ભારતના 9 ધનવાનો પાસે છે 50% લોકોના બરાબરની સંપતિ, જાણો છો તે કોણ છે ?

55

ભારતીય અરબપતિઓની સંપતિમાં ૨૦૧૮ માં પ્રતિદિન ૨,૨૦૦ કરોડ રૂપિયાનો નફો થયો છે. આ સમય દરમિયાન, દેશની સંપતિના ટોચના એક ટકાની સંપતિમાં ૩૯ ટકાનો વધારો થયો છે જયારે ૫૦ ટકા ગરીબ વસ્તીના ટકામાં માત્ર ૩ ટકાનો વધારો થયો છે. ઓક્સફૈમ એ પોતાના અભ્યાસમાં આ વાત કરી હતી.

અહેવાલ મુજબ રીપોર્ટમાં જણાવામાં આવ્યું છે કે ટોચના ધનવાનોની સંપતિ પચાસ ટકા ગરીબ વસ્તીના સંપતિની બરાબર છે

દાવોસમાં વિશ્વ આર્થિક મંચ (ડબ્લ્યુઈએફ) ની વાર્ષિક બેઠકની પહેલા જ બહાર પાડેલ આ અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે દુનિયાભરના અરબપતિઓની સંપતિમાં ગયા વર્ષે પ્રતિદિન ૧૦ ટકા એટલે કે ૨.૫ અરબ ડોલરનો વધારો થયો છે. ત્યારે જ દુનિયા ભરમાં હજાર ગરીબ લોકોની ૫૦ ટકા વસ્તીની સંપતિમાં ૧૧ ટકાનો ઘટાડો જોવા મળ્યો.

રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં રહેવાવાળા ૧૩.૬ કરોડ લોકો વર્ષ ૨૦૦૪ થી કરજદાર બનેલા છે. આ દેશની સૌથી ગરીબી ૧૦ ટકા વસ્તી છે.

આ કસફૈમ એ દાવોસમાં મંચની આ વર્ષે બેઠક માટે એકત્રિત દુનિયાભરના રાજનૈતિક અને વ્યવસાયિક નેતાઓને આગ્રહ કર્યો છે કે તે ધનવાન અને ગરીબ લોકોની વચ્ચે વધતી ખાઈને વહેચવા માટે તત્કાલ પગલું ઉઠાવે કેમ કે આ વધતી અસમાનતા ગરીબી સામે સંઘર્ષને જ નબળી નથી પાડતી પરંતુ અર્થવ્યવસ્થાઓને છૂટી પાડી રહી છે અને વિશ્વભરમાં આક્રમકતા ઉત્તપન કરી રહી છે.

રીપોર્ટ પ્રમાણે દુનિયાના સૌથી ધનવાન માણસ અને એમેઝોનના સંસ્થાપક જેફ બેઝોસની સંપતિ વધીને ૧૧૨ અરબ ડોલર થઈ ગઈ છે. એમની સંપતિનો એક માત્ર એક ટકા ભાગ યૂથોપિયાના સ્વાસ્થ્ય બજેટ બરાબર છે.

રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે “ભારતની ટોચ ૧૦ ટકા વસ્તી પાસે દેશની કુલ સંપતિના ૭૭.૪ ટકા ભાગ છે. આમાંથી એક જ ટકા વસ્તી પાસે દેશની કુલ સંપતિનો ૫૧.૫૩ ટકા ભાગ છે.

તેમજ લગભગ ૬૦ ટકા વસ્તી પાસે દેશની ખાલી ૪.૮ ટકા સંપતિ છે. દેશના ટોચના ધનવાનોની સંપતિ પચાસ ટકા ગરીબ વસ્તીના સંપતિની બરાબર છે.

ઓક્સફૈમ એ કહ્યું એક અનુમાન છે કે ૨૦૧૮ થી ૨૦૨૨ ની વચ્ચે ભારતમાં દરરોજ ૭૦ નવા કરોડપતિ બનશે.

ઓક્સફૈમ ઇન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ બેહરે કહ્યું,” સર્વેક્ષનથી આ વાતની ખબર પડે છે કે સરકારે કેવી રીતે સ્વાસ્થ્ય સેવા અને શિક્ષા જેવી સાર્વજનિક સેવાઓને ઓછું ફાઈનાન્સિંગ આપીને અસમાનતા વધારી રહી છે. તેમજ બીજી બાજુ કંપનીઓં અને ધનવાનો પર ઓછો ટેક્સ લગાડી રહી છે અને ટેક્સચોરીને રોકવામાં નિષ્ફળ રહી છે

તેમણે કહ્યું કે આર્થિક અસમાનતાથી સૌથી વધુ મહિલાઓં પ્રભાવિત થઇ રહી છે.

રીપોર્ટ મુજબ, ગયા વર્ષે દેશમાં ૧૮ નવા અરબપતિ બન્યા. તેની જ સાથે અરબપતિઓની સંખ્યા વધીને ૧૧૯ થઇ ગઈ છે. તેમની સંપતિ પહેલી વાર વધીને ૪૦૦ અરબ ડોલર (૨૮ લાખ કરોડ) ના સ્તરને પાર કરી ગઈ છે. તેમની સંપતિ ૨૦૧૭ મા ૩૨૫.૫ અરબ ડોલરથી વધીને ૨૦૧૮ માં ૪૪૦.૧ અરબ ડોલર થઇ ગઈ છે.

ઓક્સફૈમ એ કહ્યું કે ચિકિત્સા, સાર્વજનિક સ્વાસ્થ, સ્વચ્છતા અને પાણીની અછતને મધ્યમાં રાખીને કેન્દ્ર અને રાજ્ય સરકારોના સંયુક્ત રાજસ્વ અને પૂંજીગત ખર્ચ ૨,૦૮,૧૬૬ કરોડ રૂપિયા છે, જો કે દેશના સૌથી ધનવાન માનસ મુકેશ અંબાનીની કુલ સંપતિ ૨.૮ લાખ કરોડ રૂપિયાથી ઓછું છે

ઓક્સફૈમ ઇન્ટરનેશનલની કાર્યકારી નીદેશક વીની બ્યાનીમાં એ કહ્યું કે આ “નૈતિક રૂપથી ક્રૂર” છે કે ભારતમાં જ્યાં ગરીબ બે વખતની રોટલી અને બાળકોની દવાઓ માટે જજુમી રહ્યા છે ત્યાંજ થોડાક ધનવાનોની સંપતિ સતત વધતી જઈ રહી છે.

તેમણે કહ્યું,”જો એક ટકા ધનવાનો અને દેશના અન્ય લોકોની સંપતિમાં આ અંતર વધતું ગયું તો તેનાથી દેશની સામાજિક અને લોકતાંત્રિક વ્યવસ્થા પુરી રીતે હલબલી જશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment