બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ખોવાઈ ગયું હતું પાકીટ, 77 વર્ષ બાદ આવી રીતે મળ્યું…

12

કેટલીક ખોવાયેલી વસ્તુ બીજીવાર મળે, તો ખુશી હોય છે, પણ કોઈ એવી વસ્તુ મળી જાય તો કે જેની ઉમ્મીદ પણ ન હોય, તો કેવું લાગે છે ?

અમેરિકાના જ્યોર્જીમામાં રહેવાવાળા રોય રોટ્સની સાથે આવું જ કઈ થયું છે. જે પાકીટ તેને અંદાજે સાત દશક પહેલા ખોવાઈ ગયું હતું, તેઓને અત્યારે મળ્યું છે. એટલું જ નહિ, તેમાં તે તમામ જરૂરી કાગળીયાઓ પણ હતા, જે તે સમયે પાકીટમાં હતા જયારે તે ખોવાઈ ગયું હતું.

રોય રોટ્સ અત્યારે 100 વર્ષના થઇ ચુક્યા છે. પણ જે દિવસે તેનુ પાકીટ ખોવાણું, તે દિવસથી જોડાયેલી દરેક વાત તેના મનમાં હજી તાજા છે, માનો કાલની જ વાત હોય. રોટ્સે જણાવ્યું કે, ‘હું ઈલેક્ટ્રીકલ ઈન્સપેકટર હતો અને મારું કામ હવાઈ જહાજની તપાસ કરવાનું હતું. તે દિવસે હું કૈલિફોર્નીયામાં હતો. બીજું વિશ્વ યુદ્ધ છેડાયું હતું. અમે બધા એક હવાઈ જહાજ પર સવાર હતા. ત્યારે મને ખ્યાલ આવ્યો કે મારી પાસે પાકીટ નથી. મેં પ્લેન પણ સવાર દરેક વ્યક્તિની તપાસ કરી, પણ તે ક્યાય પણ ન મળી.’

‘ફોકસ 5’ ની રીપોર્ટ અનુસાર, રોય રોટ્સના ખીચ્ચામાંથી નીકળેલું વોલેટ એડગર વોરેન બર્ડ્સને મળ્યું. દિલચસ્પ વાત તો એ છે કે એક અમેરિકી નાગરિકનું પાકીટ યુરોપીય વ્યક્તિના હાથે લાગી હતી. આ કરિશ્મા કેવી રીતે થયો, ખબર નહિ. જે સમયે બર્ડ્સને રોટ્સનું પાકીટ મળ્યું, તે ઇંગ્લેન્ડના ડર્બીશાયર સ્થિત રોયલ એરફોર્સમાં કાર્યરત હતા.

રોટ્સના પાકીટમાં તેનું ડ્રાઈવર લાઇસન્સ હતું. એટલે કે તેઓએ પાકીટ પાછુ આપવામાં વોરેન બર્ડ્સ માટે મુશ્કેલ ન હતું. તે લાઇસન્સમાં લખેલા તે નામ અને સરનામાં પર પાકીટને મોકલી શકતા હતા. પણ તેઓએ આવું ન કર્યું. એવું પણ ન કર્યું કે તેઓએ કોઈ ખોટા ઈરાદાથી રોટ્સનું પાકીટ પોતાની પાસે રાખી લીધું હોય. કારણ કે જો આવું થાત તો વર્ષો સુધી તે પાકીટને સંભાળીને ન રાખત, પૈસા કાઢીને તેને ફેકી દેત.

 

એડગર વોરેન બર્ડ્સે ન ફક્ત તે પાકીટને સાચવીને રાખ્યું પણ પોતાની બે પેઢીઓ સુધી તેને આગળ પણ વધારી. વોરેને તે પાકીટ પોતાના દીકરાને આપ્યું અને દીકરાએ તે પાકીટ સાચવીને રાખ્યું. વોરેન અત્યારે આ દુનિયામાં નથી રહ્યા. તેની પોત્રીએ જ રોટ્સને તેનું પાકીટ પાછુ આપ્યું. પરંતુ, બર્ડ્સે આ પાકીટ પોતે શા માટે પાછુ ન આપ્યું અને તેને બચાવીને રાખવા પાછળનો હેતુ શો હતો તે બસ આજે પણ રાઝ બનીને રહી ગયું છે..

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment