બ્રિટનની મહારાણીના ઘરે મળે છે આવી નોકરી, સુવિધાઓ વિશે જાણશો તો તમે પણ કરી દેશો એપ્લાઇ…

32

આપણે ઘણી વખત આપણા ભાગ્યને દોષ આપીએ છીએ કે કાશ આપણો જન્મ પણ કોઈ રાજા મહારાજાના ઘરે થયો હોત. રાજા મહારાજા ન બનાવ્યા તો કઈ નહિ પણ એમના ઘરે કોઈ પાલતું પ્રાણી બનાવી દીધા હોત, તો કામ તો ન કરવું. આજુબાજુ નોકરોની સેના હોત, ન કઈ કરવું પડત અને ન કઈ વિચારવું પડત.

ભગવાને કઈ ન આપ્યું તો ઓછામાં ઓછું આ મહારાજાઓના ઘરે નોકરી જ લગાવી આપે, શાનો શોકત તો નજીકથી જોઈ લેત. જે લોકો આ લાગણી સાથે પોતાના ભાગ્યને કોશે છે, એના માટે શ્રેષ્ઠ નોકરીની તક આવી છે. બ્રિટનની મહારાણીના ઘરમાં નોકરી આવી છે. ફટાફટ એપ્લાઇ કરી દો.

પહેલા નોકરીના ફાયદા જાણી લો

મહારાણીના ઘરની નોકરીમાં સરકારી નોકરીથી વધારે ફાયદા મળશે. સેલેરી સમય પર પણ આવશે અને સાથે જ પેન્શન પણ મળશે.

આ વિભાગમાં છે નોકરી

નોકરીઓ કૈટરિંગ વિભાગમાં આવી છે. એના માટે તમારું કૈટરિંગ વિભાગમાં બૈકગ્રાઉન્ડ હોવું જરૂરી છે. સાથે જ તમે એક ક્વોલિફાયડ શેફ પણ હોવા જોઈએ. તમને ફૂડ ઇન્ડસ્ટ્રીની બધી જાણકારી હોવી જોઈએ. એના માટે તમારી પાસે લીડરશીપની સ્કિલ અને કિચન ટીમ સાથે મળીને શ્રેષ્ઠ તાલમેલ સાથે કામ કરવાનો અનુભવ હોય.

કેવી રીતે થાય છે અપોઈન્ટ

મહારાણીના ગ્રહમાં નોકરી એમ જ આવી નથી, અહિયાં એક એચઆર વિભાગ છે, આના સિવાય કૈટરિંગ ડીપાર્ટમેન્ટ છે, ડ્રાઇવર્સ માટે એક અલગ વિભાગ છે, સાફ સફાઈ માટેનો એક આખું એશોસિએશન છે. નોકરીઓ માટે ભરતીઓ જારી થાય છે, સમાચારપત્રમાં જાહેરાત આપવામાં આવે છે. એપ્લાઇ કરનાર, પોતાનું સીવી ફોર્મ સાથે જોડે છે અને મોકલે છે. પછી ટેસ્ટ અને ઇન્ટરવ્યૂ અને ટ્રાયલ પછી લોકોને રાખવામાં આવે છે.

શું મળે છે સુવિધાઓ ?

અઠવાડિયામાં ૫ દિવસ કામ કરવું પડશે અને ૨ દિવસની રજા, તહેવારોની રજા પણ અલગથી મળશે. આના સિવાય ઓવર ટાઈમ કરવા પર શાબાશી સાથે સાથે રકમ પણ આપવામાં આવશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment