બીજાને જોઇને આપણને પણ કેમ બગાસા આવવા લાગે છે, આ રહસ્ય જોડાયેલું છે આપણા પૂર્વજો સાથે…

50

ઘણી વખત તમે એવું જોયું હશે કે કોઈ એકને આળસ અથવા બગાસું ખાતા જ્યારે કોઈ બીજું જોઈ લે છે તો તે પણ આળસ ખાવા લાગે છે. વધારે પડતા લોકોનું એવું માનવું છે કે જ્યારે માણસને નીંદર આવે છે ત્યારે તે માણસ આળસ ખાય છે. હકીકતમાં થાય છે આનું બિલકુલ વિપરીત. આળસ આપણને એ સમયે ખાઈએ છીએ જ્યારે મગજ સક્રિય કરવા શરીર નીંદરને દુર કરે છે.

હવે પ્રશ્ન એ આવે છે કે શું ખરેખર આળસ ચેપી છે ? શું કામ કોઈકને બગાસું ખાતા જોઈને આપણે પણ એવું જ કરવા લાગીએ છીએ ? તમને જણાવી દઈએ કે ૨૦૧૩માં મ્યૂનિખમાં સાઈક્રાઈસ્ટીસ યુનિવર્સીટી હોસ્પિટલએ આ વાતની જાણકારી મેળવવા માટે એક રિસર્ચ કર્યું. આ રિસર્ચ પ્રમાણે લગભગ ૩૦૦ લોકોને શામેલ કરવામાં આવ્યા અને એવો વિડીયો બતાવામાં આવ્યો જેમાં લોકો માત્ર આળસ જ ખાતા હતા.

આ વિડીયોને જોતા સમયે વધારે પડતા લોકોએ એકથી પંદર વખત બગાસું ખાધું. વૈજ્ઞાનિકોએ જાણવા મળ્યું કે જ્યારે આપણે કોઈને આળસ ખાતા જોઈએ છીએ તો હયુમન મિરર ન્યૂરોન સિસ્ટમ સક્રિય થઈ જાય છે. આ એક પ્રકારની વિશેષ તંત્રિકાઓનો સમૂહ હોય છે જે આપણને બીજાના વ્યવહારોને જોઇને એની કોપી કરવા આપણને પ્રેરિત કરે છે.

આના સંક્રામક હોવા પાછળનું એક બીજું કારણ છે. વાત એવી છે કે, પ્રાચીન સમયમાં જ્યારે આદિવાસી લોકો સમૂહ બનાવીને રહેતા હતા તો જ્યારે પણ એમને જોખમનો અનુભવ થતો હતો તો એક બીજાને સાવચેત કરવા માટે આળસ લેતા હતા. આનાથી અવાજ પણ નહતો થતો અને બધા સાવધાન પણ થઇ જતા હતા. એટલે એક રીતે આ સંકેતનું કામ કરતું હતું.

મનો વૈજ્ઞાનિકોનું તો એવું પણ કહેવું છે કે કોઈ પ્રકારની ચિંતા અથવા વિચાર પસાર થયા બાદ પણ આપણે બગાસાઓ ખાઈએ છીએ.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment