2019ની ચૈત્રી નવરાત્રીની પૂજા આ સામગ્રી વિના અધુરી ગણાય, જુઓ પૂજા સામગ્રી માટેની માહિતી…

10

વર્ષમાં બે વખત મુખ્ય નવરાત્રી આવે છે. એક ચૈત્રી નવરાત્રી અને બીજી આસો નવરાત્રી.

ચૈત્રી નવરાત્રીની શરૂઆત આજે શરુ થઇ રહી છે. શક્તિનું આ મહાપર્વ 14 એપ્રિલ સુધી મનાવવામાં આવે છે. નવરાત્રીના આ 9 દિવસ સુધી દુર્ગા માતાના 9 સ્વરૂપની પૂજા અર્ચના થાય છે. અને તેના માટે લોકો પોતાના ઘર પર નવરાત્રીના પહેલા દિવસે કળશની સ્થાપના કરે છે. અને તેના માટે કેટલાય પ્રકારની તૈયારીઓ કરવામાં આવે છે. દુર્ગા પૂજા અને કળશ સ્થાપન માટે કેટલાય પ્રકારની ચીજોની જરૂર પડે છે.

તો ચાલો આજે અમે તમને જણાવીએ કે નવરાત્રીમાં માં દુર્ગાની પૂજા કરવા માટે કેવા કેવા પ્રકારની સામગ્રીઓની આવશ્યકતાહોય છે.

કળશ સ્થાપના અને પૂજા માટે જરૂરી સામગ્રી

નવરાત્રીના દિવસોમાં ઘરમાં માં દુર્ગાનો ફોટો અથવા મૂર્તિનું સ્થાપના કરવા માટે લાકડાની ચોકી કે બૉક્સ હોવાનું જરૂરી છે.

માતાજીને લાલરંગનું કપડું ખુબજ પસંદ છે. જેથી લાકડાની ચોકી કે બોક્સ પર પાથરવા માટે લાલ રંગનું કપડું હોવું ખાસ જરૂરી છે. પણ ખાસ યાદ રાખો કે ક્યારેય ભૂલથી પણ માતાજીની લાકડાની ચોકી પર સફેદ કે કાળા રંગનું કપડું પાથરવું કે મુકવું જોઈએ નહિ.

નવરાત્રીમાં કળશ સ્થાપનાની સાથે જ માતાજીની પૂજા આરાધના પણ શરુ થઇ જાય છે. જે 9 દિવસ સુધી ચાલે છે. કળશ સ્થાપનામાં સોનાનો, ચાંદીનો કે માટીનો કળશ ઉપયોગમાં લઇ શકાય છે.

કળશ સ્થાપના અને માં દુર્ગાની પૂજામાં આંબાના ઝાડના પાન હોવા ખાસ જરૂરી માનવામાં આવે છે. આંબાના પાનનું તોરણ બનાવીને લાકડાની ચોકીને બાંધવું. તથા આંબાના પાનનું તોરણ બનાવીને ઘરના દ્વાર પર બાંધવું જોઈએ.

નવરાત્રીમાં કળશ સ્થાપનામાં અને પૂજા માટે રુછાદાર ચોટી સાથે નાળીયેરની સાથે પાન, સોપારી, રોળી, સિંદુર, ફૂલ, ફૂલનીમાળા, કલાવાઅને આખા ચોખા હોવા ખાસ જરૂરી છે.

હવાન સામગ્રી માટે આંબાની સુકી ડાળખીઓ કે લાકડાઓ, કપૂર, સોપારી, ઘી અને સુકા મેવા જેવી સામગ્રીનું હોવું ખાસ જરૂરી માનવામાં આવે છે.

કળશ સ્થાપના માટે શુભ મુહુર્ત

ચૈત્રી નવરાત્રીનો શુભ આરંભ પર કળશ સ્થાપનાનું શુભ મુહુર્ત અભીજીત છે. જે બપોરના 12 કલાક 4 મિનીટથી 12 કલાક 52 મિનીટ સુધી છે. દેવીમાંના દરેક ભક્તોને આ સમય દરમ્યાન કળશ સ્થાપના કરવાની શરૂઆત કરવી જોઈએ.

2019 ચૈત્રી નવરાત્રીની તિથી અને તારીખ

પહેલું 6 એપ્રિલ 2019 ઘટસ્થાપના, શૈલપુત્રી પૂજા

બીજું 7 એપ્રિલ 2019 બ્રહ્મચારીની પૂજા

ત્રીજું 8 એપ્રીલ 2019  ચંદ્રઘંટા પૂજા

ચોથું 9 એપ્રિલ 2019 કુષ્માંડા

પાંચમું 10 એપ્રિલ 2019 સ્કંદમાતા પૂજા

છઠ્ઠું 11 એપ્રિલ 2019 કાત્યાયની પૂજા

સાતમું 12 એપ્રિલ2019 કાલરાત્રી પૂજા

આઠમું 13 એપ્રિલ 2019 મહાગૌરી પૂજા, કન્યા પૂજા

નવમું 14 એપ્રિલ 2019 સિદ્ધિદાત્રી, નવરાત્રી પારણ

નવરાત્રીના આ 9 દિવસ કળશ સ્થાપના અને અખંડ જ્યોતિ સાથે માં દુર્ગા દેવીની વિશેષ પૂજા કરવી કે કરાવવી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment