ભારતની આ જગ્યાએથી જોવા મળે છે આખું પાકિસ્તાન, હજારોની સંખ્યામાં આવે છે લોકો

59

ભારત એ દેશ છે જ્યાં ઘણાબધા રાજા મહારાજાઓએ રાજ કર્યું છે. તેમાંથી ઘનાબધા એ ભારતને લુંટ્યું પરંતુ પોતાની છાપ છોડવામાં અને પોતાના સુરક્ષિત નિવાસ માટે બધાએ પોતપોતાની રીતે કિલ્લાઓનું નિર્માણ કર્યું છે. જે આજે ખુબ જ ખાસ છે.

ભારતના સમુદ્ધ ઇતિહાસમાંનો એક એવા કિલ્લાની વિશેષતાઓ જણાવી રહ્યા છીએ જે પાંચસો વર્ષ જુનો છે અને આ કિલ્લાથી પાડોશી દેશ પાકીસ્તાન જોવા મળે છે. કહેવામાં આવે છે કે ભાગલા પડતી વખતે તેના પર કબ્જો જમાવવાની કોશિશ પાકિસ્તાને કરી હતી પરંતુ નાકામ રહ્યા. રાજસ્થાનમાં સ્થિત આ કિલ્લાનું નામ મેહરગઢ છે.

મેહરગઢ દુર્ગ ભારતના રાજસ્થાન પ્રાંતના જોધપુર શહેરમાં આવેલો છે. પંદરમી શતાબ્દીનો આ વિશાળકાય કિલ્લો, પથરાળ પહાડો પર ૧૨૫ મીટર ઊંચાઈ પર નિર્મિત છે. જે કુતુબમિનારથી પણ ઉંચો છે. ૫૦૦ વર્ષ જુના આ કિલ્લાથી આખું પાકિસ્તાન જોવા મળે છે.

૧૯૬૫ માં ભારત પાકિસ્તાનના યુદ્ધમાં સૌથી પહેલા મહેરગઢના કિલ્લાને નિશાનો બનાવવામાં આવ્યો હતો. જોધપુરના શાસક રાવ જોધાએ ૧૨ મેં ૧૪૫૯ માં આ કિલ્લાના પાયા નાખીયા હતા અને મહારાજ જસવંત સિહ (૧૬૩૮-૭૮) એ તેને પૂરું કર્યું.

આ કિલ્લાના દીવાલોની સીમા ૧૦ કિલોમીટર સુધી ફેલાયેલી છે. તેની ઉંચાઈ ૨૦ ફૂટથી ૧૨૦ ફૂટ તથા પહોળાઈ ૧૨ ફૂટથી ૭૦ ફૂટ સુધી છે. તેમાં અકલ્પનીય રસ્તાઓ સાથે સાત આરક્ષિત કિલ્લાઓ બનેલા હતા. વાંકાચૂકા રસ્તાઓથી જોડાયેલા આ કિલ્લાના ચાર દ્વાર છે. કિલ્લાની અંદર ઘણા ભવ્ય મહેલો, અદભુત નક્કાશીદાર દરવાજા, જાળીવાળી બારીઓ છે.

રાવ જોધાને ચામુંડા માતામાં ઘણી શ્રદ્ધા હતી. ચામુંડા માંતા જોધપુરની કુળદેવી છે. કહેવામાં આવે છે કે, માતાની કૃપાથી જ યુદ્ધ દરમિયાન કિલ્લાને ભારત બચાવી શક્યો હતો. રાવ જોધાએ ૧૪૬૦ માં મેહરગઢ કિલ્લાની પાસે ચામુંડા માતાનું મંદિર બનાવ્યું હતું અને મૂર્તિની સ્થાપના કરી હતી.

ચામુંડા માં માત્ર શાસકોની જ નહિ પરંતુ અધિસંખ્ય જોધપુર નિવાસીઓની કુળદેવી છે અને આજે પણ લોકો તેમને પૂજે છે. નવરાત્રીના દિવસોમાં અહિયાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે માતાના આશીર્વાદથી સન ૧૯૬૫ માં પાકિસ્તાનના હુમલા દરમિયાન કિલ્લાને કોઈ સ્પર્શ પણ કરી ન શક્યું હતું.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment