ભારતનું એક એવું મંદિર કે જ્યાં દીવો નદીના પાણીથી સળગે છે, જાણો મંદિરનું રહસ્ય…

14

ધર્મ અને શ્રધ્ધામાં કેટલાય એવા ચમત્કારો થતા હોય છે જેનાથી ભગવાન ઈશ્વર ગોડ અલ્લાહ જે કહો તે, તેનામાં અતુટ શ્રદ્ધા અનેક ગણી વધી જાય છે. આવો જ એક ચમત્કાર એક દેવી માતાના મંદિરમાં જોવામાં આવે છે. આ મંદિરમાં દીવાને જલતો રાખવા માટે ઘી કે તેલની જરૂર રહેતી નથી. આ ક્રમ આજકાલથી નહિ પણ કેટલાય વર્ષોથી ચાલ્યો આવે છે.

મીડિયા રીપોર્ટના જણાવ્યા અનુસાર મધ્ય પ્રદેશના શાજાપુર જીલ્લામાં ગડીયા ઘાટવાળા માતાજીના નામથી મશહુર આ મંદિર કાલીસિંઘ નદીના કિનારે આગર માળવાના નલખેડા ગામથી લગભગ 15 કિલોમીટર દુર ગાડીયા ગામની પાસે આવેલું છે. એમ કહેવામાં આવે છે કે આ મંદિરમાં છેલ્લા 5 વર્ષથી દીવાની મહા જ્યોત એકધારી સળગતી આવે છે. જો કે, ભારત દેશમાં એવા કેટલાય મંદિરો આવેલા છે જ્યાં આના કરતા પણ વધારે સમયથી દીવો પ્રજવલિત રહેતો આવ્યો છે.પણ આ મંદિરના દીવાના  મહાજ્યોતની વાત કૈક અનોખી અને બીજા મંદિરો કરતા જુદી છે.

આ મંદિરના પૂજારીનું કહેવું એમ છે કે, આ મંદિરમાં જે મહાજ્યોત પ્રગટી રહી છે તેને જલતી રાખવા માટે કોઇપણ પ્રકારના ઘી, તેલ, મીણબત્તી, કેબીજા કોઈ અન્ય ઇંધણની જરૂર પડતી નથી. પણ કુદરતનો કરિશ્મા જુઓ, જેનાથી આગ ઠરે તેવા તેના કટ્ટર દુશ્મન પાણીથી તે પ્રજવલ્લિત રહે છે. આમંદિરના

પુજારી સીધ્ધુસિંહકહે છે કે પહેલા અહિયા હંમેશા તેલનો દીવો જલતો હતો. પણ લગભગ 5 વર્ષ પહેલા તેમે માતાજીએ સ્વપ્ન્નામાં દર્શન આપીને પાણીથી દીવો પ્રગટાવવાનું કહેલ. માતાજીના આદેશ અનુસાર પુજારીએ સવારે ઉઠીને તેમ કરવાનું નક્કી કર્યું.

સવારે ઉઠીને પુજારીએ મંદિરની પાસે વહેતી કાલીસિંઘ નદીમાંથી પાણી ભર્યું અને મંદિરે લાવી દીવામાં ભર્યું. પછી તેણે માચીસની દીવાસળી જલાવીને દીવાની રૂ ની વાટ પાસે લઇ ગયા ત્યાં રૂ ની વાટ સળગવા લાગી. અને જ્યોત પ્રગટી. અચાનક આવું થતા પુજારી પણ ગભરાઈ ગયો. અને લગભગ 2 મહીના સુધી આ વાતની જાણ કોઈને કરી નહિ.

ત્યારબાદ તેણે ગામના લોકોને સપનામાં માતાજીની એક હેલ વાત, અને નદીના પાણીથી દીવો જલતો રહ્યો તે પણ જણાવ્યું. પણ પહેલાતો ગામના લોકો આ વાત માનવા તૈયાર જ નહોતા. પણ જ્યારે પુજારીએ ગામ લોકોની હાજરીમાં ફરીથી નવા દીવામાં નદીનું પાણી નાખી અને દીવાની વાટને પ્રગટાવી તો દીવાની વાટ સામાન્ય રૂપે સળગવા લાગી. ત્યારબાદ આ ચમત્કાર વિશેની વાત ગામમાં ફેલાઈ જતા આ ચમત્કારને જોવા સારી માત્રામાં લોકો ભેગા થવા લાગ્યા.

જો કે એક ખાસ વાત એ છે કે ચોમાસાની ઋતુમાં નદીના પાણીથી જલતો આ દીવો જલતો નથી. હકીકતમાં, વરસાદની ઋતુમાં કાલી સિંઘ નદીમાં પાણીનું સ્તર વધી જવાથી આ મંદિર પાણીમાં ડૂબી જાય છે. પણ શારદીય નવરાત્રીના પ્રથમ દિવસ એટલે કે પડવાના દિવસથી ફરીથી રાબેતા મુજબ નદીના જલથી દીવો જલતો રાખવામાં આવે છે. જે બીજા વર્ષે ચોમાસાની ઋતુ શરુ થાય ત્યાં સુધી લગાતાર પ્રજ્વલ્લિત રહે છે. એમ કહેવામાં આવે છે કે આ મંદિરમાં રાખવામાં આવેલ દીવામાં જ્યારે પાણી નાખવામાં આવે છે ત્યારે તે પાણી ચીકાસવાળા પદાર્થમાં ફેરવાય જાય છે.અને દીવો સળગી ઉઠે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment