બીમારી સામે કે રોગનો સામનો કરવા માટે ખુબજ જરૂરી છે આરોગ્ય વીમો….

17

હુંતમે પણ એવા લોકોમાં શામેલ છો કે જે એવું માને છે સમજે છે કે વિચારે છે કે સ્વાસ્થ્ય વીમો ફક્ત સીનીયર સીટીઝનો અને બીમાર લોકો માટેજ હોય છે ? પણ શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે, હોસ્પીટલના અનપેક્ષિત ખર્ચ વચ્ચે, વીમા કવર ઘણા રોગો માટે એક વરદાન રૂપ સાબિત થઈ શકે છે. અને તમારીદરેક મુશ્કેલી કે તણાવને તે દુર કરી શકે છે. જરા આ દૃશ્યને ધ્યાનમાં લઈ વિચારો કે, ન કરે નારાયણ પણ કદાચતમને અચાનકહૃદય રોગની સારવાર માટે પાંચ લાખ રૂપિયાની જરૂર પડે તો તને શું કરો ?

શું તમે એવી અપેક્ષા ન રાખો કે અચાનક હૃદય રોગની સારવાર માટે પાંચ લાખ રૂપિયાની જરૂર પડે તે પૈસા તમે ફક્ત 300 રૂપિયાનું મામુલી માસિક પ્રીમીયમ ભરીનેમેળવી શકો ? હૃદય રોગની સારવારનાહોસ્પીટલના પાંચ લાખ રૂપિયાનું બીલ આપણા ખિસ્સામાંથી ચુકવતા કરતાશુંઆ વધુ સારો સોદો નથી? જો તમે અમુક બાબતોનો વિચાર કરશો તો તમેસમજી શકશો કે શા માટે આરોગ્ય વીમાનેઅવગણવો જોઈએ નહિ ?

વર્તમાન સમયમાં દરરોજ બદલતી જીવનશૈલી એ બિમારીનું મોટું કારણ બની શકે છે.

વર્તમાન સમયમાં લોકોની જીવનશૈલી એટલી બદલાઈ ગઈ છે કે તેની સીધી અસર તેના સ્વાસ્થ્ય કે આરોગ્ય પર થાય છે. મોડી રાત સુધી કામ કરવું, અનિયમિત સમયે ખાવાની ખરાબ આદતો, વ્યાયમકસરત કે યોગનો અભાવ, અને સૌથી વધારે આખો દિવસ તણાવમાં રહેવું, આવા બધા કારણોથી કોઈ પણ તંદુરસ્ત વ્યક્તિને પણ થોડા સમયમાં બીમાર થવા માટેતેપૂરતા કારણોછે.આવી સ્થિતિમાં સુરક્ષિત રહેવા માટે, આરોગ્ય વીમા યોજનાઓમાં રોકાણ કરવું લાભકારક રહેછે.

પોતાનીજાતનેપણમહત્વ આપવું ખાસજરૂરી બનેછે.

તે આશ્ચર્યજનક વાતનથી કે આપણે પોતાને સુરક્ષિત રાખવાને બદલે વસ્તુઓ એકત્રિત કરવા માટે વધુ પૈસા ખર્ચીએ છીએ.આપણે પોતાને ગણતરીમાંપહેલા રાખવાની જરૂર છે, જ્યારે આપણે પોતાને પહેલા રાખવાને બદલે છેલ્લે રાખીએ છીએ.આપણે ચોક્કસપણે જાણીએ છીએ કે ઘર અને કારની સાર-સંભાળ અને મરામત ખૂબ ખર્ચાળ હોઈ શકે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આકસ્મિકઅશુભ અકસ્માતની સ્થિતિમાં તમે તમારી જાતને કેવી રીતે સુધારશો? સ્વસ્થ રહેવા માટે આરોગ્ય વીમો ખૂબ મહત્વપૂર્ણ છે.

સારવાર કરતાં વધુ સારી બાબત છેપરેજી પાળવી અને સાવચેતી રાખવી.

ગંભીર બિમારીના કિસ્સામાં તબીબી ખર્ચમાં મદદરૂપ થવા માટે આરોગ્ય વીમા પૉલિસી લ્યો.આ સાથે, ગંભીર બિમારીઓ વિશેની માહિતી મેળવો અને વાર્ષિક આરોગ્ય તપાસણી અને અન્ય પરીક્ષણોનો લાભ મેળવો, જેથી જે ટે બીમારીની સમયસર સારવાર કરી શકાય. ખાસ જરૂરી એ છે કે શરૂઆતથી જ આરોગ્ય બાબતે સાવધાની રાખવી અને જો તે સમયને કદાચ ચૂકી જાવ તો પછી સ્વાસ્થ્ય વીમાનીસહાય-મદદ મેળવો.

ઇમરજન્સીમાં આરોગ્ય વીમો ખાસ મહત્વપૂર્ણ છે.

આરોગ્ય વીમો આજની વર્તમાન પરિસ્થિતિમાં ખાસ કરીને તબીબી સારવાર ઈમર્જન્સીમાંખાસ કરીને કટોકટીની પરિસ્થિતિઓમાં મહત્વપૂર્ણ છે. એકઆરોગ્ય વીમોહોસ્પિટલમાંભરતી, ડૉક્ટરની ફી અને દવાઓના ખર્ચને આવરી લે છે. મનુષ્ય ખુબજ આશાવાદી વ્યક્તિ છે. દરેક વ્યક્તિ હંમેશાં એમમાને છે કે અમારીઆવતીકાલ ખુશ, વધારે સમૃદ્ધ અને વધુ સારી રહેશે, પણ ખરેખર આવતી કાલ કોણેજોઈછે? ભારતીયોને આરોગ્ય વીમો ખરીદવાની ખાસજરૂર છે કારણ કે આપણે આપણા આહાર, અસ્વસ્થ જીવનશૈલી, તણાવમાં વધારો અને શહેરીકરણમાં વધારો થવાને લીધે સ્થૂળતા અને હૃદય રોગ જેવા જોખમી બીમારી પ્રત્યે અતિસંવેદનશીલ છીએ.

છેલ્લા થોડા વર્ષોથી ભારતના આરોગ્ય સાર-સંભાળ ખર્ચમાં ધરખમવધારો થયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)ના અહેવાલ અનુસાર, ભારતીયો તેમના ખિસ્સામાંથી લગભગ 70 ટકા સ્વાસ્થ્ય ખર્ચ ચૂકવે છે. અભૂતપૂર્વ મેડિકલ અનિવાર્યતા કુટુંબના બજેટને બગાડી શકે છે, તેથી જ સ્વાસ્થ્ય વીમો ખરીદવોમહત્વપૂર્ણ છે.

આરોગ્ય કે સ્વાસ્થ્ય વીમા સાથેકેશલેસ કલેઈમ એટલે કે દાવાનો લાભ પણ મળી શકે છે.

આરોગ્ય સંભાળ યોજના એટલે કે હેલ્થ કેર પ્લાન ખરીદવાથીતમનેફક્તગંભીર બિમારીઓ માટે જકવરેજ આપતું નથી, પરંતુ લોકોને આ સ્વાસ્થ્ય વીમા સાથેકેશલેસ દાવાનાલાભો પણ મળે છે, એટલુંજ નહીં, તમને સ્વાસ્થ્ય વીમા સાથેકરનોલાભ પણ મળે છે.

વિસ્તૃત કવર નીચા પ્રીમિયમ પર પણ ઉપલબ્ધ રહેશે.

સામાન્ય રીતે યુવાન લોકો માને છે કે તેઓ ખૂબ તંદુરસ્ત છે, તેઓ કસરત કરવાનું પસંદ કરે છે. સારો ખોરાક ખાયછે અને તેમનેકોઈખરાબ ટેવો નથી અને તેઓ ધૂમ્રપાન અને શરાબપીવા જેવા કામ મર્યાદિત કરે છે, જેથી તેઓને આરોગ્ય વીમાની જરૂર નથી.પરંતુ સત્ય હકીકતએ છે કે, જ્યાં સુધી તમને શરીરના આરોગ્યને લગતી કોઈ તબીબી સમસ્યા ન હોય ત્યારથી જ વહેલામાંવહેલી તકે આરોગ્ય વીમો લેવો વધુ સારું છે. એમ કરવાથી તેવ્યક્તિનેભવિષ્યમાંપૉલિસી ખરીદવા કરતાં નીચા પ્રીમિયમ પર વ્યાપક આવરણ મેળવવામાં મદદ કરે છે.

જેમ ઉમર વધતી જાય તેમ સ્વાસ્થ્ય વિમાનો ખર્ચ પણ વધતો જાય છે.

આ સાથે તમને એક વાત જણાવી દઈએ કે ઉમર વધવાની સાથે સ્વાસ્થ્ય વીમા પોલીસીનો ખર્ચ પણ વધતો જાય છે. કારણ કે જેમ ઉમર વધતી જાય તેમ અલગ અલગ પ્રકારની બીમારીઓ થવાની સંભાવનાઓ સાથે પોલીસીની નીતિને પણજટિલ બનાવે છે જેથીસ્વાસ્થ્ય વીમા પોલીસીનો ખર્ચ પણ વધતો જાય છે.

જીવનની શરૂઆતમાં સ્વાસ્થ્ય વીમા ખરીદવાનો બીજો એકલાભસંચયી બોનસનો પણછે. કારણ કે ઉમર લાયક વ્યક્તિ કરતા એક યુવાન વ્યક્તિનાદાવા દાખલ કરવાની શક્યતા ઓછી હોયછે.આ પ્રકારના સંચયિત બોનસ એ વીમા રકમના 50 ટકા કરતાં વધુ હોઈ શકે છે, જેનો અર્થ છે કે તમારી વીમા રકમ મૂળ વીમાકૃત રકમના 150 ટકા હશે. જ્યારે તમે વીમા રકમના માત્ર 100 ટકા માટે પ્રીમિયમ ચૂકવો છો આ થોડા કારણો છે કે આરોગ્ય વીમોજીંદગીમાંભવિષ્યમાં લેવા કરતા પહેલેથી જ લેવો ફાયદાકારક રહે છે.

આરોગ્ય વીમોનાણાકીય સલામતી સુનિશ્ચિત કરે છે.

આ સંદર્ભમાં, આઇસીઆઇસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડના સંજય દત્ત જણાવે છે કે,લોકોને આરોગ્ય વીમાને એક ચોક્કસ લાંબા ગાળાના રોકાણ તરીકે જોવાનું શરૂ કરવું પડશે, જે તમનેમાનસિક અને નાણાકીય સ્થિતિ માટે સારૂ વળતર આપે છે. એકસંપૂર્ણઆરોગ્ય વીમા પૉલિસી માનસિકશાંતિ પ્રદાન કરે છે. કટોકટી દરમિયાન આરોગ્ય વીમો યમને મજબુતતા પૂરી પાડે છે અને નાણાકીય સલામતીની ખાતરી આપે છે.

જો કે, ઘણા લોકો જ્યારે સ્વાસ્થ્ય સમસ્યાઓ અનુભવી શરુ કરે છે ત્યારે આરોગ્ય વીમા કવર ખરીદે છે ત્યારેતે વ્યક્તિ માટે ખૂબ જમોડું થઇ ગયુ હોય છે. આપણા દેશમાં સ્વાસ્થ્ય સેવાઓનોએકધારોવધતો જતો આરોગ્ય ખર્ચ અને રોગોના વધતા કેસોને ધ્યાનમાં રાખતા આજે આરોગ્ય વીમો લેવો ખાસ આવશ્યક બની ગયો છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment