કઈક અલગ જ “ભાઈ બહેન” બંનેને એવી બીમારી છે, કે ડોકટરો પણ વિચારમાં પડી જાય છે, જુઓ તમે તમને પણ નવીન લાગશે…

6

દેશમાં એક એવો પણ કેસ સામે આવ્યો છે, જેને ડોકટરો પણ જોતા જ રહી ગયા છે. બે ભાઈ બહેન સામે આવ્યા છે, જેમને એવી બીમારી છે જે જોવે તે જોતા જ રહી જાય છે. પંજાબના જાલંધરમાં આ બાબત સામે આવી છે. માતાપિતા પણ હેરાન થઇ ગયા છે અને ડોકટરોને પણ આ બીમારી સમજાતી નથી.

બસ્તી બાવાના રહેનારા મયંક અને દિશા. સાડા ત્રણ વર્ષ મયંકની ઉંમર અને સાડા ચાર વર્ષ દિશાની ઉંમર. તકલીફ એ છે કે બંને સતત પોતાનું નાક ખંજવાળતા રહે છે. સ્થિતિ એવી છે કે બંનેએ પોતાના નાકને ખંજવાળી ખંજવાળીને ઈજા કરી નાખી છે. પહેલી ઈજા મટતી નથી કે બીજી ઈજા કરી નાખે છે.

સ્થિતિ એવી છે કે માતાપિતાએ બંનેના હાથ બાંધીને રાખવા પડે છે. જો એવું ન કરે તો પાછા ખંજવાળવા લાગે છે. એક ફેક્ટરીમાં કામ કરનારા પિતા બંનેને ઘણા ડોકટરો પાસે બતાવી ચુક્યા છે, પરંતુ નાક ખંજવાળવાનું કારણ સામે નથી આવતું.

પિજિઆઇના ડોક્ટરોએ આ કેસને રેયર દીજીજની કેટેગરીમાં રાખ્યો છે. ડોક્ટર અભ્યાસ કરી રહ્યા છે કે શું ક્યારે પણ કોઈને આવી બીમારી થઇ છે. પિજિઆઇની ડોક્ટર અનુરાધા કુમારી કહે છે, આ બાળકોના ચહેરા પર ભવિષ્યમાં પ્લાસ્ટિક સર્જરી કરવી પડશે. તેમના જીન્સનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે અને આ પ્રોસેસમાં અજી ઘણા દિવસો લાગશે.

ડોક્ટર અનુરાધા કુમારી કહે છે કે આ એક એવી બીમારી છે, જે પહેલા ક્યારે પણ જોવામાં નથી આવી. આ પેન ઇન સેન્સેટીવીટી સિન્ડ્રોમ જેવી દેખાય રહી છે, જેમાં પીડા અનુભવાતી નથી, શોધ ચાલુ છે ટુક સમયમાં ખબર પડી જશે.

બાળકોના પિતા દિલીપ કુમાર કહે છે, દિશા થોડાક મહિનાની હતી ત્યારે તેની નાકની પાસે ખીલ નીકળી આવ્યો. તેણે તેને ખંજવાળીને છોલી નાખ્યો, પણ તેને દુખાવો ન થયો. ડોક્ટર પાસે લઇ ગયા તો તેમણે મલમ લગાડવા આપ્યો, પરંતુ ઈજા ન મટી. પછી નાક પાસેની ચામડી ઉખડવા લાગી.

દિલીપે જણાવ્યું કે દીકરો મયંક જન્મ્યો તે પછી થોડાક મહિનામાં તેને પણ આ બીમારી લાગી ગઈ. બાળકોની માં રાધા કહે છે, બાળકોને ના પાડે છે, પરંતુ તે માનતા નથી. એવું કરવાનું કોઈ કારણ પણ તે નથી જાણી શકતા. નિદાન કરવાની પાછળ ૫ વર્ષનું પીએફ પણ ખર્ચી ચુક્યો છું. હવે ઉધાર લેવા પડે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment