ભારતમાં 50 ટકા લોકોને ખબર નથી કે તેમને ડાયાબીટીસ છે, શું તમે પણ એમાંથી એક નથી ને..? વાંચો આ પૂરી માહિતી…

29

ડાયાબીટીસ અથવા મધુમેહ એક એવી બીમારી છે. જેના કારણે લોહીમાં શુગરનું પ્રમાણ વધી જાય છે. અમેરિકામાં નેત્રહીનતાની ત્રીજું મોટું કારણ પણ આજ બીમારી છે. અમુક દશકા પહેલા સુધી આપના દેશમાં આ બીમારી ઉંમર સાથે વધતી હતી. પરંતુ હવે આ લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલી બીમારીનું રૂપ લઇ ચુકી છે. હવે બાળકો અને યુવા પણ તેનો શિકાર થઇ રહ્યા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આપના દેશમાં આ બીમારીથી પીડિત અડધા લોકોએ એ ખબર નથી કે તેમને આ બીમારી છે. જેમને ખબર છે, એમાંથી પણ અડધા એટલે કુલ પીડિતોમાંથી એક ચોથાઈ લોકોને જ તેનું નિદાન મળી શકે છે. મધુમેહ પીડિતો પર થયેલ એક શોધથી એ ખબર પડી કે ૧૫ થી ૪૯ આયુ વર્ગના લોકોમાંથી અડધા લોકો જ આ બીમારી વિશે જાણે છે. માત્ર એક ચોથાઈ લોકોને જ તેનું નિદાન મળી શકે છે અને તેમનું બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે.

ઘણીવાર તેના વિશે શોધ કરવામાં એટલી વાર લાગી જાય છે કે લોકોની દ્રષ્ટિ જતી રહે છે. એના કારણે ઘણાના અંગ ખરાબ થઇ જાય છે તો ઘણાની કીડની ખરાબ થઇ જાય છે. એક શોધ પત્રિકા બીએમસીમાં પણ પ્રકાશીત અભ્યાસના પરિણામમાં જણાવામાં આવ્યું કે મધુમેહ મટાડવા માટે સૌથી પહેલા લોકોને તેના વિશે જાણકારી હોવી જરૂરી છે. પરંતુ તેનાથી પીડિત ૪૭.૫ ટકા લોકોને પોતાની બીમારી વિશે ખબર હોતી નથી, જેના કારણે તેમનું નિદાન થઇ શકતું નથી.

શોધના પ્રમુખ બિંદુ

શોધમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય તથા પરિવાર સર્વેક્ષણના વર્ષ ૨૦૧૫-૧૬ ના આકડાનો ઉપયોગ

૨૯ રાજ્યો તથા ૭ કેન્દ્ર શાસિત પ્રદેશોનો ૧૫-૪૯ વર્ષના લગભગ ૭.૨ લાખ લોકો શામેલ

શોધકર્તાઓએ જાણ્યું કે ૫૨.૫ ટકા પીડિતો ને જ ખબર છે કે તેમને ડાયાબીટીસ છે.

લગભગ ૪૦.૫ ટકા લોકોએ જણાવ્યું કે ડાયાબીટીસ કંટ્રોલ માટે દવા લઇ રહ્યા છે.

કુલ પીડીતોમાંથી માત્ર ૨૪.8 ટકા લોકોનું ડાયાબીટીસ કંટ્રોલમાં જોવા મળ્યું છે.

દવાથી ૨૦.8 ટકા પુરુષો અને ૨૯.૬ ટકા મહિલાઓનું ડાયાબીટીસ કંટ્રોલમાં છે.

લગભગ અડધા ડાયાબીટીસ પીડિતોને પોતાના હાઈ બ્લડ શુગર લેવેલની જાણકારી નથી.

ડાયાબીટીસ વિશે ન જાણતા લોકોની સંખ્યા ગોવા અને આંધ્રપ્રદેશમાં સૌથી વધુ.

ઉત્તર પ્રદેશમાં ડાયાબીટીસના દર્દી ઓછા પરંતુ નિદાન ન મેળવનાર વધુ.

ઘણા અભ્યાસો પણ ચોકાવી ઉઠે છે.

પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, મદ્રાસ ડાયાબીટીસ રીચર્સ ફાઉન્ડેશન સહીત અન્ય સંસ્થાઓના અભ્યાસમાં પણ આ ખુલાસો થયો છે કે દેશમાં ડાયાબીટીસના ૭૫ ટકાથી વધુ દર્દીમાં શુગર નિયંત્રણમાં નથી. ત્યારેજ, લગભગ અડધા દર્દીઓને આ વાતની જાણકારી નથી હોતી કે તેમને ડાયાબીટીસ છે.

આંતરરાષ્ટ્રીય ડાયાબીટીસ ફેડરેશનની રીપોર્ટ મુજબ, 8.8 ટકા ભારતીય ડાયાબીટીસથી પીડાય છે. દેશની ૧૨૫ કરોડની વસ્તીમાંથી લગભગ ૧૧.૫ કરોડ લોકો આ બીમારીથી પીડાય છે. એટલે કે ચીન પછી સૌથી વધુ ડાયાબીટીસ પીડિતો ભારતમાં જ છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રીચર્સની રીપોર્ટ મુજબ, ડાયાબીટીસ અને ડીલીપીડીમીયા, હાઈપરટેન્શન, મોટાપા જેવી અન્ય બીમારીઓ સાર્વજનિક સ્વાસ્થ્ય પર ખુબ જ વધુ અને સતત વધતા ભાર બની રહ્યા છે.

તેની શોધમાં જાણવા મળ્યું કે હકીકતમાં સરેરાશ ભારતીયોની જીવનશૈલી ઘણી બદલી ચુકી છે. લોકો ઘરનું ખાવાની જગ્યાએ બારનું વધુ ખાય છે. આ ફેરફારોના કારણે સમાજમાં મોટાપામાં વધારો થઇ રહ્યો છે. વર્તમાનમાં ડાયાબીટીસ દર્દીઓની સંખ્યા વધવાનું કારણ મોટાપા છે.

ત્રણ પ્રકારના ડાયાબીટીસમાં વધુમાં વધુ ભારતીય ટાઈપ-૨ ના દર્દી

ડાયાબીટીસ ત્રણ પ્રકારના થાય છે. જો કે મોટાભાગે ભારતીય ટાઈપ-૨ ડાયાબીટીસથી પીડિત હોય છે. ૯૦ ટકા દર્દી આ શ્રેણીમાં આવે છે.

ટાઈપ-૧ ડાયાબીટીસ

આ ડાયાબીટીસ બાળપણ અથવા કિશોર અવસ્થામાં અચાનક ઇન્સુલીનના ઉત્પાદનની ઉણપ થવાના કારણે થાય છે. આવું કોઈ એન્ટીબોડીજના કારણે બીટા સેલ્સનું કામ કરવાનું બંધ થવાના કારણે થાય છે. શરીરમાં ગ્લૂકોજનું વધેલું પ્રમાણ ઓછું કરવા માટે ઇન્સુલીનનાઇન્જેક્શનની જરૂર પડે છે. તેના દર્દી ઘણા ઓછા હોય છે. ઇન્સુલીન એ એન્જાઈમ છે જે શરીરની અંદર ભોજન તોડીને ઉર્જામાં રૂપાંતર કરે છે.

ટાઈપ-૨ ડાયાબીટીસ

આ ડાયાબીટીસ સામાન્ય રીતે ૩૦ વર્ષની ઉંમર પછી ધીમે ધીમે વધવાવાળી બીમારી છે. મોટાભાગે ભારતીય આનાથી જ પીડાય છે. એમાં મોટાભાગે લોકોનું વજન સામાન્ય કરતા વધુ હોય છે અથવા તો એમને પેટના મોટાપાની તકલીફ હોય છે. ઘણીવાર આ આનુંવશિક હોય છે, તો ઘણી બાબતમાં ખરાબ જીવનશૈલી સાથે સંબંધિત હોય છે. એમાં ઇન્સુલીન ઓછા પ્રમાણમાં બંને છે અથવા તો સ્વાદુપિંડ સારી રીતે કામ કરતુ નથી હોતું.

જેસ્ટેશનલ ડાયાબીટીસ

તે ગર્ભવતી મહિલા જેને પહેલા ક્યારે પણ ડાયાબીટીસની તકલીફ ન થઇ હોય, તેને આ વધુ થાય છે. પ્રેગનેન્સી દરમિયાન લોહીમાં ગુલ્કોજનું પ્રમાણ જરૂરત કરતા વધુ હોવાના કારણે આવું થાય છે.

સામાન્ય ન ગણો, દવાઓ એકમાત્ર ઈલાજ નથી, કાળજી રાખો

ડોક્ટરનું માનીએ તો ડાયાબીટીસમાં થાક અને તરસ જેવા લક્ષણ હોય છે, જેનાથી તરત જ કોઈ બીમારી વિશે ખબર પડતી નથી. બીજા દેશોની જેમ ભારતમાં નિયમિત ચેકપ થઇ શકતું નથી. કારણે કે આપણા દેશમાં ટેસ્ટ કરવા માટે પૂરતા મશીનો અને ન તો નિદાન માટે પુરતી દવાઓ છે.

આખી દુનિયામાં લગભગ ૩૫ કરોડ લોકો મધુમેહના શિકાર છે. ચીનમાં ડાયાબીટીસના લગભગ ૯.૫૦ કરોડ કેસ શામેલ છે. આ બીમારીને ધ્યાનમાં ન લેવી જોખમી છે, કેમ કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ડબ્લ્યુએચઓ મુજબ ૨૦૩૦ સુધીમાં ડાયાબીટીસ લોકોનું સાતમું સૌથી મોટું કારણ હશે.

ડાયાબીટીસથી બચવા માટેના ઉપાયો

એક રીસર્ચ મુજબ દરોરજ ૩૦ થી ૪૫ મિનીટનું વર્કઆઉટ ડાયાબીટીસ થવાના જોખમ ને ઘણું ઓછું કરી નાખે છે.

વધુ શુગર અને પોસેસ્ડ અનાજ જેવા કે નાન, કુલ્ચા, નુડલ્સ અને મેંદાથી બનેલી બ્રેડ ન ખાવ.

બટાકા, સફેદ ચોખા, વધુ મસાલા તથા તળેલું ખાવાનું ટાળો.

તનાવથી દુર રહો. માનસિક રૂપથી પોતાને શાંત અને સ્વસ્થ્ય રાખવાનો પ્રયત્ન કરો.

ડાયાબીટીસથી પીડિત છો તો…

સવારે વહેલા ઉઠો અને વ્યાયામ કરો.

વર્કઆઉટમાં સાઈકલીંગ, સ્વીમીંગ અને યોગને શામેલ કરો.

ડાયાબીટીસ તથા હાર્ટની દવાઓ ક્યારે પણ બંધ ન કરો.

ચાલીસ ઉંમર વટાવ્યા પછી શુગર અને લીપીડ પ્રોફાઈલની તપાસ કરાવો.

કીડની ફંક્શન ટેસ્ટ અને લીવર ફંક્શન ટેસ્ટ પણ કરાવો.

ટીએમટી અને રેટીનાની તપાસ કરાવો, એવું લાગે તો વહેલીતકે ડોક્ટરની મુલાકાત લો.

ખાવાપીવામાં ધ્યાન રાખો

સરળતાથી પચે એવો ખોરાક લો.

મોસમી અને રસદાર ફળ ખાવ, ડ્રાય ફ્રુટ્સ પણ લો.

નવસેકું પાણી, છાસનું સેવન કરો.

ડાયાબીટીસના દર્દીને દિવસમાં ઊંઘવું અને મળ મૂત્ર વગેરે રોકવું ન જોઈએ.

નોનવેજ, દારૂ અને સિગારેટથી દુર રહો.

વધુમાં વધુ પાણી પીવો, લીંબુ પાણી પણ પીવો.

આ વસ્તુથી દુર રહો

વાસી ભોજન, બંધ ડબ્બામાં રહેલો ખોરાક, ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, વધુ મસાલાવાળું ભોજન વગેરે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment