બેંગલુરુ એર શો પહેલાની ઘટના, અથડાયા વાયુસેનાના બે વિમાન, 1 પાયલટનું મોત…

22

બેંગલુરુમાં થવા વાળા એર શો માં રીહર્સલ દરમિયાન બે સૂર્ય કીરણ એર ક્રાફ્ટ એકબીજા સાથે ટકરાયા. એર શો 20 ફેબ્રુઆરી થી 24 ફેબ્રુઆરી સુધી બેંગલુરુના યેલાહંકા એરફોર્સ બેઝ પર થઇ રહ્યું હતું. તેમાં રાફેલ વિમાન પણ પ્રદર્શિત થવાના હતા.

કર્નાટકના બેંગલુરૂમાં બુધવારે શરુ થઇ રહેલા એર શો ના પહેલા જ મંગળવારે મોટી ઘટના થઇ હતી. અહિયાં યેલહાંકા એરપોર્ટ પર એર શો માટે રીહર્સલ દરમિયાન સૂર્યકિરણ ટીમના બે હોક વિમાન એકબીજાથી ટકરાઈ ગયા. આ ઘટનામાં એક પાયલોટનું મૃત્યુ થઇ ગયું છે. જણાવી દઈએ કે  બંને એરક્રાફ્ટ રીહર્સલ દરમિયાન ઉડાન ભરી રહ્યા હતા, પણ તે આકાશમાં પહોચતા જ એકબીજા સાથે ટકરાઈ ગયા. એકબીજાથી ટકરાઈ ગયા બાદ બંને વિમાનોમાં આગ લાગી ગઈ.

ઘટના બાદ જાહેર પોલીસના બયાન પ્રમાણે આ ઘટનામાં એક નાગરિક ઘાયલ થયો છે. બંને પાયલટને કાઢી લીધા છે. આ બંને વિમાન યેલહાંકા ન્યુ ટાઉન એરિયાની પાસે પડ્યા છે.

સૂર્યકિરણ વિમાનની ખાસિયત

ફેબ્રુઆરી 2015માં બીજીવાર એર શો માં સમાવેશ થયો

વિમાનની ઝડપ 400 થી 500 કિમીની વચ્ચે

hal એ તૈયાર કર્યું સૂર્યકિરણ વિમાન

22 મે 1996 ના સૂર્યકિરણ ટીમનું ગઠન કરવામાં આવ્યું હતું

સૂર્યકિરણે શ્રીલંકાથી સિંગાપુર સુધી ટીમનું ગઠન કર્યું

સૂર્યકિરણે શ્રીલંકાથી સિંગાપુર સુધી 450 શો કર્યા છે

એઇરો ઇન્ડિયા 2011માં સૂર્યકિરણે અંતિમ ઉડાન  ભરી

પાંચ દિવસ ચાલશે એર શો

દ્વિવાર્ષિક એર શો ‘એયરો ઇન્ડિયા 2019’ નું આયોજન 20 થી 24 ફેબ્રુઆરી 2019 માં બેંગલુરુ માં થઇ રહ્યું છે. આ પાંચ દિવસ કાર્યક્રમનું આયોજન ભારતીય વાયુસેના (iaf)એ યેલહાંકા એરપોર્ટ પર કરવામાંઆવશે. આ એયરો શો માં વૈશ્વીક અને ભારતીય એયરોસ્પેસ ની પ્રોધોગીકીયો અને ઉત્પદોને રજુ કરવામાં આવશે.

 રાફેલનું થયું પ્રદર્શન

જણાવવામાં આવે છે કે એર શો પર બધાની નજર ટકેલી છે, કારણ કે આ વખતે અ અહિયાં વિમાનનું પ્રદર્શન પણ થયું છે. રાફેલ વિમાનને લઈને વીતેલા દિવસોમાં ભારતમાં રાજનીતિ ચરમ પર હતી, તે ઉપરાંત વાયુસેનાનું કહેવું છે કે રાફેલ તેના માટે જરૂરી છે. એવામાં જયારે એર શો દરમિયાન અહિયાં રાફેલ ઉડાન ભરશે તો બધાની નઝર તે પર ટકી રહેશે.

તમને જણાવી દઈએ કે પહેલા ચર્ચાઓ હતી કે આ વખતે એર શો બેંગલુરૂની જગ્યાએ ઉતર પ્રદેશની રાજધાની લખનઉ માં આયોજિત કરવામાં આવશે. પણ, કર્નાતાકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીની  તરફથી જણાવવામાં આવેલી આપતી બાદ તેને બેંગલુરૂમાં જ આયોજિત કરવામાં આવ્યો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment