ભાણેજ સમારા સાથે ઋષિ કપૂર, સોશિયલ મીડિયા પર વાયરલ છે આ ફોટો…

11

બોલીવૂડ સેલિબ્રિટી ઋષિ કપૂર પોતાની ફેમેલી સાથે ઘણા નજીક છે. ખાસ કરીને પોતાના બાળકો રણબીર કપૂર અને રિદ્ધિમા કપૂર સાથે. હમણાંના દિવસોમાં ઋષિ કપૂર ન્યૂ યોર્કમાં પોતાનો ઈલાજ કરાવી રહ્યા છે. રણબીર કપૂર અને રિદ્ધિમા કપૂર એમને મળવા માટે ત્યાં જતા હોય છે. ઋષિ કપૂર સાથે ટાઈમ સ્પેન્ડ કરે છે. એમના ક્વોલીટી ટાઈમના ઘણા ફોટાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. હવે ઋષિ કપૂરનો એક ફોટો સોશિયલ પર છવાયેલ છે.

ફોટામાં ઋષિ કપૂર ભાણકી સમારા સાથે દેખાય રહ્યા છે. ફોટામાં બંનેના ચહેરા પર સ્માઈલ જોતા જ આવે છે. આ ફોટો સમારાના બર્થડેની લાગી રહી છે. ફોટો રિદ્ધિમા કપૂરે પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. રિદ્ધિમાએ ફોટા પર હાર્ટની ઈમોજી પણ બનાવ્યું છે. ભાણકી સાથે ઋષિનો આ જુનો ફોટો સોશિયલ મીડિયા પર છવાયેલ છે.

તમને જણાવી દઈએ કે ઋષિ કપૂર લાંબા સમયથી અમેરિકામાં પોતાની બીમારીનો ઈલાજ કરાવી રહ્યા છે. જો કે ઋષિ કપૂરને શું બીમારી થઇ છે, એનો કોઈ ખુલ્લાસો થયો નથી. હાલમાં જ એવી ખબર આવી હતી કે માર્ચ મહિનાના આખિરમાં મુંબઈમાં વાપસી થશે. પરંતુ આ સમાચાર માત્ર એક અફવા સાબિત થઇ.

ઋષિ કપૂરને મળવા માટે હજુ સુધીમાં બોલીવૂડના ઘણા સ્ટાર જઈ ચુક્યા છે. એમાં પ્રિયંકા ચોપડા, અનુપમ ખેર, શાહરૂખ ખાન, આમીર ખાનનું નામ શામેલ છે. ન્યૂયરના દિવસે આખું ફેમેલી ઋષિ કપૂર પાસે પહોંચ્યુ હતું. એમાં એક્ટર્સ આલિયા ભટ્ટ પણ શામેલ હતી. ન્યૂ યરના ઘણા ફોટો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment