ભારતમાં હવે આ ઇન્જિન ડીસ્ટિલ્ડ વોટરથી ચાલશે, જુઓ આશ્ચર્યચકિત થઇ જશો…

12

શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈ ઇન્જિન ડીસ્ટિલ્ડ વોટરથી ચાલી શકે, નહિ ને! પરંતુ અશક્ય લાગતું આ કામ પૂરું થઇ ચુક્યું છે. તમિલનાડુના કોયંબટૂરના એક મેકેનીકલ ઇન્જિનીયર એસ કુમારસ્વામીએ આ કામને પૂરું કર્યું છે.

એસ કુમારસ્વામીએ પોતાની ૧૦ વર્ષની મહેનતથી એક એવું ઇન્જિન બનાવ્યું છે, જે ડીસ્ટિલ્ડ વોટરથી ચાલી શકશે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં વધતા પેટ્રોલ ડીઝલના ભાવ વચ્ચે આ આવિષ્કાર કોઈ વરદાનથી ઓછું નથી.

મેકેનીકલ ઇન્જિનીયર એસ કુમારસ્વામીએ પોતાના આ આવિષ્કારને લઈને દાવો કર્યો છે કે આ ઇન્જિન ડીસ્ટિલ્ડ વોટરથી ચાલશે અને આ સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી છે.

એસ કુમારસ્વામીએ જણાવ્યું છે કે આ ઇન્જિન ઇકો ફ્રેન્ડલી એટલા માટે છે, કેમકે આ ઓક્સીજન છોડે છે અને ફ્યૂલ એટલે કે ઇંધણ તરીકે હાઈડ્રોજનનો ઉપયોગ કરે છે. એસ કુમારસ્વામી અનુસાર આ ઇન્જિન પોતાની રીતે જ એક અલગ ઇન્જિન છે.

આ ઇન્જિનને ભારતના બદલે જાપાનમાં લોંચ કરવામાં આવશે. એના લોંચને લઈને એસ કુમારસ્વામીનું કહેવું છે કે મારું સપનું હતું કે હું આ ઇન્જિન ભારતમાં ઈંટ્રોડ્યૂસ કરું, એટલા માટે મેં ભારતના બધા પ્રશાસનિક દરવાજા ખખડાવ્યા, જ્યારે મને કોઈ સહાયતા અને સકારાત્મક જવાબ ન મળ્યો તો હું જાપાનની સરકાર સાથે સંપર્ક કર્યો અને એમણે મને ત્યાં આ તક આપી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment