કેમેરા લગાવીને પતિ કરતો હતો પત્નીની જાસૂસી, એક દિવસ આવી હકીકત સામે આવી તો પતિ એ….

163

કર્નાટકના બેંગલુરુમાં કઈક એવું બન્યું જેને સાંભળીને બધા આશ્ચર્યચકિત થઇ ગયા. એક ખબર અનુસાર, એક માણસના ઘરમાં ૨૨ હિડન કેમેરા, એક પ્રાઈવેટ ડીડેક્ટિવ અને એક સ્વાયવેર ફોન રાખ્યો હતો. જેથી એ પોતાની પત્ની પર નજર રાખી શકે. એ પોતાની પત્ની પર ઘણી શંકા  કરતો હતો. એ પત્નીના દરેક કોલ અને મેસેજ વિશે જાણકારી આપતો હતો. જયારે પત્નીને એના વિશે ખબર પડી તો એણે પતિનું બેટથી માથું ફોડી નાખ્યું. બંનેના છૂટાછેડા માટે અરજી આપી છે.

પત્નીએ જણાવ્યું કે પતિના આ વ્યવહાર પછી એની સાથે રહેવા માંગતી નથી. તેમજ પતિનું કહેવું છે કે એમની પત્ની સુંદર ચહેરાને બગાડી નાખ્યો છે. જેના કારણે એ છૂટાછેડા લેવા માંગે છે. બંનેની પહેલી મુલાકાત ૨૦૦૭માં થઇ હતી. એ લગ્ન માટે છોકરી જોવા પહોચ્યો હતો. પરંતુ એમને છોકરીની નાની બહેન પસંદ આવી ગઈ હતી. પરંતુ એ એ સમયે ભણતી હતી. લગ્ન માટે એ સમયે ના પાડી દીધી. પરંતુ બંનેની વચ્ચે વાત શરુ થઇ ગઈ હતી. ૨૦૧૦માં એમના લગ્ન કરી દેવામાં આવ્યા. બંનેની વચ્ચે ૧૧ વર્ષનું અંતર હતું.

શરૂઆતના બે વર્ષ બધું બરાબર રહ્યું. એમને એક દીકરો પણ થયો. પરંતુ થોડા જ વર્ષો પછી એમને પત્ની પર શંકા થવા લાગી. એમણે પોતાની જોબ છોડી દીધી અને પત્ની પર નજર રાખવાનું શરુ કર્યું. એણે ઘરના દરેક ખૂણામાં નાના નાના કેમેરા લગાવી દીધા. એણે પત્નીને ફોન ગીફ્ટ કર્યો. જેમાં એક સ્વાયવેર લાગેલું હતું. જેનાથી એ પત્નીની જાસૂસી આરામથી કરી શકતો હતો.

મામલો ત્યારે વધ્યો જયારે એણે પત્નીના ફોનમાંથી ફોટો કાઢીને એક માણસ વિશે પૂછ્યું. હકીકતમાં એ પત્નીનો ભત્રીજો હતો. પછી પત્નીને ખબર પડી ગઈ કે પતિ એના પર નજર રાખે છે. પત્નીએ ગુસ્સામાં આવીને પતિના માથા પર બેટ માર્યું. જેના કારણે એનું માથું ફૂટી ગયું. ઈલાજ પછી કાઉસલર પાસે પહોંચ્યા. પરંતુ એના પછી પણ બંનેની જિંદગીમાં કોઈ બદલાવ આવ્યો નહિ. હવે બંને છૂટાછેડા માંગી રહ્યા છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment