટરી, રમતા બાળક સાથે થયું કઈક એવું કે….

19

મધ્યપ્રદેશના ઘરમાં એક એવો બનાવ બન્યો જેણે દરેકને આશ્ચર્યચકિત કરી નાખ્યા. ચાર્જીંગ દરમિયાન મોબાઈલની બેટરી ફાટવાથી એક બાળક ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત થઇ ગયું.

આ દુર્ઘટના બુધવાર સાંજની છે. પોલીસ પાસેથી મળેલી જાણકારી મુજબ, વડલીપાડા ગામમાં બુધવારે બપોરે નંદુના ઘરમાં મોબાઈલ ચાર્જીંગ પડ્યો હતો.

અચાનક મોબાઈલમાં બ્લાસ્ટ થયો અને ત્યાં રમતો તેનો ૧૦ વર્ષનો દીકરો લખન તેની ઝપેટમાં આવીને ગંભીર રૂપથી ઘાયલ થઇ ગયો. લખનને સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર લઇ જવામાં આવ્યો, પરંતુ તેનો જીવ બચાવી ન શક્યા.

જણાવામાં આવ્યું કે, જયારે આ બ્લાસ્ટ થયો તે સમયે લખનની માં કમલા બાઈ પાણી ભરવા ગઈ હતી. બ્લાસ્ટનો અવાજ સાંભળીને આજુબાજુના લોકો ભેગા થઇ ગયા. આ બ્લાસ્ટના ઝપેટમાં આવેલા લખનનો ચહેરો અને બંને પંજા ખરાબ રીતે ઈજાગ્રસ્ત થઇ ગયા હતા. પોલીસે ઘટનાસ્થળ પરથી મોબાઈલના ટુકડા એકઠા કર્યા છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment