ભોલાનાથ મહાદેવના શરીર પર ભષ્મ શા માટે લગાવવામાં આવે છે ? તેના રહસ્ય વિશે તમે જાણો છો ?

6

હિંદુ ધર્મમાં દેવાધિદેવ મહાદેવનો ખુબજ મોટો મહિમા છે. શંકર ભગવાને આદી નથી કે અંત પણ નથી. એટલે તો તે દેવોના દેવ મહાદેવ કહેવાય છે. જો કે પૌરાણિક શાસ્ત્રોમાં શંકરના સ્વરૂપ વિશે કેટલીય મહત્વપૂર્ણ વાતો દર્શાવવામાં આવી છે. આમ જુઓ તો તેમનું સ્વરૂપ બીજા દરેક દેવી – દેવતાઓથી બિલકુલ અલગ જ જોવા મળે છે.દરેક દેવી – દેવતાઓ દિવ્યઆભુષનો અને વસ્ત્રો અલંકારો ધારણ કરે છે. જ્યારે ભોલાનાથ આવાદિવ્યઆભુષનોકેવસ્ત્રો અલંકારો ધારણ કરતા નથી.પણ તેઓ શરીર પર ભસ્મ લગાવે છે. તેમના અલંકારો પણ વિચિત્ર છે. આ વિશે એવી ધાર્મિક માન્યતા છે કે શંકરને મૃત્યુના સ્વામી માનવામાં આવે છે. જેથી તેઓ મનુષ્યના શબને અગ્નિદાહ આપ્યાબાદ દેહ ભષ્મ થયા પછી તેની બચેલી રાખ એટલે કે ભસ્મને આખા શરીર પર લગાવે છે. આ દ્વારા ભગવાન શિવ મનુષ્યને સંદેશો આપે છે કે તમારું આ શરીર દેહ નશ્વર છે.જેએક દિવસે આ ભસ્મની માફક ધૂળમાં મળી જશે. જેથી આ નશ્વર શરીર પર ગર્વ કે અભિમાન કરવું જોઈએ નહિ. કોઇપણ ગમે તેટલી સુંદર કેમ ન હોય, મ્રત્યુ પછી તેમનું શરીર આ રીતે ભષ્મ થઇ જશે. આથી મનુષ્યે કોઇપણ પ્રકારનું અભિમાન કે ઘમંડ કરવો જોઈએ નહિ.

(૧) ભષ્મ શિવજીનું પ્રમુખ વસ્ત્ર છે.

મહાદેવનું વસ્ત્ર અન્ય દેવી દેવતાઓનાદિવ્ય અલંકારિક આભુષણોથી તદ્દન વિરુદ્ધ છે. મહાદેવનુંઆખું શરીર ભષ્મથી ઢંકાયેલું હોય છે. અઘોરી, સન્યાસીઅને સાધુ સંતોનું શરીર પરનું વસ્ત્ર પણ ભષ્મ છે.

(૨) શરીર પર ભષ્મ લગાવવાનું વૈજ્ઞાનિક કારણ.

ભષ્મની એક વિશેષતા એ છે કે તે શરીરના રોમ છિદ્રોને બંધ કરી દયે છે. તેનો મુખ્ય ગુણ એ છે કે તેને શરીર પર લગાવવાથી ઉનાળાનીગરમ ઋતુમાં ગરમી અને શિયાળાની ઠંડી ઋતુમાં ઠંડી લાગતી નથી. ચામડીના અમુક રોગમાં ભષ્મ દવાનું કામ કરે છે.એટલા માટે જ ભષ્મ ધારણ કરનાર શિવ એ સંદેશો આપે છે કે પરિસ્થિતિ પ્રમાણે શરીરને કેળવવું એ સૌથી મોટો ગુણ છે.

(૩) સન્યાસ સાથે જોડાયેલ છે ભષ્મનું મહત્વ.

આ સંબંધે એક એવો તર્ક પણ છે કે શંકર ભગવાનનું નિવાસ સ્થાન હિમાલયના કૈલાસ પર્વત પર છે.ત્યાનું વાતાવરણ અતિશય ઠંડુ છે જેથી શરીર પર લગાવેલી ભષ્મ આવરણનું કામ કરે છે. અનેવસ્ત્રની માફક શરીરનું રક્ષણ કરે છે. ભષ્મ ભલે બારીક હોય પણ કઠોર સખ્ત હોય છે જેથી ભષ્મ લગાવેલ શરીરની ત્વચાનારોમ છિદ્રોને ભરી દયે છે જેનાથી શરીરને ગરમી કે ઠંડીનો અનુભવ ખુબજ નહિવત થઇ જાય છે. શિવજીની રહેણી કરણી સન્યાસી જેવું છે.અને સન્યાસનો અર્થ એ છે કે અલગ પ્રકૃતિના સાનિધ્યમાં રહેવું. સંસારી ચીજ વસ્તુઓનો મોહ ત્યાગ કરી પ્રાકૃતિક સાધનોનો ઉપયોગ કરવો. અને આ ભષ્મ પણ તે પ્રકૃતિક સાધનોમાં સામેલ છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment