“બુદ્ધ” ની મૂર્તિનું ખુલ્યું રહસ્ય, જાણીને દુનિયા રહી ગઈ દંગ, જાણો શું છે રહસ્ય ???

17

ચાઈનામાં વૈજ્ઞાનિકોએ એક મમીની તપાસ કરી તો એ દંગ રહી ગયા. હકીકતમાં, આ મમી નહિ પરંતુ સાધનામાં રહેલા એક બૌદ્ધ ભિક્ષુનું શવ હતું. એમના શવને લેપમાં લપેટીને સાધના કરતા આસનમાં રાખી દેવામાં આવ્યું હતું. આ મૂર્તિ એટલી જૂની થઇ ચુકી હતી કે એને જોતા કોઈપણ એ ન કહી શકતું કે આ કોઈ મમી હશે. વૈજ્ઞાનિકોએ જયારે એને સ્કેન કરી તો એમાં હાડકાઓ દેખાયા, એના પછી તપાસને આગળ વધારવામાં આવી. જેમ જેમ તપાસ આગળ વધી, નવી નવી ચીજો સામે આવતી ગઈ. એક પછી એક રહસ્યમાંથી પરદા ઉઠતા ગયા.

ચાઈનામાં વૈજ્ઞાનિકોએ એક એવા બૌદ્ધ ભિક્ષુની મૂર્તિ મળી છે જેના શરીર પર હોલીવૂડની ફિલ્મ મમીની જેમ અવશેષ લાગેલા મળ્યા છે. આ બૌદ્ધ ભિક્ષુ એક હજાર જૂની મૂર્તિની અંદર સમાધીની સ્થિતિમાં હતા.

જયારે આ મૂર્તિ નીકળી એના પછી વૈજ્ઞાનિકોએ એને સ્કેન કરી અને શોધ કરી. એમાં જોવામાં આવ્યું કે આ મમ્મીમાં એક વ્યક્તિના હાડકાઓ સ્પષ્ટ રૂપથી દેખાઈ

રહ્યું હતું. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ મમીને ઝાંગના અવશેષ પૈટ્રીઆર્ક જાંગગોંગ અને લીઉકવાન ઝાંગોંગના નામથી ઓળખવામાં આવતું હતું. આ મમી ચીની મેડીટેશન સ્કુલના હતા અને એમના મૃત્યુ 1100AD આજુબાજુ થઇ હતી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ મમીને જોવાથી એવું નથી લાગતું કે એમણે આત્મ મમીકરણ કર્યું હશે. અમુક લોકોએ આ ભિક્ષુને આ પ્રકારે લેપ કરીને સુરક્ષિત કર્યા. આ બૌદ્ધ ભિક્ષુના શરીર પર લેપ લગાવનો ઉદેશ્ય એના શરીરને સુરક્ષિત રાખવા અને એને જીવિત બુદ્ધ બનવાનો હતો.

આ પ્રક્રિયા અનુસાર પહેલા ૧૦૦૦ દિવસો માટે ભિક્ષુઓના શરીરના વસાને ખત્મ કરવા માટે નટ, બીજ અને જાંબુને છોડીને બધા ભોજન બંધ કરી દેવામાં આવે છે. એના પછી આગલા ૧૦૦૦ દિવસોમાં ઉરુશી વૃક્ષના રસથી બનેલી ઝેરીલી ચાનું સેવન કરતા પહેલા છાલ અને જળનો આહાર આપવામાં આવે છે. એનાથી ભિક્ષુના શરીરમાં ઉલટી અને ઝડપથી દ્રવનું નુક્શના થયું અને મૃત્યુ પછ ક્ષયને રોકવા માટે એમના શરીર પર સંરક્ષક રૂપમાં કાર્ય કરવામાં આવ્યું. એના છ વર્ષ પછી, સાધુને અએક નાના પથ્થરના મકબરામાં હવાની નળી અને ઘંટી સાથે બંધ કરી દેવામાં આવતા હતા. એ કમલની સ્થિતિમાં ત્યાં સુધી ધ્યાન કરે, જ્યાં સુધી એમનું મૃત્યુ ન થઇ જાય, જયારે ઘંટી વાગતી બંધ થઇ જતી હતી. બુદ્ધ બનતા પહેલા મકબરાને સીવી નાખવામાં આવશે. વર્ષ ૨૦૧૫માં મૂર્તિની અંદરથી નમૂના લેવામાં આવ્યા હતા જ્યાં અંગોના બદલે, વૈજ્ઞાનિકોને પ્રાચીન ચીની ચરિત્ર પ્રિન્ટની સાથે સડેલ સામગ્રી અને કાગળ મળ્યા. એના પછી એમણે પોતાની શોધ આગળ વધારી. ઘણા બૌદ્ધનું માનવું છે કે આ પ્રકારની મમી મૃત નહિ પરંતુ ધ્યાનની એક શ્રેષ્ઠ સ્થિતિમાં છે.

વૈજ્ઞાનિકોના અભ્યાસમાં આ વાત સામે આવી કે આ ભિક્ષુની ૩૭ વર્ષની ઉંમરમાં મૃત્યુ થઇ ગયું અને એના શરીરમાં રોગ અથવા  લાંબા સમય સુધી સંયમના લક્ષણ દેખાયા. મમીને જોવાથી એ વાત સાફ થઇ જાય છે કે એમણે સ્વ મમીકરણ કર્યું નથી. માનવામાં આવે છે કે આ ઝાંગના અવશેષ છે, જેને પૈટ્રીઆર્ક ઝાંગગોંગના નામથી જાણવામાં આવે છે. ૨૦૧૫માં મૂર્તિના અંદરથી નમૂના લેવામાં આવ્યા હતા, જ્યાં અંગોના બદલે, વૈજ્ઞાનિકોને પ્રાચીન ચીની પ્રિન્ટ સાથે સડેલા પદાર્થ અને કાગળ મળ્યા. વૈજ્ઞાનિકોએ એક બુદ્ધ મૂર્તિને સ્કેન કરી અને જયારે એ ધ્યાન કરનાર ગુરુની સ્થિતિમાં હાડકાઓને જુવે છે, એના પછી એમણે આ દિશામાં વધારે શોધખોળ શરુ કરી, એ શોધ પછી જ વૈજ્ઞાનિકોએ આ વાતની પણ ખબર પડી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment