કેપ્ટન માર્વેલના કિરદાર માટે આ છે બોલીવુડની પસંદ કરેલી અભિનેત્રીઓ, જાણો નંબર 1 પર આવેલી એક્ટ્રેસ વિષે…

12

માર્વેલ સીનેમૈટીક યુનિવર્સની ચર્ચિત ફિલ્મ કેપ્ટન માર્વેલના રિલીજ થવામાં ફક્ત બેજ અઠવાડિયા બાકી છે. એવેન્જર્સ સીરીજની છેલ્લી ફિલ્મ એવેન્જર્સ એન્ડગેમમાં પણ કેપ્ટન માર્વેલનો મહત્વનો કિરદાર થવાનો છે. એવામાં અમારી ટીમે બધાજ ફિલ્મ સમીક્ષકો અને દર્શકો પાસેથી એ જાણવાની કોશિશ કરી કે જો કોઈ ભારતીય અભિનેત્રીને કેપ્ટન માર્વેલ બનવાનો મોકો મળે તો આ કિરદાર કોના પર સૌથી વધુ ફીટ બેસશે.

સોનાક્ષી સિન્હા

સોનાક્ષીએ દબંગ અને અકીરા જેવી ફિલ્મોમાં પોતાની કળાનું જોરદાર પ્રદર્શન કર્યું. તેના સિવાય તે એક્શન ફિલ્મ ફોર્સ ૨ માં પણ જોવા મળી છે. પરંતુ, હિન્દી ફિલ્મોના શોખીન માને છે કે સોનાક્ષી કેપ્ટન માર્વેલના કિરદારમાં ફીટ નથી બેસતી. દર્શકોનું માનવું છે કે સોનાક્ષીની ફિટનેસના સિવાય તેમની ગણતરી લોકપ્રિયતા આ કિરદાર માટે સારી નથી. ગોરેગાંવની સંધ્યા યાદવ કહે છે કે અકીરામાં સોનાક્ષી આ પ્રકારના મોકાને પેલાજ ગુમાવી ચુકી છે.

તાપસી પન્નુ

મહિલા પ્રધાન ફિલ્મોમાં તાપસી પન્નુંનું નામ ભારતીય સિનેમામાં જડપથી ઉપર આવી રહ્યું છે, નામ શબાના અને દેશ જેવા મજબુત અને જીદ્દી કિરદાર લોકોએ પસંદ પણ બહુજ કર્યા છે. તાપસીને દર્શકોએ આ કિરદાર માટે ભારતીય સિનેમાથી એક દમદાર ઉમેદવાર માની છે. અંધેરી પશ્ચિમના રફીકની મુજબ તાપસી પન્નુંને અજી એક દમદાર કીરદારની તલાસ છે અને કેપ્ટન માર્વેલનો કિરદાર કરવાની તેમનામાં ક્ષમતા જોવા મળે છે.

આલિયા ભટ્ટ

એક્શન થ્રીલર બ્રમ્હાસ્ત્રમાં આલિયા ભટ્ટના કિરદાર માટે લોકો આતુરતાથી રાહ જોવે છે. રાજી જેવા ફિલ્મોમાં એક જાસુસનો કિરદાર નિભાવીને પણ આલિયાને ઘણી હેડલાઈન્સ મળી છે આ હિસાબથી તે કેપ્ટન માર્વેલનો કિરદાર આરામથી નિભાવી શકે છે, એવું બધા દર્શકો માને છે. આ વાતચીત દરમિયાન આલિયા ભટ્ટને પસંદ કરનારની સંખ્યા ત્રીજા નંબરે રહી છે.

અનુષ્કા શેટ્ટી

કેપ્ટન માર્વેલના રોલમાં જે ભારતીય અભિનેત્રીઓને ફિલ્મ દર્શકો અને સમીક્ષકોએ બરાબરની ટક્કરના માન્યા, તેમાં બાહુબલી ફિલ્મની અનુષ્કા શેટ્ટી બીજા નંબરે પર રહી, દેવસેના જેવા જોરદાર કિરદાર કરીને આખા ભારતમાં પ્રખ્યાત થનારી અનુષ્કાની કદ કાઠી લોકોને માર્વેલ માટે સારી લાગી. માહિમ અને ધારાવીની રેખા તથા સપનાના સિવાય હૈદરાબાદના ફિલ્મ સમીક્ષક લક્ષ્મી નારાયણે પણ અનુષ્કા શેટ્ટીના આ રોલ માટે દાવો કર્યો હતો.

દીપિકા પદુકોણ

કેપ્ટન માર્વેલના કિરદાર માટે જે એક ભારતીય અદાકારને સૌથી વધુ લોકોએ પસંદ કરી તે છે દીપિકા પદુકોણ. ફિલ્મ સમીક્ષકો અને દર્શકોની આ એક રાય રહી કે જો માર્વેલ સ્ટુડીઓ દીપિકા પદુકોણને કેપ્ટન માર્વેલની સીરીજ માટે પસંદ કરે છે તો માર્વેલ સીનેમૈટીક યુનિવર્સનો આખા દેશમાં બોલબાલા થઇ જશે. હોલીવુડની એક્શન ફિલ્મ રીટર્ન ઓફ જેંડર કેજમાં કામ કર્યા પછી તે સાબિત પણ કરી ચુકી છે કે તે તેના માટે ફીટ છે. ફિલ્મ સમીક્ષક રાધિકા શર્મા માંને છે કે હાજર ભારતીય અભિનેત્રીઓમાં માત્ર દીપિકા જ એવી છે જે એક સુપરહીરો કિરદાર કરી શકે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment