1.7 કરોડની વ્હેલની ઉલ્ટી બજારમાં વેચવા જઈ રહ્યા હતા, પછી રસ્તામાં થયું કઈક આવું…

152

વ્હેલની ઉલટી અથવા તો દુર્લભ એમ્બરગ્રીસ અવેધ બજારમાં વેચવાનો પ્રયત્ન કરતા બે લોકોને ઘાટકોપર પોલીસે ધરપકડ કરી લીધા.વ્હેલની ઉલટી કે એમ્બરગ્રીસ ખુબ જ મોંઘો પદાર્થ હોય છે.

એમ્બરગ્રીસ સ્પર્મ વ્હેલના આતરડામાં બને છે. તેનો ઉપયોગ પરફ્યુમ બનાવવા માટે કરવામાં આવે છે.

માહિતી મળતા પોલીસે નાગપુર રહેવાસી રાહુલ તુપારેને ધરપકડ કર્યો જે મુંબઈમાં એક કિલોથી વધુ વજનની અને ૧.૭ કરોડ રૂપિયાની વ્હેલ વોમિટ વેચવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

જોન ૭ ના ડેપ્યુટી કમિશનર અખિલેશ કુમાર સિંહે કહ્યું, જ્યાંરે અમે તુપારેને પકડ્યો તો અમને તેની પાસેથી અડધા પથ્થર જેવો એક પદાર્થ મળ્યો.

તુપારેની પૂછપરછ કર્યા પછી પોલીસે લલિત વ્યાસને પણ પકડી લીધો. લલિત ગુજરાતનો છે. વ્યાસે જ તુપારેને આ પ્રાકૃતિક સહ ઉત્પાદક આપ્યું હતું. સિંહે કહ્યું, આ સેંટ ખુબ જ મસ્ત હોય છે અને અમુક કંપનીઓ તેનો ઉપયોગ પરફ્યુમ બનાવવા માટે કરે છે. પ્રાપ્ત થયેલ પદાર્થની પ્રાથમિક તપાસ કરનાર એક્સપર્ટનું કહેવું છે કે આ એમ્બરગ્રીસ જ લાગી રહ્યું છે.

પોલીસે કહ્યું કે અત્યારે આ બાબત સાથે જોડાયેલા બીજા લીંકની તપાસ પણ કરવામાં આવશે અને એક ટીમને ગુજરાત મોકલવામાં આવી છે. આરોપીઓને વન્ય જીવ સંરક્ષણ કમીશન હેઠળ ધરપકડ કરવામાં આવ્યા. સિંહે કહ્યું, આ એક્ટમાં ચોખ્ખું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ ચિંતાજનક જાતિનો કોઈ પણ ભાગ વેચવો ગેરકાયદેસર છે.

આ કીમતી પદાર્થ સ્પર્મ વ્હેલના પાચન તંત્રમાં બને છે. એવું માનવામાં આવે છે કે વ્હેલ ઉલટી અથવા મળ ત્યાગ દ્વારા તેને બહાર કાઢે છે. કીમતી હોવાના કારણે તેને તરતું સોનું પણ કહે છે. પરફ્યુમમાં તેનો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે કેમ કે આ ખુબ જ ધીમે ધીમે વરાળયુક્ત થાય છે. એમ તો આ પદાર્થ દરિયામાં પણ પ્રાપ્ત થઇ શકે છે પરંતુ પોલીસ આ સંભાવનાની ના પાડી રહી નથી કે સ્પર્મ વ્હેલને મારીને તેને પ્રાપ્ત કરવામાં આવ્યું હશે.

એમ્બગ્રીસ પાપ્ત કરવું ખુબ જ અઘરું હોય છે અને સામાન્ય રીતે ખુબ જ ઉચી કિમતોમાં ખાડી દેશોમાં વેચવામાં આવે છે. માછીમારો તેને સંપદાના ભાગરૂપે જોવે છે અને આ ચક્કરમાં ઘણી વ્હેલ મારી નાખે છે. એક પોલીસ અધિકારીએ કહ્યું, ‘એનાથી એક અંધવિશ્વાસ પણ જોડાયેલો છે. એવું કહેવામાં આવે છે કે સારી સુંગધ માટે તેને સળગાવીને કોઈ પણ વ્યક્તિ અમીર બની છે.

સ્પર્મ વ્હેલને ૧૯૭૦ માં ચિંતાજનક પ્રજાતિ જાહેર કરવામાં આવ્યું હતું. કબજામાં લેવામાં આવેલ પદાર્થ લેબમાં તપાસ માટે મોકલવામાં આવશે.

ગયા વર્ષે ઓક્ટોમ્બરમાં કાલવા પોલીસે પોલીસ સ્ટેશનથી ૩ લોકોને ૨ કરોડ કરોડ રૂપિયાનું ‘વ્હેલ વોમિટ’ ભેગું કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવ્યા.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment