હાઉ ટુ હોમ મેડ બેસન વેફલ્સ વિથ સોલ્ટી ફ્રુટ્સ. – બનાવો સ્ટેપ બાય સ્ટેપ

11

થોડીક સાવધાની રાખી તમે જાતે પણ તમારી રીતે ઘરે બેસન વેફલ્સ વિથ સોલ્ટી ફ્રુટ્સ આસાનીથી બનાવી શકો છો. તો ચાલો આજે અમે તમને બેસન વેફલ્સ વિથ સોલ્ટી ફ્રુટ્સ ઘરે કેવી રીતે બનાવવી તેના વિશે જણાવીએ.

બેસન વેફલ્સ વિથ સોલ્ટી ફ્રુટ્સ બનાવવા માટેની સામગ્રી

2 કપ બેસન એટલે કે ચણાનો લોટ, 1 ટેબલ સ્પૂન સોડા, 2 ટેબલ સ્પૂન સોજી, 1 કપ દૂધ, ½ કપ કેપ્સીકમ, 1 કપ મિક્સ ફ્રુટ્સ, ½ ટેબલ સ્પૂન ચાટ મસાલો, 1 ટેબલ સ્પૂન મરી પાવડર, ½ ટેબલ સ્પૂન ઓલીવ ઓઈલ, 1 ટેબલ સ્પૂન મધ, 1 ટી સ્પૂન બટર, અને સ્વાદ અનુસાર મીઠું.

બેસન વેફલ્સ વિથ સોલ્ટી ફ્રુટ્સ બનાવવા માટેની પૂર્વ તૈયારી

૧.) સૌ પ્રથમ અલગ અલગ પ્રકારના ફ્રુટ્સ લઇ તેને સ્વચ્છ પાણીથી ધોઈને સારા કપડાથી લુછી લેવા.

૨.) ત્યારબાદ દરેક ફ્રુટ્સ માંથી કૂલ એક કપ જેટલા મિક્સ ફ્રુટ્સ થાય તેટલા મીડીયમ સાઈઝના પણ નાના ટુકડા સમારી લેવા.

બેસન વેફલ્સ વિથ સોલ્ટી ફ્રુટ્સ બનાવવા માટેની રીત

૧.) સૌ પ્રથમ એક પેન લઇ તેમાં ½ ટેબલ સ્પૂન ઓલીવ ઓઈલ નાખો.

૨.) ત્યારબાદ તેમાં 1 ટી સ્પૂન બટર ઉમેરી તેને ગેસ પર મૂકી ગેસને ચાલુ કરો.

૩.) ત્યારબાદ તેમાં ½ કપ કેપ્સીકમ અને 1 કપ જેટલા મિક્સ ફ્રુટ્સના મીડીયમ સાઈઝના પણ નાના સમારેલા ટુકડા નાખી ગેસને ફાસ્ટ ચાલુ કરી બે મિનિટ સુધી સાંતળી લો.

૪.) બે મિનિટ બાદ તેને એક બાઉલમાં કાઢી લો.

૫.) ત્યારબાદ બીજા એક બાઉલમાં બેસન એટલે કે ચણાનો લોટ અને સોજી લઈ તેને સારી રીતે મિક્સ કરી તેમાં દૂધ ઉમેરી ખીરું તૈયાર  કરવું. ખીરુ મીડીયમ ઘટ રહેવું જોઈએ.

૬.) હવે આ મીડીયમ ઘટ્ટ તૈયાર થયેલા ખીરામાં મરી પાવડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. પછી સોડા ઉમેરી તેને સારી રીતે હલાવી બરાબર મિક્સ કરી દો.

૭.) ત્યારબાદ વેફલ્સ  મશીનમાં થોડું બટર લગાડી તેમાં  બે ટેબલસ્પૂન જેટલું ખીરું લઇ તેમાં સારી રીતે પાથરી દો. પાથરેલા ખીરુના ઉપરના ભાગમાં પણ થોડું બટર લગાવી દો.

૮.) હવે ૧૫ થી ૨૦ મિનિટ સુધી તેને વેફલ્સ મશીનમાં પકાવો.

૯.) પંદરથી વીસ મિનિટ બાદ વેફલ્સ  મશીનમાં વેફલ્સને ચેક કરી પાકી ગયું હોય તો એક ડીસમાં બહાર કાઢી લઈ તેને કટ કરી લો.

૧૦.) હવે તેના પર તૈયાર કરેલા મિક્સ ફ્રૂટના ટુકડાઓને પાથરી તેના પર મધ ને એડ કરો.

તમારી ગરમા ગરમ બેસન વેફલ્સ વિથ સોલ્ટી ફ્રુટ્સ ખાવા માટે તૈયાર છે તમે પણ ખાઓ અને મહેમાનોને પણ ખવડાવી હસી ખુશીથી આનંદ માણો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment