ભારતમાં સૌથી વધુ વેચાતી એન્ટીબાયોટીક દવાનો સુરક્ષિત રીતે અને સમજદારી પૂર્વક ઉપયોગ કઈ રીતે કરવો તેનો સરળ માર્ગ…

32

આ પહેલા અમે તમને એન્ટી બાયોટીક્સદવા વિષે એક પોસ્ટમાં આ દવા કઈ વ્યક્તિઓએ ન લેવી જોઈએ, તથા એન્ટી બાયોટીક્સદવા ક્યારે લેવી જોઈએ અને ક્યારે ન લેવી જોઈએ તેમજ, તેની આકસ્મિક શોધ કઈ રીતે અને કોના દ્વારા થઇ તે વિષે જણાવ્યું હતું.

હવે અમે તમને આ પોસ્ટ દ્વારા એન્ટી બાયોટીક્સ એટલે શું ? એન્ટી બાયોટીક્સ શબ્દઅને તેનો અર્થ, એન્ટીબાયોટીક્સદવા અને તેના ઉપયોગ તથા એન્ટીબાયોટીક્સનીદવાની સાઇડ ઇફેક્ટ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

એન્ટિબાયોટિક એટલે શું ?

એન્ટિબાયોટિક મૂળ ગ્રીક શબ્દ છે, જે એન્ટિ અને બાયોસ સંધિથી બનેલો છે. તેમાં, એન્ટીનોઅર્થ થાય છે વિરોધી અને બાયોસનો અર્થ થાય છેજીવાણું એટલે કે બેક્ટેરિયા.મતલબકે જે બેક્ટેરિયાનો વિરોધ કરેછે કે નાશ કરે છે તે એન્ટી બાયોટીક. તેથી એન્ટિબાયોટિકનો અર્થ બેક્ટેરિયાનો પ્રતિકાર કરવોકે વિરોધ કરવોએવો થાય છે.એન્ટિબાયોટિક બેક્ટેરિયાના વિકાસને અટકાવે છે અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનકે ચેપને અટકાવીને સારવાર શક્ય બનાવે છે. એન્ટિબાયોટિક દવા શરીરને માઇક્રો સજીવોના ચેપથી સુરક્ષિત કરે છે.

એન્ટીબાયોટીક્સને સામાન્ય રીતે એન્ટિબેક્ટેરિયલ પણ કહેવામાં આવે છે. જ્યારે શરીરમાં નકારાત્મક બેક્ટેરિયાનો પ્રભાવ વધે છે, ત્યારે આપણે બીમાર થઈએ છીએ. આવી સ્થિતિમાં, એન્ટિબાયોટિક દવાબેક્ટેરિયલ ચેપનો નાશ કરે છે. સામાન્ય રીતે, દરેક વ્યક્તિના શરીરમાં રોગપ્રતિકારક શક્તિ હોય છે. જેલોહીમાં રહેલસફેદ રક્ત કોષો એટલે કે White Blood Cellsઆ કામ કરે છે.

જો કે, જ્યારે જીવાણુનાશક બેકટેરિયાનોચેપ વધારે પડતો હોય છે, ત્યારે રોગપ્રતિકારક તંત્ર માટે બેક્ટેરિયા સામે લડવું મુશ્કેલ બની જાય છે.તે સમયે એન્ટીબાયોટીક્સ લેવામાં આવે છે. એન્ટિબાયોટિક શબ્દનો સૌપ્રથમ ઉપયોગ સોલમન અબ્રાહમ વેક્સમેને 1942 માં માઇક્રો સજીવ દ્વારા ઉત્પાદિત કરવામાં આવેલ નક્કર પ્રવાહી પદાર્થ માટે કર્યોહતો, જે ઉચ્ચ એકાગ્રતામાં અન્ય સૂક્ષ્મજીવોના વિકાસને અવરોધિત કરી રહ્યો હતો.

સુપરબગ્સનો મુખ્ય હેતુ જોખમ ઘટાડવાનો છે.

પરંતુ છેલ્લા કેટલાક દાયકાઓમાં, બેક્ટેરિયાઓએ એન્ટીબાયોટીક્સ દવાસામે લડવાનું શીખી લીધું છે. એટલે કે, તમે એમકહી શકો છો કે બેક્ટેરિયાએ એવી દવા બનાવી છે જે એન્ટીબાયોટીક્સની અસર ઘટાડે છે. તેને કેટલીક વખત સુપર બગ્સ નામથી પણ ઓળખવામાં આવે છે. આવી પરિસ્થિતિ અત્યંત જોખમી બનેછે અને એન્ટિબાયોટિક દવાકામ કરવાનું બંધ કરે છે. ખરેખર, તે સમયે એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સ એટલેકે એન્ટિબાયોટિક રોગપ્રતિકાર સ્વાસ્થ્ય માટે સૌથી મોટું જોખમ બની શકે છે.

એવું પણ કહેવામાં આવે છે કે તેના કારણે, 2050 સુધીમાં 5 કરોડથી પણ વધુ લોકોના જીવ જઈ શકે શકે છે. આ આંકડો આખાવિશ્વ માટે છે. એન્ટિમાઈક્રોબાયલ રેઝિસ્ટન્સની સમીક્ષા કરતી વખતે બ્રિટીશ સરકારે આ આંકડો રજૂ કર્યો છે. તેથી સ્પષ્ટ થાય છે કે ભવિષ્યમાં જો આ એન્ટીબાયોટીક્સ દવાઓનો સુરક્ષિત રીતે ઉપયોગ કરવામાં નહીં આવે તો એન્ટી બાયોટીક્સ દવાઓ બીન અસરકારક થઇ જશે.

હકીકતમાં, ઘણી વખત લોકો ખોટી એન્ટિબાયોટિક દવા ઓલે છે, જેના કારણે તેમના શરીરમાં એન્ટિબાયોટિક દવાઓ સામે પ્રતિરોધક કે પ્રતિકાર કરનાર બેક્ટેરિયા કે જીવાણું ઉત્પનથવા લાગે છે. અને આબેક્ટેરિયા કે જીવાણું સુપર બગ્સનું સ્વરૂપ ધારણ કરે છે. તેથી, એન્ટીબાયોટિક દવાઓનો ઉપયોગ હંમેશાં નિષ્ણાંત ડોક્ટરની સલાહ સુચન મુજબ સમજદારી પૂવક અને સલામત રીતેકરવો જોઈએ.

વિશ્વ આરોગ્ય સંસ્થા એન્ટીબાયોટીક્સદવાઓનુંવર્ગીકરણ કેવી રીતે કરે છે?

વિશ્વ આરોગ્ય સંસ્થાએ એન્ટીબાયોટીક્સ દવાને ચાર ભાગમાં વર્ગીકૃત કરી છે. તે પ્રથમ એન્ટિબાયોટિકની ઍક્સેસ ધરાવે છે. તેને ઍક્સેસ નામઆપવામાં આવ્યું છે. જ્યારે બીજુ રીઝર્વ એટલે કે અનામત છે. તેમાં એવા એન્ટિબાયોટિકને અનામત કે રીઝર્વ રાખવાના છે જે ઘણા ચેપી રોગોમાં ઉપયોગમાં કામમાં લેવાય છે.એટલે કે, જે વિવિધ પ્રકારનાં ચેપ સામે બચાવકે રક્ષણ માટેએક જપ્રકારની એન્ટિબાયોટિક દવાઓનો ઉપયોગ થાય છે. ત્રીજુ વર્ગીકરણ દેખરેખનામથી ઓળખાય છે.

આ ત્રીજા વર્ગીકરણમાં એવી એન્ટીબાયોટીક્સ દવાઓને જોવાની છે કે જેની એએમઆર પર સૌથી વધારે નકારાત્મક અસર થતી હોય. એટલે કે આવી એન્ટિબાયોટિક દવાઓનો ઉપયોગ કરતી વખતે તેની દેખરેખ રાખવી જરૂરી બને છે. આ એન્ટિબાયોટિક દવાઓનો ઉપયોગ એક ચોક્કસ અને નિશ્ચિત મર્યાદામાં હોવો જોઈએ જેથી તેનીકોઈ આડ અસરો ઉભી ન થાય.

આ વર્ગીકરણ સાથે, લોકોએ એક વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે દરેક નાના મોટા ચેપ માટે એન્ટીબાયોટીક્સ દવાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. આંકડા દર્શાવે છે કે 50 ટકાથી પણ વધુ એન્ટિબાયોટિક દવાનો ઉપયોગ ખોટી રીતે થાય છે. દર વર્ષે એન્ટિબાયોટિક દવાનાપ્રતિકારને કારણે સાત લાખથી પણવધુ મૃત્યુ થાય છે. અને હા, વર્ષ 2050 સુધીમાં આ સંખ્યા 5 કરોડ સુધી પહોંચી જશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment