ભગવાન ભાવના ભૂખ્યા છે ભોજનના નહિ, જેથી તેમની માનસ પૂજાનું સવિશેષ મહત્વ છે…

17

સંતો મહંતો અને મહાત્માઓનું કહેવું છે કે ભગવાન ભાવના ભૂખ્યા છે. તેઓ તમારા પ્રેમ ભાવથી પીગળી જાય છે નહિ કે બત્રીસ જાતના ભોજનના થાળ ધરવાથી. ભગવાન ભાવના ભૂખ્યા હોવાથી તેની માનસ પૂજાનું મહત્વ ખુબજ ઊંચું આંકવામાં આવ્યું છે.

માણસ પૂજા કરવા માટે ભગવાનનો સાધક તેમના આરાધ્ય દેવનેપોતાના મુખ પૃષ્ઠમાં કલ્પિત મણીઓથી જડેલ સિહાસન પર બિરાજમાન થવા અનુરોધ કરે છે, ગંગાજળથી સ્નાન કરાવે છે અને કામધેનું ગાયના દુધથી પંચામૃત તૈયાર કરે છે.

પૃથ્વી રૂપી ગંધ, કુબેરની પુષ્પ વાટિકાના કમલ પુષ્પોની પસંદગી, ભક્તિ ભાવથી ધૂપ, દીપ અને અમૃતરૂપી નૈવેદ્ય તેને અર્પણ કરે છે. માણસ પૂજાનું આસ્વરૂપ ત્રણેય લોકની દરેક વસ્તુઓ પરમાત્માના ચરણોમાં પ્રેમ ભાવથી અને ભક્તિ ભાવથી અર્પણ કરે છે. તેમાં જેટલો પણ સમય લાગે ભગવાનનો ભક્ત ભગવાનના સંપર્કમાં રહે છે.

માણસ પૂજામાં ભક્ત તેના આરાધ્ય દેવ માટે પૂજા કરવાના સાધનોની મનમાંને મનમાં માનસિક કલ્પના કરીને તેની માનસ પૂજા કરે છે.

ભગવાનનો ભક્ત પોતાના આરાધ્ય દેવને માનસિક રીતે તેમને વસ્ત્ર અને આભુષણ પહેરાવે છે, ચંદન લગાવે છે, અલગ અલગ પ્રકારની માળાઓ પહેરાવે છે, ધૂપ દીપ કરે છે અને વૈવેદ્ય પણ ધરાવે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment