બોલીવુડના સીતારાઓના અવનવા હુલામણા નામ અને તેની ઓળખ…

121

તમે જાણતા જ હશો કે મોટા ભાગના લોકોના હુલામણા નામ એટલે કે નીક નેમ હોય છે. કોઈ વ્યક્તિના અસલ નામ બોલવામાં મીઠા, અક્ષરમાં ટૂંકા અને સામેની વ્યક્તિને પણ સાંભળવામાં સારા લાગે તેવા હોવા છતાં તેને હુલામણા નામથી બોલાવવામાં આવતા હોય છે પછી ભલે તેનું હુલામણું નામ અટપટું હોય. જેમ કે ટપુડો, ભીખુ, બચું, મુન્નો, દવલી, ઘેટું, પાવલી, ટીડો, કચુ, બીલો, ભૂરિયો, હકુળી……… આવા તો અનેક હુલામણા નામ છે. હવે જુઓ, કોઈ વ્યક્તિ ઉમરમાં મોટી થાય તો પણ તેમને તેના હુલામણા નામથી બોલાવે છે. નામ હોય હરિભાઈ પણ તે ઉમરલાયક થાય તો પણ તેને ટીડો કહીને બોલાવતા હોય છે. હરી ઈશ્વરનું નામ છે છતાં તેને ટીડો કહે ત્યારે કેવું લાગે ! આવા તો અનેક ઉદાહરણો તમે તમારી આસપાસ સાંભળતા હશો, જોતા હશે. બોલીવુડના અનેક સિતારાઓના પણ આવા નીક નેમ છે. તો ચાલો આજે અમે તમને બોલીવુડના સ્ટાર  સિતારાઓના આવા નીક નેમ વિશે જણાવીએ.

૧.) શ્રદ્ધા કપૂર

તમે જાણો છો શ્રદ્ધા કપૂરનું હુલામણું નામ શું છે ? શ્રદ્ધા કપૂરનું હુલામણું નામ છે ચિરકુટ. શ્રદ્ધા કપૂરના પિતા શક્તિ કપૂર અને વરુણ ધવનના પિતા ડેવિડ ધવન બંને એ કેટલીય ફિલ્મોમાં એક સાથે કામ કર્યું છે જેથી શ્રદ્ધા અને વરુણના નાંનપણમાં એકસાથે રમેલા, ફરેલા ત્યારથી વરુણ શ્રધ્ધાને ચિરકુટ કહીને બોલાવતો.

૨.) પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરાને પિગી ચાપ્સના હુલામણા નામથી લોકો ઓળખે છે. આ નામ અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેક બચ્ચને આપ્યું છે. અભિષેક પ્રિયંકાને પિગી ચાપ્સના હુલામણા નામથી બોલાવતો. પરંતુ તેનું નીક નેમ મીમી છે. પણ તેને તેના કુટુંબના લોકો અને નજીકની વ્યક્તિઓ તેને મીઠું કહીને બોલાવે છે. જયારે બોલીવુડના લોકો તેને પીસી નામથી પણ બોલાવે છે. (પ્રિયંકાનો “પી” અને ચોપરાનો “સી” = પી સી)

૩.) અજય દેવગણ

આમ જુઓ તો રાજુ નામ સૌથી વધારે જાણીતું નામ છે. તમારી આજુબાજુ અનેક લોકોના નામ રાજુ હશે. અમુક લોકોનું સાચું નામ રાજુ હશે તો અમુક લોકોનું હુલામણું નામ રાજુ હશે. પણ શું તમે જાણો છો કે અજય દેવગણનું હુલામણું નામ શું છે ? રાજુ! હા, અજય દેવગણનું નીક નેમ એટલે કે હુલામણું નામ રજુ છે. જેથી અજય દેવગણને તેમની નજીકના અંગત લોકો રાજુના નામથી બોલાવે છે.

૪.) કંગના રનૌત

બોલીવુડની બોલ્ડ ક્વીન તરીકે જાણીતી કંગના રનૌત તેના બેફીકર અને બિન્દાસ સ્વભાવને કારણે અને પાવરફુલ એક્ટિંગ માટે પ્રખ્યાત છે. જો કે કંગના રનૌતનું હુલામણું નામ જરા અટપટું અને વિચિત્ર છે. કંગના રનૌતને તેના નજીકના મિત્રો અને ઘર કુટુંબના સભ્યો અર્શદ કહીને બોલાવે છે.અર્શદનો અર્થ થાય છે ડીવોશન અને ડીવોશન એટલે પોતાની જાતને સમર્પિત કરવી.

૫.) એશ્વર્યા રાય

1994 માં મિસવર્લ્ડનો એટલે કે વિશ્વ સુંદરીનો ખિતાબ મેળવેલી એશ્વર્યાનો ખુદનો અર્થ થાય છે ધન, ઈશ્વરીતા, આધિપત્ય. એશ્વર્યા શબ્દને કે સારા અને મીઠા શબ્દથી બોલાવવાને બદલે તેને ગુલ્લૂ કહીને બોલાવીએ તો કેવું વિચિત્ર લાગે ! પણ હા, એશ્વર્યાને તેના ઘર પરિવારમાં અને નજીકના મિત્ર સર્કલમાં ગુલ્લૂ કહીને બોલાવે છે. જો કે વિશ્વભરમાં તેના ચાહકો પ્રસંશકો તેને ફક્ત એશ કહીને બોલાવે છે. એશ્વર્યા કદાચ બાળપણમાં મીઠી મધુરી રસગુલ્લા જેવી મધુર ચિપ ચીપી હશે (એટલે જ તે મિસવર્લ્ડનો એટલે કે વિશ્વ સુંદરીનો ખિતાબ મેળવી શકી હશે ને!) એટલે તેના ઘરના લોકો તેને ગુલ્લૂ કહેતા હશે.

૬.)આલિયા ભટ્ટે

આલિયા ભટ્ટ નાની ઉમરમાં જ બોલીવુડમાં પોતાનું નામ અને સ્થાન સફળ રીતે મેળવનાર એક્ટ્રેસ છે. નાનપણમાં તે સૌની એટલી પ્યારી અને લાડલી હતી કે જેથી તેના મમ્મી તેને અવાર નવાર આલું કચાલુ કહીને બોલાવતા.

૭.) સોનમ કપૂર

એક સમયે સોનમ કપૂરનું વજન 96 કિલો હતું, પણ તેણે સખ્ત મહેનત, એકસરસાઈઝ, પરિશ્રમ અને જમવામાં ડાયેટિંગ કરીને હાલનું ફિગર બનાવ્યું છે. ટ્રેન્ડ સેટર અને ફેશન આઇકોન તરીકે પ્રખ્યાત થયેલી સોનમ કપૂરને તેના ઘરના લોકો જિરાફ કહીને બોલાવતા. તેની હાઈટના કારણે અનીલ કપૂરે તેની દીકરીનું હુલામણું નીક નેમ જીરાફ રાખ્યું હતું.

બોલીવુડમાં આવા બીજા અનેક સિતારાઓ છે જેમના પણ હુલામણા નામ છે. જેમ કે કરણ જોહરને ઘરના લોકો કટટુ બટટુ કહે છે. તો અર્જુન કપૂરનું નીક નેમ ફૂબૂ છે. જ્યારે માર્શલ આર્ટ અક્ષયકુમારનું હુલામણું નામ છે અક્કી. રણધીરકપૂરને ડબ્બુ કહે છે. સની દેઓલમાં દેઓલ તેની સરનેમ છે અને સની તેનું હુલામણું નીક નેમ છે. તેનું સાચું નામ અજય છે. રણધીર કપૂરનું નીક નેમ ઢબ્બુ છે. જયારે સુસ્મિતા સેનને ઘરના લોકો ટીટુ કહીને બોલાવે છે. કરીના કપૂરને બેબો કહે છે. તો બિપાશા બાશુને ઘણા લોકો બી બિપ્સથી ઓળખે છે પણ તેનું સાચું હુલામણું નામ છે બોની, જે તેના ઘરના લોકોને અને અંગત પરિચિત લોકોને જ ખબર છે. કરીના કપૂરને તેના ઘરના સભ્યો બેબો કહીને પુકારે છે.

છેને બોલીવુડના સ્ટાર સિતારાઓના અસલી નામ કરતા ભદ્દા, ફની જેવા નીક નેમ હુલામણા નામ

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment