ભૂત પહેલા જમીન પર ધીમે ધીમે ચાલે છે, પછી અચાનક હવામાં ઉડવા લાગ્યું !

100

દુનિયામાં અવાર નવાર આ વિષય પર વિવાદ થતો રહ્યો છે કે ભૂત હોય છે કે નથી હોતા ? ઘણા બધા માણસો સાથે આવી ઘટના બની છે એ પરથી જાણવા મળે છે કે ભૂત હકીકતમાં હોય છે. તે છતાંયે વિજ્ઞાનીઓ એ જણાવ્યું છે કે, ભૂત ફક્ત કલ્પના જ હોય છે. વાસ્તવિક જગતમાં આનું કોઈ અસ્તિત્વ નથી હોતુ. આજે અમે તમને એક આવી ઘટના સાથે રૂબરૂ કરવા જઈ રહ્યા છીએ જે પરથી તમને પણ વિશ્વાસ આવી જશે કે વાસ્તવમાં ભૂત હોય છે !

અચાનક ઉડવા લાગ્યું

યુટ્યુબ પર એક વિડીઓ વાયરલ થઇ રહ્યો છે જેમાં એક ભૂત જમીન પર ધીમે ધીમે ચાલતું હોય છે અને પછી અચાનક જ હવામાં ઉડવાનું શરુ કરી દે છે. ભૂત હવામાં લગભગ ૩૦ સેકંડ સુધી ઉડતું રહે છે અને અચાનક જ જમીન પર પાછું આવી જાય છે. બાજુમાં એક ઇમારત પર લાગેલા સીસીટીવી કેમરામાં આ પૂરી ઘટના કેદ થાય છે. આ વીડિયો ગયા મહિને યુટ્યુબ પર ઉપલોડ કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ અત્યાર સુધીમાં આ વીડિયોને લગભગ ૧૪,૫૦૦ થી વધારે લોકોએ જોયો છે.

લોકોએ કહ્યું કે…

યુટ્યુબ પર કોઈએ કહ્યું કે આ વીડિયો કોઈ પિક્ચરમાંથી એડિટ કરેલો સીન છે. એક યુઝરે એવું કહું કે કોઈ વ્યકિત આવી રીતે ઉડે છે તો તે અદ્ભુત છે. બીજા એક યુઝરે કહ્યું કે આ એક આત્મા છે જે ક્યાંક જવાની કોશિશ કરી રહી છે. ત્રીજા યુઝરે કહ્યું કે આ ડ્રોન દ્વારા કરવામાં આવ્યું છે, જેના દ્વારા કોઈ વસ્તુને ધીમે ધીમે ઉડાવામાં આવ્યું હશે. ચોથા યુઝરે કહ્યું કે આ એક ફુગ્ગો છે જેને હવામાં ઉડાવામાં આવ્યું હશે !

અમે તમને જણાવી દઈએ કે ભૂતોને સબંધિત આ પહેલી ઘટના નથી. આના પહેલા પણ આવી ઘણી બધી ઘટનાઓ બની ચૂકી છે જેનાથી આપણને ખ્યાલ આવે છે કે દુનિયામાં કોઈ એવી શક્તિઓ તો છે કે, જે દ્રશ્યમાન નથી પણ શક્તિશાળી તો છેજ.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment