ભારત ઇચ્છતું હતું કે વાયુ સેનાના સ્પેશિયલ વિમાનથી વિંગ કમાન્ડર અભિનંદનની વતન વાપસી થાય, પણ પાકિસ્તાને નકાર્યું…

68

પાકિસ્તાનના લડાકુ વિમાન એફ 16ને માર્યા બાદ પાકિસ્તાનના કબજામાં જવાવાળા ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનની વતન પરત આવશે. અભિનંદનની વાપસી ભારત વાયુસેનાના વિશેષ વિમાનથી કરવા ઇચ્છતું  હતું, પણ પાકિસ્તાને તેને ના પાડી દીધી છે. પાકિસ્તાન ઈચ્છે છે કે વિંગ કમાન્ડર પાયલટ અભિનંદન વાઘા બોર્ડર દ્વારા ભારત આવે. જયારે, જણાવવામાં આવી રહ્યું છે કે અભિનંદનની હવાઈ માર્ગ દ્વારા ભારતીય વાયુસેનાના એક વિશેષ વિમાનની વ્યવસ્થા કરવામાં આવી હતી.  પણ પાકિસ્તાની હકૂમતે ભારતના આ પ્રસ્તાવને માનવાથી ના પડી દીધી.

સુત્રોના જણાવ્યા અનુસાર ભારતીય વાયુસેનાના પ્લેનથી અભિનંદનને લાવવા માંગતા હતા ભારત, પણ પાકિસ્તાન ઈચ્છે છે કે અભિનંદનની વતન વાપસી વાઘા બોર્ડરના રસ્તા માર્ગે જ થાય. આજ કારણ છે કે અભિનંદનને પ્લેનથી મોકલવાનો પાકિસ્તાને ના પડી દીધી. જણાવી દઈએ કે વાઘા બોર્ડર પર અભિનંદનની વાપસી માટે હજારો લોકો રાહ જોઈ રહ્યા છે. અહિયાં ભારતીઓમાં જોશ જોવા મળી રહ્યો છે., એટલું જ નહિ વાઘા બોર્ડર પર અભિનંદનના માતા પિતા પણ પહોચી ચુક્યા છે.

પહેલા બીટિંગ સ્ટ્રેટ સેરેમની દ્વારા અભિનંદનની વાપસી થવાની હતી પણ હાલમાં સુત્રોના જણાવ્યા અનુસાર સુરક્ષાને ધ્યાનમાં રાખી બીટિંગ સ્ટ્રેટ સેરેમની આજે રદ કરવામાં આવી છે. હા પણ પહેલા ખબર હતી કે અભિનંદનની વાપસી સાંજે ૩ થી 4 વાગ્યાની વચ્ચે ઠાસ. વાઘા બોર્ડર પર અભિનંદનને રીસીવ કરવા માટે ભારતીય વાયુસેનાના અધિકારી પહોચી ચુક્યા છે.

નોંધપાત્ર છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે થઇ રહેલા તણાવની વચ્ચે પાકિસ્તાનના પીએમ ઇમરાનખાને ગુરુવારે એલાન કર્યું હતું કે વિંગ કમાન્ડર અભિનંદનને પાકિસ્તાન શુક્રવારે છોડી દેશે. માનવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાને વૈશ્વિક દબાવની વચ્ચે આ નિર્ણય લીધો છે.

હકીકતમાં, પાકિસ્તાન તરફ થી કમાન્ડર અભિનંદનને છોડવાનું એલાન કર્યું છે. પાકિસ્તાનનું આ પગલું બંને દેશ વચ્ચેના તણાવને ઘણા હદ સુધી ઓછો કરશે. નવી દિલ્લીમાં ભારતીય થલ સેના, વાયુસેના, અને નૈસેનાના ઉપરી અધિકારીઓની એક સયુક્ત મીડિયા બ્રેકમાં જણાવ્યું છે કે સશસ્ત્ર બાદ કોઈ પણ સુરક્ષા ચુનોતીને પહોચી વળવા માટે હાઈ એલર્ટ છે, હા પણ તેઓએ આ વિશે કઈ ચોખ્ખો જવાબ ના આપ્યો કે અભિનંદનને મુક્ત કરવા માટે પાકિસ્તાનને શું તણાવ ઘટવાના રૂપમાં જોવામાં આવી રહ્યું છે. વિંગ કમાન્ડર અભિનંદનને આજે પાકિસ્તાન વાઘા બોર્ડર દ્વારા ભારતને સોપશે, જેના માટે ભારત દ્વારા એક પ્રતિનિધિ મંડળ જશે. ભારતીય વાયુસેનાનું એક પ્રતિનિધિ મંડળ શુક્રવારે વિંગ કમાન્ડર અભિનંદનને વાઘા સીમા લાવવામાં આવશે. હા પણ, હજુ સુધી એ સ્પષટ નથી કે પાકિસ્તાન અભિનંદનને પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસને સોપશે અથવા ભારતીય અધિકારીઓને.

26 ફેબ્રુઆરીએ જેશે આતંકી કેમ્પ પર ભારતની કાર્યવાહી બાદ 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાનને પલટવાર કરવાની નાપાક પ્રયત્ન કર્યો હતો, ત્યાર બાદ ભારતીય વાયુસેનાએ વળતો પ્રહાર કર્યો અને તેના નાપાક ઈરાદાઓ પર પાણી ફેરવી દીધું, પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર ભારત દ્વારા કરવામાં આવેલા એર સ્ટ્રાઈકની પ્રતીક્રીયા દ્વારા પાકિસ્તાની વિમાનોએ ભારતીય સીમમાં ઘુસપેઠ કરવાનો પ્રય્તન કર્યો, જેને ખસેડવા માટે ભારતીય વાયુ સેનાના મીગ 21 વિમાનના પાકિસ્તાનના એક 16 લડાકુ વિમાનને મારી નાખ્યું. હા પણ, આ દરમિયાન વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનની સીમમાં ચાલ્યા ગયા, જ્યાં તેને 27 ફેબ્રુઆરીએ પકડમાં લીધા.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment