ભારતે કરી પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક, આતંકવાદીઓના ઉડાવ્યા કેમ્પ…

30

ભારત આ પહેલા સીમા પર જઈને સર્જિકલ સ્ટ્રાઈક કરી ચુક્યું છે અને ભારતે આતંકવાદ વિરુદ્ધ લડાઈને નિર્ણાયક સ્તર પર લઇ જવાનો પ્રણ કર્યો છે.

પુલવામાં આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવની વચ્ચે પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ ભારત પર loc ઉલંઘનનો આરોપ લગાવ્યો છે. પાકિસ્તાની સેના તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય વાયુસેનાએ વીતેલી રાત્રે પાકિસ્તાનની સીમામાં ઘૂસીને સીઝફાયર તોડ્યું છે. હા પણ ભારત તરફથી તેની પુષ્ટી કરવામાં નથી આવી.

અહિયાં,વાયુસેનાના સૂત્રથી મળેલી જાણકારી અનુસાર ભારતના 12 મિરાજ 2000 વિમાનોમાં પાકિસ્તાનમાં ઘૂસીને આતંકી સંગઠન જૈશના ઠેકાણાઓમાં એર સ્ટ્રાઈક ને અંજામ આપ્યો છે. સુત્રોથી મળેલી જાણકારી અનુસાર સવારે ૩.૩૦ વાગ્યે 1000 કિલો વિસ્ફોટક વિમાનો પર ટારગેટ પર પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહી પછી સીમાની બંને બાજુ તણાવ વધી ગયો છે અને હવે વાયુસેનાના અલર્ટ પર રાખવામાં આવ્યું છે.

વાયુસેના અને રક્ષા મંત્રાલય થોડા સમય પછી પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની બાબત સાફ કરી શકે છે. સુત્રોથી મળેલી જાણકારી અનુસાર loc ની પર જઈને વાયુસેનાએ બાળકોટ, મુજફ્ફરાબાદ, ચકોટીના વિસ્તારમાં આ એર સ્ટ્રાઈક ને અંજામ દીધું છે. ભારત આ પહેલા સીમા પર જઈને સર્જિકલ સ્ટ્રાઈક કરી ચુક્યું છે અને ભારતે આતંકવાદ વિરુદ્ધ લડાઈને નિર્ણાયક સ્તર પર લઇ જવાનો દ્રઢ નિર્ણય લીધો છે.

પહેલી વાર IAFનો ઉપયોગ

જો પાકિસ્તાની સેનાનો દાવો સાચો છે તો આ પહેલો અવસર છે કે બંને મુલ્કો વચ્ચે સીઝફાયર એલાન બાદ શાંતિકાળમાં ભારતે પાકિસ્તાન વિરુદ્ધ પોતાની વાયુસેનાનો ઉપયોગ કર્યો છે. પાકિસ્તાન તરફથી જે બાલાકોટ વિસ્તારમાં iaf વિમાનના ઉડાનના આરોપ લગાવવામાં આવ્યો છે ત્યાં સૌથી વધારે આતંકી લોન્ચ પેડ બતાવવામાં આવી રહ્યા છે. સાથે જ આ વિસ્તારમાં પીરપંજાલ તરફ 2-૩ સૌથી મોટા આતંકવાદી લોન્ચ પેડ છે. જો ભારતીય વાયુ સેના આ વાતની પુષ્ટી કરે છે તો આ આતંકવાદીઓ વિરુદ્ધ સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવશે.

પુલવામામાં 40 crpf જવાનોની શહીદી બાદ ભારતે પાકિસ્તાનને કડક સંદેશો આપતા કહ્યું કે આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહીના સંકેત દીધા છે. ત્યાં સુધી કે અગાઉના દિવસોમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સુધી એ કહી ચુક્યા છે કે હાલના માહોલને જોતા ભારત કઈક મોટું કરવાનું છે. ઇન્ડિયા ટુડે ને મળી જાણકારી અનુસાર ભારતીય સેના જલ્દી આ આરોપ પર પોતાની સ્થિતિ સપષ્ટ કરી શકે છે.

પાકિસ્તાન તરફથી સતત સીમા સીઝફાયરનું ઉલંઘન કરવામાં આવી રહ્યું છે. એવામાં જો પાકિસ્તાનનો આરોપ સાચા છે તો આ સીઝફાયરનો જવાબ પણ હોઈ શકે છે.

આતંકીઓને કેમ્પોને મોટું નુકશાન

પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક નો મોટો નિર્ણય સૌથી મારક સાબિત થઇ શકે છે. કારણકે સર્જિકલ સ્ટ્રાઈક અથવા થલ સેનાની કાર્યવાહી ઘણી મુશ્કેલ માનવામાં આવે છે અને તેમાં સફળતા ખુબ મોટા સ્તર પર મળવી મુશ્કેલ છે. એવામાં આપણા લડાકુ વિમાનો દ્વારા આતંકી ઠેકાણાઓને નિશાન બનાવવું એ પાકિસ્તાનને સબક શીખડાવવાનો એક સારો વિક્લ્ય હોઈ શકે છે.

રક્ષા વિશેષજ્ઞોનું માનવું છે કે જો ભારત દ્વારા કોઈ એવી કાર્યવાહી કરવામાં આવી છે તો આ સારી રીત હોય શકે છે. કારણકે પાકિસ્તાની સેના કહી રહી છે કે ભારતીય વિમાનોએ ત્યાં વિસ્ફોટક પણ પડ્યો છે પણ તેનાથી થયેલા નુકશાન વિશે તે સાચું નથી બોલી રહ્યા. જો આવું થયું તો ઘણી નુકશાનની આશંકા છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment