ભૂલથી પણ પસાર ના થવું ભારતના આ 4 રસ્તાઓ પરથી નહિતર તમારી સામે ભૂત આવી જશે

91

આ પોસ્ટથી લોકોમાં ભૂત, પ્રેત જેવી વાતો ફેલાવીને તેમને ગભરાવવાનો કે ખોટી અફવા ફેલાવવાનો અમારો જરા પણ ઈરાદો નથી કે મકસદ પણ નથી. આતો જરા લોકોને સાચી વાતથી વાકેફ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે બાળપણમાં ભૂત પ્રેતની વાતો કે વાર્તાઓ દાદા દાદી કે નાના નાની પાસેથી સાંભળતા આવ્યા હોઈએ છીએ. મોટા થઈને ટીવી સીરીયલોમાં કે પિકચરમાં જોતા હોઈએ છીએ. પરંતુ આપણા ભારત દેશમાં અમુક જગ્યાઓ એવી પણ આવેલી છે કે જ્યાં તમને ભૂત પ્રેતની આહટનો અનુભવ થાય. એમ કહેવાય છે કે આ રસ્તાઓ પરથી પસાર થતા તમારી આત્મા કંપી ઉઠે છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ આવા ખતરનાક રસ્તાઓ વિશે.

૧.) ઇસ્ટ કોસ્ટ રોડ. આ હાઇવે ખુબજ લાંબો છે. ચેન્નઈથી પોંડીચેરી જતા રસ્તામાં ખુબજ ડરાવનો,બિહામણો અને ભયંકર રસ્તો આવે છે. ત્યાંથી પસાર થતા અમુક મુસાફરોએ જણાવ્યું છે કે સાંજના સમયે અહીંથી પસાર થતા સમયે રસ્તા પર સફેદ સાડી પહેરેલ એક વૃદ્ધ મહિલા જોવામાં આવે છે.

૨.) રાંચીથી જમશેદપુર જતા હાઈવેના રસ્તા પર અનેક મહા ભયંકર અને ખતરનાક અકસ્માતો થઇ ચુક્યા છે. અહીંથી પસાર થતી વખતે રસ્તાની બંને બાજુ મંદિરો આવેલા છે. જો ભૂલથી પણ અહીંથી પસાર થતા લોકો મંદિરમાં દર્શન કર્યા વિના પસાર થાય તો રસ્તામાં તેમને ખરાબ આત્માઓ ચોક્કસ પરેશાન કરે છે.

૩.) એમ માનવામાં આવે છે કે મુંબઈથી નાશિક જતા હાઈવે પર રસ્તામાં ભૂતોનું રહેઠાણ છે, વસવાટ છે. આ રસ્તા પરથી પસાર થતા મુસાફરોને અનેકવાર ધડથી કપાયેલું માથું જોવામાં આવ્યું છે. તો ક્યારેક કોઈ વૃદ્ધ વ્યક્તિ ઝાડની ડાળી પર ઊંધે માથે લટકતો નઝરે જોવામાં આવે છે. આવું દ્રશ્ય જોઇને લોકોની કે મુસાફરોની ચીસ નીકળી જાય છે અને હૃદયના ધબકારા વધી જાય છે.

૪.) જયપુરના ભાનગઢના કિલ્લાની નજીકના રસ્તા પરથી પસાર થતી વખતે મુસાફરોને ચિત્ર વિચિત્ર પ્રકારના અવાજો આવે છે, સંભળાય છે. એમ કહેવામાં આવે છે કે અહિયાં એવી કેટલીય ખતરનાક ઘટનાઓ પણ બની ચુકી છે. કેટલીય વાર એવું પણ બન્યું છે કે ત્યાંથી પસાર થતા લોકોને કે મુસાફરોને અચાનક કોઈ થપ્પડ મારે છે પણ સામે કોઈ વ્યક્તિ દેખાતી નથી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment