“ચાણક્ય નીતિ” મુશ્કેલીઓથી દુર રહેવા માટે ક્યાં લોકોથી હંમેશા દુર રહેવું જોઈએ…

34

આચાર્ય ચાણક્યની નીતિ અપનાવાથી આપણે બધી જ મુશ્કેલીઓ દુર કરી શકીએ છીએ.

મુર્ખ વ્યક્તિના કામ અને વાતો આપણને નુકસાન પહોચાડી શકે છે, એટલે તેનાથી હંમેશા દુર રહો

આચાર્ય  ચાણક્ય દ્વારા જણાવામાં આવેલ નીતિઓનું પાલન કરવાથી આપણે ઘણી સમસ્યાઓથી બચી શકીએ છીએ, રસ્તામાં આવી રહેલી તકલીફો દુર કરી શકીએ છીએ. ચાણક્યએ સુખી અને સફળ જીવન માટે નીતિશાસ્ત્રની રચના કરી હતી. આ નીતિઓ આજે પણ આપણને ઉપયોગી થાય છે. આચાર્ય ચાણક્યએ નીતિના ત્રીજા અધ્યાયમાં જણાવ્યું છે કે આપણે ક્યાં લોકોને આપણી સાથે રાખવા જોઈએ અને ક્યાં લોકોથી દુર રહેવું જોઈએ.

આચાર્ય ચાણક્ય કહે છે કે

मूर्खस्तु परिहत्र्तव्य: प्रत्यक्षो द्विपद: पशु:।

भिद्यते वाक्यशूलेन अद्वश्यं कण्टकं यथा।।

આ શ્લોકનો અર્થ છે કે મુર્ખ એટલે કે બુદ્ધિ વગરનો વ્યક્તિ બે પગવાળા જાનવરની જેમ હોય છે. બુદ્ધિ વગરના લોકો મોટાભાગે કડવા શબ્દના ઉપયોગ કરીને નુકસાન પહોચાડે છે. એવા લોકો જે પણ કામ કરે છે, તેનાથી આપણી તકલીફો વધે છે. એટલે એવા લોકોથી હંમેશા દુર રહેવું જોઈએ.

આચાર્ય ચાણક્ય કહે છે કે આપણી આજુબાજુ ઘણા એવા લોકો છે, જે પોતાની બુદ્ધિનો પ્રયોગ કરતા નથી. આ લોકો વારંવાર મુર્ખતાભર્યું કામ કરે છે. આ પ્રકારના મુર્ખ તથા બુદ્ધિ વગરના લોકો કોઈ બે પગવાળા જાનવરની જેમ હોય છે, જેમનામાં વિચારવાની શક્તિ હોતી નથી. આ લોકોની વાણી અને વર્તન પણ દુષિત હોય છે. હંમેશા મુર્ખ લોકો દ્વારા એવી વાત કહેવામાં આવે છે જે આપણને એક કાંટાની જેમ પીડા આપે છે. એટલા માટે મુર્ખ લોકોથી દુર રહેવાની વાટ કહેવામાં આવી છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment