ચાલતી ગાડીએ તમે પણ કરો છો મેકઅપ તો થઇ જાવ સાવધાન, ક્યાંક તમારે પણ આ મહિલાની જેમ પછતાવું ન પડે…

20

ઘણી વાર બ્તામે મહિલાઓને ગાડીમાં બેસીને મેકઅપ કરતા જોયા હશે. મેકઅપ કરવામાં ઘણો સમય જાય છે. પરિણામે, ઘણી મહિલાઓ ઓફીસ જતી વખતે આ કામ કરે છે તેથી સમયનો સદુપયોગ થઇ શકે. પણ એક મહિલાને આવું કરવું મોંઘુ પડી ગયું.

બેંકોકમાં એક મહિલા પોતાની ફ્રેન્ડ સાથે કયાંક જઈ રહી હતી. ચાલુ ગાડીએ તે મેકઅપ કરી રહી હતી. તે આંખોની ઉપર અઈલાઈનર લગાવી રહી હતી કે ત્યારે જ તેની ગાડી એક વેન સાથે જોરદાર ટક્કર મારી દીધી.

એક્સીડેન્ટ સમયે મહિલાનું ધ્યાન અરીસા પર હતું, પરિણામે તેને બચાવ માટે ઘડી ભારનો સમય ન મળ્યો. તેનું માથું સામેની સીટે જઈને ટકરાયું અને અઈલાઈનર પેન્સિલ ડાબી આંખમાં ઘુસી ગઈ. મહિલાના નાકમાંથી પણ લોહી વહેવા લાગ્યું. તરત જ તેને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી.

ડોકટરોએ તેની આંખમાંથી પેન્સિલ કાઢી નાખી. હા પણ, મહિલાની આંખોમાં ગંભીર ઈજા ન થઇ, પણ ઘણું બધું દર્દ થયું. ડોકટરે જણાવ્યું કે મહિલાની કિસ્મત સારી હતી કે પેન્સિલ આંખના રસ્તા દ્વારા મગજ સુધી ન પહોચી, નહીતર ખુબ જ નુકશાન થઇ શકતું હતું.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment