ભગવાન વિષ્ણુના ધામ બદ્રીનાથમાં રહેલો આ છોડ કરે છે ચમત્કાર, રીસર્ચ કર્યા પછી વૈજ્ઞાનિક પણ હેરાન, ચમત્કાર જાણીને તમે પણ હેરાન થઇ જશો…

20

કરોડો લોકોની આસ્થા સાથે જોડાયેલ બદ્રીનાથ ધામમાં ઉગનારા આ છોડે વિજ્ઞાન જગતને પણ હેરાનમાં પાડી દીધું છે. રીસર્ચ બાદ આવેલા પરિણામો ખુબ જ ચોકાવનારા છે.

વૈજ્ઞાનિક તો ફક્ત એટલું જાણી રહ્યા હતા કે ગ્લોબલ વોર્મિંગ અને જળવાયું પરિવર્તનના દુષ્પ્રભાવોનું શું બદ્રી તુલસી પર અસર પડશે? પણ પરિણામોએ તેને ચોકાવી દીધા.

જેમાં ખબર પડી કે હજારો વર્ષ પહેલા હિમાલયની બર્ફીલી પહાડીઓમાં ઉપજી અને ઠંડા વાતાવરણમાં રહેવાથી બદ્રી તુલસી વધારે કાર્બન શોષસે. એટલું જ નહિ પરંતુ તાપમાન વધવા પર તે ખુબ જ બળવતી થઇ જશે.

જણાવી દઈએ કે ચારધામ આવવાવાળા યાત્રાળુઓ અને શ્રદ્ધાળુઓ બદ્રી તુલસીને પ્રસાદીના રૂપમાં પોતાના ઘરે લઇ જાય છે. ક્ષેત્રિય લોકોએ તેને ભગવાન બદ્રી વિશાળને સમર્પિત કરી દીધું છે. કોઈ પણ તેના છોડને નુકશાન નથી પહોચાડતું. શ્રદ્ધાળુઓ ફક્ત તેને પ્રસાદ માટે તોડે છે.

બદ્રી તુલસી એટલા મોટા પ્રમાણમાં ફક્ત બદ્રીનાથ ધામમાં જ મળે છે. પુરાણોમાં ઓષધિય ગુણોનું ખુબ વખાણ કરવામાં આવ્યા છે. લોકો તેની ચા પણ પીવે છે. પણ જળવાયું પરિવર્તનથી પેદા થઇ રહેલા નવા વાતાવરણમાં તેના અનુ ગુણ પણ ઉજાગર થયા છે.

જળવાયું પરિવર્તનોના દુષ્પ્રભાવથી જડીબુટ્ટીના સરક્ષણ માટે તૈયાર કરવામાં આવી રહેલા ડેટા બેઝ દ્વારા પહેલીવાર વૈજ્ઞાનિકોએ બદ્રી તુલસી પર પરીક્ષણ કર્યું. તેમાં જળવાયું પરિવર્તનની સરખામણી કરવાની અદભુત ક્ષમતા મેળવવામાં આવી.

વન અનુસંધાન સંસ્થાન (એફઆરઆઇ) ની ઇકોલોજી, કલાઇમેટ ચેન્જ અને ફોરેસ્ટ ઇન્ફસુએન્સ ડિવિઝને પોતાના ઓપન ટોપ ચેમ્બરમાં તેના પર પરીક્ષણ કરવામાં આવ્યું. તેમાં જાણવામાં આવ્યું કે સામાન્ય તુલસી અને અન્ય છોડોથી તેમાં કાર્બન સોશવાની ક્ષમતા 12% વધારે છે. તાપમાન વધારે વધવાથી તેની ક્ષમતા 22 ટકા વધારે વધી જશે. તેનો છોડ 5-6 ફૂટ લાંબો થઇ શકે છે. છોડ છત્રી જેવું મુખ બનાવી લે છે, જેનાથી તે વધારે કાર્બન શોષી લે છે.

આ બીમારીઓમાં ફાયદાકારક

ચામડીના રોગો, ડાયરિયા, ડાયાબીટીસ, ઘાવ, વાળ ખરવા, માથાનો દુઃખાવો, ઇન્ફ્લુંએન્જા, ફંગલ સંક્રમણ, તાવ, કફ-ઉધરસ, બેકટરીયલ સંક્રમણ વગેરે.

બદ્રી તુલસીમાં જળવાયું પરિવર્તનના દુષપ્રભાવોની સરખામણીએ અદભુત ક્ષમતા છે. રીસર્ચના પરિણામથી એ સાબિત થઇ ગયું છે. તે વધારે કાર્બન શોષે છે અને તાપમાન વધવા પર તેની ક્ષમતા વધારે વધસે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment