ભારતમાં આવેલા આ ગામને ઠીંગણાઓના ગામ તરીકે શું કરવા ઓળખાય છે ? ચાલો વિગતવાર જાણીએ..

60

હમણાના દિવસોમાં ફિલ્મ ઝીરોમાં શાહરુખ ખાનનું બઉવાનું પાત્ર જોયા બાદ લોકોમાં બઉવા લોકો વિશે જાણવાની ઈચ્છા ખુબ વધતી જાય છે. આજે અમે તમને એક એવા સ્થળ વિશે કહેવા જઈ રહ્યા છીએ જ્યાં બધા લોકો બઉવા જ છે, એટલે કે બઉવા જેવા જ ઠીંગણા લોકો.

હકીકતમાં, ભારતના આસામમાં ઠીંગણા લોકોનું અનોખુ જ ગામ છે. ઠીંગણા લોકોના ગામને અમાર ગામ એટલે કે અમારું ગામ પણ કહેવામાં આવે છે. બાળપણમાં તમે લીલીપુટ અઈલેન્ડને ચોપડીઓમાં તો વાચ્યું જ હશે. ભારત અને ભૂતાનની સીમાથી લગભગ ૩ કે ૪ કિલોમીટર પહેલા અમાર નામના આ ગામમાં ૭૦ લોકો રહે છે. બીજા ગામના લોકો આને ઠીંગણા લોકોનું ગામ કહે છે અને ગામને વસાવનારા પવિત્ર રાભાને ઠીંગણા લોકોનો સરદાર માનવામાં આવે છે. અમારમાં કોઈપણ વ્યક્તિની ઉચાઇ સાડા ત્રણ ફૂટથી વધારે નથી. અહિયાં કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છાથી રહેવા આવ્યું છે તો કોઈને એનો પરિવાર છોડીને ગયો છે.

અમાર ગામના લોકોનું કદ ભલે નાનું હોય પરંતુ એમની વિચાર અને ઈરાદા પહાડ જેટલા ઊંચા છે. આહીયાના આ લોકો ઠીંગણા લોકો દિવસમાં ખેતી કરે છે અને સાંજે રંગમંચના કલાકાર તરીકે નજરે આવે છે અને શરૂ થઇ જાય છે નાટકનો ભાગ. આ ગામ દુનીયામાં હોવા છતાં દુનિયાથી અલગ છે. આજુબાજુના લોકો જયારે અહિયા આવે છે તો નાના કદના આ નાટક મંડળીના નાટક જોઈને લોકો ખુબ જ વખાણ પણ કરે છે. આખા ગામમાં બે માળના લાકડીથી બનેલા મકાન છે, જેમાં આ લોકો રહે છે.

આ ગામને વસાવવા પાછળની કહાની પણ રસપ્રદ છે. કહેવામાં આવે છે કે અમાર ગામને ૨૦૧૧માં ઠીંગણા લોકોના સરદાર પવિત્ર રાભાએ વસાવ્યું હતું. રાભા નેશનલ સ્કુલ ઓફ ડ્રામામાંથી નીકળેલ રંગમંચ કલાકાર છે. આ એજ સંસ્થા છે જેમાં ઓમપુરી, ઈરફાન ખાન, નાવાજુદ્દીન સિદ્દીકી જેવા જ કેટલાય કલાકાર બોલીવૂડને આપ્યા છે.

પ્રવિત્ર રાભાએ એન એસ ડી થી નીકળ્યા પછી રંગ મંચને મહત્વ આપવાનું વિચાર્યું અને એમણે આ નાના કદના લોકોને કલાકાર બનાવાનો નિર્ણય લીધો. શરૂઆતમાં ત્યાંના સ્થાનિક લોકોએ રાભા અને તેના જેવા બીજા લોકોનો મજાક કર્યો હતો. કોઈકે કહ્યું કે ઠીંગણાઓનો દેશ, તો કોઈકે કહ્યું કે ઠીંગણાઓની મંડળી, પણ રાભાએ આ લોકોનો વિશ્વાસ વધાર્યો અને હિમંત આપી એના જેવા બીજા લોકોને કલાકાર બનાવ્યા.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment