ભારતનું આ મંદિર 1500 સ્તંભો પર ટક્યું છે, ફોટાઓ જોઇને તમે પણ થઇ જશો હેરાન…

69

ભારતમાં અજુબાની કમી નથી. દુનિયામાં અદભુત મંદિરો, ગુફાઓ અને સુંદર વિરાસતો માટે ઓળખાવવાળો આપણો દેશ ઘણીબધી વસ્તુ માટે ખાસ છે. આ ખાસ વિરાસતોમાંથી એક છે સંગેમરમરનું મંદિર જે પોતાના સ્થાપત્ય કળા સાથે નક્કાશી અને વિશેષ રૂપથી ૧૫૦૦ સ્તંભો પર ટકેલું હોવાના કારણે આખી દુનિયા માટે આશ્ચર્યનો વિષય છે.

આ મંદિરનું નામ છે જૈન મંદિર જે રાજસ્થાનના ઉદયપુર જીલ્લાથી લગભગ ૧૦૦ કીલોમીટરની દુરી પર સ્થિત રણકપુરમાં આવેલું છે. જણાવી દઈએ કે મંદિર જૈન ધર્મના પાચ પ્રમુખ તીર્થસ્થળોમાંથી એક છે. સાથે જ આ મંદિરને બહુજ સુંદરતાથી તરાશવામાં આવ્યું છે.

રણકપૂરમાં આવેલું જૈન મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે ૧૫૦૦ સ્તંભો પર ટકેલું છે અને પૂરી રીતે સંગેમરમરથી બનાવવામાં આવ્યું છે. આ મંદિરના દ્વાર કલાત્મક રીતે બનવવામાં આવ્યા છે. મંદિરના મુખ્ય ગૃહમાં તીર્થકર આદિનાથની સંગેમરમરથી બનાવેલી ચાર વિશાળ મુર્તિઓ પણ છે.

આ મંદિરનું નિર્માણ ૧૫મિ શતાબ્દીમાં રાણા કુંભા શાસનકાળમાં થયું હતું. રાણા કુંભાના નામ પરથી આ જગ્યાનું નામ રણકપુર પડ્યું હતું. મંદિરની અંદર હજારો સ્તંભો છે જે તેની વિશેષતામાં ચાર ચાંદ લગાડી રહ્યા છે ખાસ વાત તો એ છે કે આ બધા સ્તંભોમાંથી, તમે જ્યાંથી જુઓ ત્યાંથી મુખ્ય મૂર્તિ દેખાશે. વધુમાં, આ સ્તંભો ભવ્ય રીતે કોતરવામાં આવ્યા છે.

લાજવાબ નક્કાશી માટે દુનિયામાં પ્રખ્યાત આ મંદિરને જોવા આખી દુનિયામાંથી લોકો આવે છે. જૈન મંદિરમાં ૭૬ નાના ગુંબદનુમા પવિત્ર સ્થાન, ચાર મોટા પ્રાથના હોલ અને ચાર મોટા પૂજા સ્થળ છે. એવું માનવામાં આવે છે કે, આ મનુષ્યને જીવનમૃત્યુની ૮૪ યોનીઓમાંથી મુક્તિ પ્રાપ્ત કરીને મોક્ષ પ્રાપ્ત કરવા માટે પ્રેરિત કરે છે.

આ મંદિરમાં ભવિષ્યમાં કોઈ સંકટનું અનુમાન લગાવીને નિર્માતાઓ એ ઘણા ગુપ્ત ઓરડાઓ પણ બનાવવામા આવ્યા છે. આ ઓરડામાં પવિત્ર મૂર્તિઓને સુરક્ષિત રાખી શકાય છે. આ ઓરડાઓ મંદિરના નિર્માતાઓની નિર્માણ સબંધી દુરદર્શિતાનો પરિચય આપે છે

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment