બહુ જ સરળ રીતથી બનાવો “બેસન પાક” અમારી આ રેસીપી જોઇને…

6

બેશાન પાકની મીઠાઈ ખુબ જ સ્વાદીષ્ટ હોય છે. આ બેસન બરફીની જેમ જ હોય છે, પાન તેને બનાવવાની રીત આને સ્સ્વાદ થોડો આલગ હોય છે.

સામગ્રી

1 કપ બેસન, ½ કપ ઘી, ½ કપ ખાંડ, ½ કપ પાણી, 1 ટી સ્પૂન ઈલાયચી પાવડર, ½ ચમચી કેસરના રેસાઓ, કડાઈ, ઊંડી તેલની પ્લેટ, બટર પેપર

વિધિ

ધીમાથી માડીયમ તાપ પાર કડાઈ રાખીને તેમાં બેસન નાખીને સારી રીતે મસળી લો.

બેસનમાં પાકવાની ખુશ્બુ આવવા લાગે તો એક મોટી કટોરીમાં કાઢી લો.

ત્યાર બાદ બેસનમાં અડધો કપ ઘી નાખીને સારી રીતે ભેળવી લો. ધ્યાન રાખો કે ભેળવતી વખતે તેમાં પડતા પોટાઓને ચમચીથી ફોડતા જાઓ.

હવે એક બીજા વાસણમાં ખાંડ અને પાણી નાખીને મીડીયમ તાપ પર રાખો.

બેસન પાક બનાવવા માટે એક તારની ચાસણી બનાવી પડે છે.

ચાસણીમાં જયારે ઉબાળો આવવા લાગે ત્યારે તેમાં ઈલાયચી પાવડર મેળવીને સારી રીતે મિક્સ કરી લો.

પછી તેમાં કેસરના રેસાઓ નાખો

જયારે ચાસણીમાં પાકી જાય અને તેમાંથી તાર બનવા લાગે તો તેને કડાઈમાં જ પલટી લો.

તેમાં એકી ચમચી ઘી નાખો તેથી બેસન સારી રીતે પાકી જાય અને કડાઈના તળિયામાં ચોટે નહિ.

કડછીથી ચલાવતા તેને ઘાટું ન થાય ત્યાં સુધી પકવો.

પ્લેટમાં બટર પેપર ફેલાવો અને તેમાં તૈયાર ઘાટું પેસ્ટ નાખી દો.

હલકું ઠંડુ થયા બાદ તેના ઈચ્છા મુજબના આકારના બેસન પાક કાપી લો.

ઠંડુ થયા બાદ મજાથી ખાઓ અને ખવડાવો.

તમે આ મીઠાઈને એક એક અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment