ચાલુ વર્ષ ૨૦૧૯ નુ પહેલું સૂર્ય ગ્રહણ આવતી કાલે ૬ જાન્યુઆરી શનિવારે છે…તો જાણો આવતીકાલના સુર્ય ગ્રહણ વિશે….

59

આમ જુઓ તો સૂર્ય ગ્રહણ કે ચંદ્રગ્રહણએ આકાશી ખગોળીય ઘટના છે. પૃથ્વીની ફરતે તેના ઉપગ્રહ ચંદ્રનું ફરવું અને ચંદ્ર પૃથ્વીનું એક સાથે સૂર્યની ફરતે પરીક્રમણ કરવું જેનાથી ક્યારેક સૂર્ય ગ્રહણ કે ચંદ્રગ્રહણની આ અલૌકિક ઘટનાઓ બનવા પામતી હોય છે. ચાલુ વર્ષ ૨૦૧૯ માં ગણતરી મુજબ આખા વર્ષ દરમ્યાન કુલ ૫ ગ્રહણ થવાના છે. જેમાં ૩ સૂર્ય ગ્રહણ અને ૨ ચંદ્રગ્રહણનો સમાવેશ થાય છે. જો કે આ કુલ પાંચ ગ્રહણમાંથી ભારતમાં ફક્ત બે જ ગ્રહણ દેખાવના છે. અને આ વર્ષના પાંચ ગ્રહણમાંથી પહેલું સૂર્યગ્રહણ આવતીકાલે ૬ જાન્યુઆરીએ થવાનું છે.

આવતીકાલે ૬ જાન્યુઆરીએ થનાર પહેલું સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાશે નહિ. કારણ કે જે સમયે સૂર્ય ગ્રહણ થવાનું છે તે સમયે ભારતમાં રાત્રીનો સમય હશે. જેથી આ સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાશે નહિ. સૂર્ય ગ્રહણ જોવા માટે દિવસનો સમય અને ચંદ્ર ગ્રહણ જોવા માટે રાત્રીનો સમય હોવો જરૂરી છે. અને તો જ આ ગ્રહણો જે તે સ્થળ પરથી જોઈ શકાય. આ પછીના જે બે સૂર્યગ્રહણ થવાના છે તે  ૨ કે ૩ જુલાઈના રોજ થવાનું છે. પરંતુ આ ગ્રહણ વખતે પણ ભારતમાં રાત્રીનો સમય હોવાથી તે સૂર્યગ્રહણ પણ આ કારણથી ભારતમાં જોઈ શકાશે નહિ.

ત્રીજું અને છેલ્લું સૂર્ય ગ્રહણ ૨૬ ડીસેમ્બર ૨૦૧૯ ના રોજ થવાનું છે. આ સૂર્ય ગ્રહણ ભારતમાં જોઈ શકાશે. આખા વર્ષ દરમ્યાનનું આ પહેલું એવું ગ્રહણ હશે જે ભારતમાં ચોખ્ખે ચોખ્ખું જોઈ શકાશે. કારણ કે આ સૂર્ય ગ્રહણ સમયે ત્યારે ભારતમાં દિવસનો સમય હશે. અને દિવસના સમયે સૂર્ય ગ્રહણ જોઈ શકાય છે.

આ ચાલુ વર્ષ ૨૦૧૯ દરમ્યાનકુલ બે ચંદ્ર ગ્રહણ પણ થવાના છે. જેમાં પહેલું ચંદ્ર ગ્રહણ ચાલુ મહિનાની ૨૧ મી જાન્યુઆરીએ થવાનું છે. આ ચંદ્ર ગ્રહણ ખગ્રાસ ચંદ્ર ગ્રહણ થવાનું છે. એટલે કે તે પૂર્ણ ચંદ્ર ગ્રહણ થવાનું છે. પરંતુ અફસોસ કે આ ચંદ્ર ગ્રહણ પણ ભારતમાં જોઈ શકાશે નહિ. કારણ કે આચંદ્ર ગ્રહણના સમયે ભારતમાં દિવસનો સમય હશે, અને દિવસના સૂર્યના પ્રકાશમાં ચંદ્ર ગ્રહણ જોઈ શકાય નહિ. ચંદ્ર ગ્રહણ વખતે જો રાત્રીનો સમય હોય તો જતે ગ્રહણ જે તે સ્થળ પરથી જોઈ શકાય છે. આ ગ્રહણ પછી ચાલુ વર્ષમાં ૧૬ જુલાઈ કે ૧૭ જુલાઈના રોજ ચંદ્ર ગ્રહણ થવાનું છે. આ ચંદ્ર ગ્રહણ ભારતમાં જોઈ શકાશે. કારણ કે ત્યારે ભારતમાં રાત્રીનો સમય હશે. અને રાત્રીના સમયે ચંદ્ર ગ્રહણ જોઈ શકાય છે.

લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment