તમે પણ આજે જ બનાવો બેસનના લાડુ, અમારી આ રેસિપી જોઇને…

40

મહેમાનો માટે ઘરમાં જ બનાવો બેસનના લાડુ. ઘરમાં જયારે કોઈ તહેવાર આવે છે અથવા ઘરમાં કોઈ પૂજા હોય તો તે વગર મીઠાઈની નથી હોતી. એવામાં આપને માર્કેટ જઈએ છીએ અને ખરીદીને લાવીએ છીએ. પણ ક્યારેક એવું પણ થાય છે કે આપણે પહોચીએ અને એ મીઠાઈ ખત્મ થઇ જાય તો બીજી મીઠાઈ લેવી પડે છે. એવામાં આપણે તે મીઠાઈને ઘરે બનાવવાનું શીખી લઈએ  જેનાથી ગમે ત્યારે ગમે તે સમયે આ મીઠાઈઓ આપણે બનાવી શકીએ છીએ.

તો ચાલો જોઈએ કે આને કેવી રીતે બનાવવામાં આવે છે, અને તેને બનાવવા માટે આપણે શું શું જોઈએ

સામગ્રી

ચણાનો લોટ 250 ગ્રામ (2 કપ), ખાંડનો ભૂકો 200 ગ્રામ (૩/2), ઘી/તેલ ½ કપ કાજુ 5, બદામ 5, પીસ્તા 5, ઈલાયચી પાવડર ½ ચમચી

બનાવવાની વિધિ

સૌથી પહેલા ગેસ માથે કડાઈ રાખો અને તેમાં 100 ગ્રામ ઘી નાખો. પછી તેમાં બેસનના લોટને છાવણીથી ગાળીને નાખી દો. અને તેને ધીમા તાપ પર અથવા મધ્યમ તાપ પર શેકો. અને પછી તેમાં વધેલું ઘી નાખી અને પછી તેને ભૂરા રંગ નું થાય ત્યાં સુધી શેકો. અને તમે જોશો કે લોટ જયારે સરખી રીતે શેકાય જાય તો તે તેની રીતે તેલ છોડવાનું ચાલુ કરી દેશે.

પછી તેમાં થોડા અણીના ટીપા નાખો અને ભેળવો જેનાથી તમારા લાડુ શાનદાર બનશે. પછી તેમાં ડ્રાયફ્રુટ્સ (બાદામ, કાજુ, પીસ્તા) ને નાખીને ભેળવી લો. અને પછી તેને ઢાંકીને ઠંડુ થવા માટે છોડી દો. ઠંડુ થઈ ગયા પછી તેમાં એલચી પાવડર અને ખાંડના ભૂકાને નાખી અને સારી રીતે મેળવી લો. અને જો તમને તેલ થોડું ઓછુ લાગે તો તેમાં થોડું તેલ મેળવીને તેને સારી રીતે ભેળવી લો.

હવે તેને સારી રીતે લાડુ બનાવવાનું ચાલુ કરો. હાથમાં હવે થોડો બેસન લો અને ચારે બાજુ દબાવતા દબાવીને ગોળ કરી લો. જયારે લાડુ ગોળ થઇ જાય તો તેમાં તમને જે પણ ડ્રાયફ્રુટ પસંદ છે તો તેની ઉપર લગાવીને હલકું દબાવો. અને પછી લાડુ ફેરવીને દબાવી દો તેથી ડ્રાયફ્રૂટ તેમાં સારી રીતે ભેલાવાઈ જાય.

પછી હાથમાં એકદમ હળવા હાથે લાડુને ચારો તરફ ફેરવો ધ્યાન રાખો કે લાડુ ચીકણો ન થાય. આપણા લાડુ બનીને તૈયાર થઇ ગયા. અને તેને કલાક સુધી આમ જ ખુલ્લા રહેવા દો તેથી લાડુ સેટ થઇ જાય. અને પછી આપણા લાડુ બનીને બિલકુલ તૈયાર છે. અને આપણે ઈચ્છીએ તો એક મહિના સુધી ખાઈ શકીએ છીએ.

સુચન

અહિયાં તમે તેલની જગ્યાએ ઘી પણ ઉપયોગ કરી શકો છો. બેસનને સેકવામાં ઓછામાં ઓછી અડધી કલાક લાગી જશે. બેસનને વધારે તાપમાં ન શેકો. જયારે તમે બેસનમાં પાણી છાંટો ત્યારે સાવધાની રાખો. તેને જેટલી જલ્દી થઇ શકે તેને મેળવવાનું છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment