ભારતની 13 એવી ભૂત પ્રેત વાળી જગ્યાઓ, જ્યાં જવાથી કંપી ઉઠે છે લોકોના જીવ….

29

જતીંગા ઘાટી, અસમ

અસમમા જતીંગા ઘાટી, બહુજ સુંદર અને મનોરમ દશ્યોવાળી છે પરંતુ સપ્ટેમ્બરના મહિનામાં દરેક અમાવસ રાત્રે અહિયાં ભારે સંખ્યામાં રહસ્યમય રૂપથી પક્ષી મારી જાય છે. આ પક્ષી પ્રવાસી હોય છે પરંતુ અહિયાથી ક્યારે પણ પાછા નથી જતા. આ પક્ષીઓનું અહિયાં આવીને મરવાનું શું છે કારણ, આજ સુધી કોઈને પણ ખબર નથી પડી.

રામોજી ફિલ્મ સીટી, હૈદરાબાદ

જો તમને એવું લાગે છે કે ભૂતોને માત્ર ખંડેર જ ગમે છે તો તમને રામોજી ફિલ્મ સીટી વિશે જાણવું જોશે. રામોજી ફિલ્મ સિટીના ઘણી હોટલોમાં ભૂતોનું નિવાસ સ્થાન માનવામાં આવે છે. સ્થાનીય લોકોનું માનવું છે કે અહિયાં ફિલ્મ સીટી નિજામ સુલતાનની ધરતી પર બનેલુ છે, જ્યાં ઘણા પ્રકારની સજા દેવાની ગતિવિધિયા થઇ હતી. અહિયાં ઘણી વાર લોકોને વિચિત્ર છાયો, આંગળિયુંના નિશાન અને દરવાજાનું પોતાની જાતે ખુલવા-બંધ થવાનો આભાસ થયો છે.

જીપી બ્લોક, મેરઠ

દરેક એના વિશે જાણે છે. આ વિસ્તારમાં એક બે માળનું મકાન છે, જેમાં ઘણી પ્રેતઆત્મા રહે છે. આ મકાનમાં ઘણીવાર ચાર લોકોનું સાથે બેસીને ડ્રીંક કરતા જોવા મળ્યા છે. અહીયાના સ્થાનિક લોકોને ઘણીવાર આ નજારો જોવા મળે છે. ઘણીવાર લોકોએ એ પણ જોયું છે કે લાલ ડ્રેસમાં કોઈ છોકરી પણ ઘરની બહાર નીકળે છે.

રાષ્ટ્રીય પુસ્તકાલય, કોલકત્તા

રાષ્ટ્રીય પુસ્તકાલય, કોલકત્તામાં ઘણા પ્રકારની રહસ્યમય ઘટનાઓ વિશે સાંભળવા મળે છે. જે ગાર્ડ અહિયાં રાતે ડયુટી કરે છે, તે તમને એવી ઘણી પ્રકારની ઘટના વિશે સંભળાવી શકે છે. જે કામદારોની મૃત્યુ અહિ પુસ્તકાલયમાં થઇ હતી, તેમની આત્મા આ પુસ્તકાલયમાં રહે છે. ઘણા સમય પહેલા, એક વિદ્યાર્થી આ પુસ્તકાલયમાં ગયો અને પછી તે ત્યાંથી ક્યારે પણ પાછો ન આવ્યો. ઘણા લોકો કહે છે કે સવારે જયારે લાઈબ્રેરી ખોલી તો દરેક દિવસે ઘણા પેપર અને સામાન વેરવીખેલ પડ્યો રહે છે.

શનિવાર વાડા કિલ્લા, પુણે

આ કિલ્લો, મહારાષ્ટ્રનો સૌથી મોટો કિલ્લો છે જેની દીવાલો, રહસ્યમય કથાઓથી ભરેલી છે. કહેવામાં આવે છે કે એક યુવા રાજકુમારએ તેના જ સગાસંબંધીઓ દીવાલો પર ભટકાડીને મારી નાખ્યો હતો. ત્યારથી આજ સુધી રાજકુમારની આત્મા ત્યાં મોતનો બદલો લેવા આવે છે. એ ડરથી આ કીલ્લામાં સુર્યાસ્ત પછી કોઈ જતું નથી.

ડુમસ તટ, સુરત, ગુજરાત

સુરતના ડુમસ તટને ભયાનક સ્થાન માનવામાં આવે છે. આ તટ પર બહુજ પહેલા લાશોને દાટવા માટે લાવવામાં આવતી હતા. એટલા માટે અહિયાં ઘણી આત્મા આજે પણ ભટકે છે. તમે આં તટ પર આવીને ફૂસ્ફૂસાહટની અવાજ સાંભળી શકો છો. જયારે કે તમારી આસપાસ કોઈ નહિ હોય.

ચર્ચ ઓફ થ્રી કિંગ, ગોવા

ગોવાના કૈન્સુલીમ ચર્ચમાં ભુત રહે છે, એવું અહીયાના સ્થાનિક લોકો માને છે. કહેવામાં આવે છે આ ચર્ચમાં થોડીક પુર્તગાલી રજાઓનું મર્ડર થઇ ગયું હતું અને પછી બે રાજાઓએ આત્મહત્યા કરી લીધી હતી.

તાજમહાલ પેલેસ, મુંબઈ

ઘણા લોકો કદાચ આ વાતને નહિ જાણતા હોય કે જેને તક્ઝોતલ બનાવી હતી, તે વાસ્તુકારની તેમાં મોત થઇ ગઈ હતી, અને તેની પોતાની આત્મહત્યા કરી હતી, કેમકે તે જેવી ડિજાઈન બનાવવા ચાહતો હતો, તેવી ડિજાઈન બનતી જ નતી. ત્યારથી અહિયાં આવવાવાળા ગેસ્ટ માને છે કે તે ઘણીવાર કોઈકની પડછાઈ જોવે છે.

કુલધારા, રાજસ્થાન

આ સ્થાન વિશે સન ૧૮૦૦ માં સ્થાનીય લોકોને ખબર પડી કે આ રહસ્યમય અને બેકાર છે, એટલા માટે આ જગ્યાને લોકોએ છોડી દીધી. કહેવામાં આવે છે, અહિયાં રોકાવા પર વ્યક્તિ ગાયબ થઇ જાય છે. એવું ઘણીવાર થયું છે. એકવાર એક મંત્રી ગામની સુંદર છોકરી સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો. ગ્રામીણએ તેનો વિરોધ કર્યો, તો મંત્રીએ તેમનું લગાન બે ગણું કરી નાખ્યું. જેનાથી ગામવાળાએ તે જગ્યા છોડી દીધી અને ત્યારથી ત્યાં કોઈ નથી રહેતું, જે પણ રહે છે તે મરી જાય છે.

અહલ્લા ઘોસ્ટ લાઈટ્સ, પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળના માર્સેસમાં ઘણીવાર ઘોસ્ટ લાઈટ્સનું વર્ણન થાય છે. માછીમારોથી એના વિશે તમે ઘણી સ્ટોરી સાંભળી શકો છો. તેમનું માનવું છે કે લાઈટ ચાલુ થયા પછી ન જવું જોઈએ નહિ તો મોત નિશ્ચિત છે.

ભાનગઢ કિલ્લો, રાજસ્થાન

એવું કહેવામાં આવે છે કે જુના જમાનામાં એક તાંત્રિકએ આ મહેલ પર કાળું જાદુ કર્યું હતું અને ત્યારથી ભાનગઢ કિલ્લો, ભૂતિયા કિલ્લો થઇ ગયો છે. સુર્યાસ્ત પછી આ કિલ્લામાં લોકોનો પ્રવેશ બંધ છે. આ કિલ્લાની આસપાસ બનેલા ઘરોની છત રહેતી નથી. જો તે છતોને બનાવવામાં આવે, તો પોતાની રીતે તૂટી જાય છે.

ટનલ નંબર ૧૦૩, શિમલા

શિમલા-કાલકા રોડ પર ટનલ નંબર ૧૦૩ ની સ્થિતિ છે. લોકોનું માનવું છે કે ત્યાં ઘણી આત્મા રહે છે. અહિયાં ઘણું અંધારુ રહે છે અને તમને એવું લાગશે કે કોઈ વાત કરી રહ્યું છે. ઘણીવાર લોકોએ અહિયાં મહિલાની આત્માને ટહેલતી જોય છે.

અગ્રસેનની વાવ

આ એક ભયાનક વાવ છે. પૌરાણિક કથાઓમાં પણ એનું વર્ણન છે. કહેવામાં આવે છે કે જયારે તેમાં કાળું પાણી ભરાઈ જાય છે તો આ લોકોને તેમાં મરવા માટે મોહિત કરે છે. અહિયાં સુધી કે આજે પણ અહિયાં લોકો સુર્યાસ્ત પછી નથી જતા.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment