ભીમ તેના મોટા ભાઈ યુધીષ્ઠીરના બંને હાથને સળગાવી દેવા માંગતા હતા, જાણો તેની પાછળ છુપાયેલું એક રહસ્ય…

26

કૌરવો, પાંડવો, દ્રૌપદી, શ્રી કૃષ્ણ, ભીષ્મ પિતામહ, દુર્યોધન, ધ્રુતરાષ્ટ્ર, કર્ણ, ગુરુ દ્રોણાચાર્ય જેવા મહાભારતના પાત્રો અને મહાભારત વિશે આપ સૌ જાણતા જ હશો. પણ આજે અમે તમને મહાભારતના એક એવા પાત્ર અને તેની સાથે સંકળાયેલ વાત વિશે જણાવીએ કે જે સાંભળીને કે વાંચીને તને દંગ રહી જશો.

મહાભારતમાંએમ કહેવાય છે કે પાંડુ પુત્રો ભીમ,અર્જુન, નકુલ અને સહદેવ તેમના મોટા ભાઈ યુધીષ્ઠીરનું તેઓ ખુબજ માન સન્માન અને આદર કરતા હતા. પરંતુ એક વખત ભીમ તેમના મોટા ભાઈ યુધીષ્ઠીર પર એટલો ગુસ્સે થઇ ગયો કે તે તેના મોટા ભાઈ યુધીષ્ઠીરના બંને હાથ જલાવી દેવા માગતો હતો. શું તમે જાણો છો કે ભીમે આવું શા માટે વિચાર્યું હતું ? આની પાછળ એક એક રોચક વાત રહેલી છે. તો ચાલો આજે અમે તમને તેના વિશે જણાવીએ.

એમ કહેવામાં આવે છે કે મહાભારતમાં કૌરવો અને પાંડવો મતલબ કે યુધીષ્ઠીર અને દુર્યોધન ચોપાટ લઇ જુગારરમવા બેસે છે ત્યારે મામા શકુનીની કપટ નીતિથી યુધીષ્ઠીર જુગારમાં પાંચ પાંડવોની પત્ની એવી દ્રૌપદીને હારી જાય છે. ત્યારે ભરી સભામાં દ્રૌપદીને બોલાવીને તેનું ચીર હરણ કરીને ભરી સભામાં અપમાન કરવામાં આવે છે. આ જોઇને ભીમને ખુબજ ગુસ્સો આવે છે. ત્યારે ભીમ તેના મોટા ભાઈ યુધીષ્ઠીરને કહે છે કે, તમે આ ચોપાટની જુગારમાં જે ધન હાર્યા છો એ માટે મને જરા પણ ક્રોધ નથી. પણ તમે દ્રૌપદીને પણ ધન દોલત સમજીને આ જુગારમાં દાવ પર લગાવી, અને તેને પણ જુગારમાં હારી ગયા તે ખુબજ ખોટી બાબત છે. દ્રૌપદીને અન્યાય છે.

ભીમયુધીષ્ઠીરને વધારામાં કહે છે કે કૌરવોદ્વારાદ્રૌપદીનું અપમાન કરવાને કોઈ યોગ્ય નથી. પણ તમારા કારણે જ આ દુષ્ટ કૌરવો દ્રૌપદીને અપમાનિત કરી રહ્યા છે. અને તે પણ કૌરવો પાંડવોની આ ભરી સભામાં, ભીષ્મ પિતામહ જેવાવડીલોની હાજરીમાં ! દ્રૌપદીની આ દશાનું મુખ્ય કારણ તમે પોતે જ છો માટે હું તમારા તે બંને હાથને સળગાવી દઈશ કે જે હાથથી તમે જુગારમાં દ્રૌપદીને મૂકી હતી અને હારી ગયા હતા.

આમ કહીને ભીમ તેના મોટા ભાઈ યુધીષ્ઠીરના બંને હાથ સળગાવવા માટે નાના ભાઈ સહદેવને અગ્નિ લાવવાનું કહે છે.જો કે આ સાંભળી અર્જુન ભીમને સમજાવે છે અને કહે છે કે, મોટાભાઈ યુધીષ્ઠીર ક્ષત્રીય ધર્મ અનુસાર પ્રમાણે જ જુગાર રમ્યા છે. જેમાં તેનો કોઈ દોષ,વાંક કે ગુણો નથી.

અર્જુનનીઆ સાંભળી ભીમનો ગુસ્સો શાંત પડે છે. અને તે કહે છે કે એ વાત તો હું પણ સારી રીતે જાણું છું. જો એ વાતનું મને જ્ઞાન ન હોત તો મેં ક્યારનાય મોટાભાઈ યુધીષ્ઠીરના હાથને સળગાવી દીધા હોત. અને દ્રૌપદીનું ભરી સભામાં અપમાન કરનારને ક્યારનો પરલોકમાં પહોચાડી દીધો હોત.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment