ભૂકંપ પછી જાપાને સુનામીની ચેતવણી જાહેર કરી હતી, જાણો વધુ માહિતી…

11

ઉતર પશ્ચિમી જાપાનમાં 6.8 તીવ્રતાવાળા શક્તિશાળી ભૂકંપ આવ્યા બાદ જાપાને મંગળવારે સુનામીની ચેતવણી જાહેર કરી હતી. જાપાનના મૌસમ વિજ્ઞાન એજન્સીએ જણાવ્યું કે ટોક્યોના ઉતરમાં સમુદ્ર તટ પર અંદાજે એક મીટર (ત્રણ ફૂટ) ઉચી લહેરો ઉઠાવાની આશંકા છે. તમને જણાવી દઈએ કે વીતેલા વર્ષે ડીસેમ્બરમાં જ ઇન્ડોનેશિયામાં અચાનક ક્રેકાટોઆ જવાળામુખી સક્રિય થઇ ગયું હતું. ત્યાર બાદ આવેલી સુનામીમાં 280 લોકોનું મૃત્યુ થઇ ગયું જયારે કે 1000 થી વધારે લોકો લાપતા થઇ ગયા અને ઘાયલ હતા.

બીબીસીના અનુસાર, એવું માનવામાં આવી રહ્યું છે કે જવાળામુખી ફાટવાથી સમુદ્રની અંદર થયેલા ભૂસ્ખલનના કારણે સુનામી આવી. ચાર્ટર વિમાનથી શૂટ કરવામાં આવેલ વિડીયોમાં સુમાત્રા અને જાવા વચ્ચે સુંડા સ્ટ્રેટમાં તબાહીનો નજારો કૈદ થયો. જવાળામુખી બે મિનીટ અને 12 સેકન્ડ માટે ફાટ્યું અને તેમાંથી નીકળેલા ધુવાળાનો ગોટો 400 મીટર સુધી ઉડ્યો હતો. સુનામીના કારણે મોટી સંખ્યામાં ઈમારતો નષ્ટ થઇ ગઈ, લહેરોમાં ગાડીઓ વહી ગ, તાનજુંગ લેસુંગ વચ્ચે રિસોર્ટ સહીટ ઘણા લોકપ્રિય પર્યટન સ્થળોમાં ઝાડ મૂળમાંથી ઉખડી ગયા હતા.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment