ચાખડીઓને ફક્ત ધર્મ સાથે જ નહિ પણ શરીર સ્વાસ્થ્ય સાથે પણ સીધો સંબંધ છે, જાણો આ માહિતી…

6

ચાખડીઓ એટલે કે લાકડાના ચપ્પલનું ચલન એટલે કે વપરાશ આપણા વૈદિક કાળથી ચાલ્યો આવે છે. સાધુ સંત લોકો આજે પણ ચાખડીઓ એટલે કે લાકડાના ચપ્પલ પહેર છે. હિંદુ શાસ્ત્રના ધાર્મિક ગ્રંથોમાં પણ ચાખડીઓ એટલે કે લાકડાના ચપ્પલનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. ચાખડીઓ પહેરવા પાછળની માન્યતા ધાર્મિક હોવાની સાથે વૈજ્ઞાનિક કારણ પણ રહેલ છે. આપણા હિંદુ ધર્મના ચાર વેદોમાંથી યજુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે લાકડાની ચાખડીઓ કે ચપ્પલ પહેરવાથી કેટલાય પ્રકારની બીમારીઓ સામે રક્ષણ મળેછે. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે આપણા સાધુ સંતો કે ઋષિ મુનીઓ શામાટે લાકડાના ચપ્પલકે લાકડાની ચાખડીઓ પહેરતા હતા ?

૧.) ગુરુત્વા કર્ષણના સિધ્ધાંત મુજબ પૃથ્વી દરેક ચીજ કે પદાર્થને પોતાની તરફ ખેંચે છે. ત્યારે તમારા શરીરમાંથી નીકળતા વિદ્યુતચુંબકીય તરંગો જમીનમાં ચાલ્યા જાય છે. આ વિદ્યુતચુંબકીય તરંગોનેબચાવવા માટે અથવા તો જમીનમાં ચાલ્યા ન જાય તે માટે ચાખડીઓ એટલે કે લાકડાના ચપ્પલ પહેરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.કારણ કે લાકડું વિદ્યુતનું અવાહક છે.

૨.) ચાખડીઓ પહેરવાથી તમારા પગના તળિયાની માંસ પેશીઓ મજબુત બને છે.કારણ કે લાકડું સોફ્ટ નથી પણ સખ્ત છે જેથી પગના તળીયાની માંસપેશીઓને આપમેળે એક્સરસાઈઝમાં ચાખડી પહેરીને ચાલવાથી ઘણોજ ફાયદો થાય છે.

૩.) લાકડાના ચપ્પલ પહેરવાથી તમારા શરીરનું સમતોલન વ્યવસ્થિત રહે છે. જેના કારણે તમારી કરોડરજ્જુ પરતેનો સકારાત્મક પ્રભાવ જોવા મળે છે.જેથીપગમાંલાકડાની ચાખડીઓ પહેરીને ચાલવાથી કરોડ રજ્જુના મણકાની ગાદીઓના ખસી જવાનાએટલે કે સ્લીપ ડિસ્કના કિસ્સાઓ ધટી જાય છે.

૪.) પગમાંલા કડાની ચાખડીઓ પહેરવાથી તમારા શરીરમાં લોહીનો પ્રવાહ એટલે કે રુધિરા ભિસરણ સુ-વ્યવસ્થિત રીતે ચાલે છે.તે સાથે સકારાત્મક ઉર્જા પણ વિકસિત થતી રહે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment