ભગવત ગીતા વાંચવાના આ ફાયદા જાણશો, તો ક્યારેય નહિ ભૂલો વાંચવાનું…

1072

દુનિયાભરમાં ભારતનું આધ્યાત્મિક જ્ઞાન ભગવત ગીતાના માઘ્યમથી લોકો સુધી પહોંચ્યું છે. ગીતામાં 18 અધ્યાય છે અને આ 18 અધ્યાયમાં 700 શ્લોક છે. ગીતમાં દ્વાપર યુગ દરમિયાન ભગવાન કૃષ્ણ દ્વારા પોતાના મિત્ર અર્જુનને કહેવામાં આવેલા શ્લોકોને સમાવાયા છે. શ્રીકૃષ્ણ દ્વારા અર્જુન કથિત ગીતાના સારયુક્ત 700 શ્લોક આત્મ સાક્ષાત્કારના વિજ્ઞાનના માર્ગદર્શનનું અચૂક પાલન કરે છે. ભગવત ગીતાને વેદો અને ઉપનિષદોમાં માનવ જીવનનું સાર કહેવામાં આવ્યું છે. તે દરેક સમયમાં દરેક પ્રકારના સ્વભાવના લોકો માટે સાર્વભૌમિક શાસ્ત્ર છે. ગીતા સ્પષ્ટરૂપે ચેતનાની પ્રકૃતિ, આત્મા અને બ્રહ્માંડ બતાવે છે.જે વ્યક્તિ ભગવદ ગીતાના પાઠ કરે છે, તેને પુણ્યની પ્રાપ્તિ સાથે સાથે અનેક ફાયદા થાય છે. ગીતામાં કેટલાક એવા અધ્યાય છે, જે જીવનમાં આવી રહેલી સતત સમસ્યાઓ સામે મનુષ્યને છૂટકારો અપાવે છે અને તેને વિપરીત પરિસ્થિતિઓમા લડવાનું સાહસ આપે છે. તેમાં ગ્રહોના પ્રભાવ અને તેનાથી થતા નુકશાનથી બચવા માટે અને તેનો લાભ ઉઠાવવાના સંબંધે અનેક લાભકારી સૂત્રો છે.

ભગવત ગીતાના ફાયદા

ભગવત ગીતાના પાઠથી શનિની પીડા દૂર થાય છે. જો તમારી કુંડળીમાં શનિ અશુભ સ્થાનમાં છે, અને તેના પ્રથમ અધ્યાયનું પાઠ કરવું જોઈએ. તેનાથી શનિની પીડા દૂર થાય છે. કુંડળીમાં ગુરુની દ્રષ્ટિ શનિ પર છે તો બીજા અધ્યાયનો પાઠ કરો. દસમા ભાવમાં શનિ, મંગળ અને ગુરુનો પ્રભાવ હોય તો ત્રીજા અધ્યાયનો પીઠ કરો અને ચોથા અધ્યાયનો પાઠ કુંડળીના નવામા ભાવ તથા કારક ગ્રહ પ્રભાવિત થવા પર કરો.

પાંચમો અધ્યાય ભાવ 9 અને 10 અંતપરિવર્તનમાં લાભ આપે છે. તો છઠ્ઠો અધ્યાય તાત્કાલિક રૂપથી આઠમો ભાવ તેમજ ગુરુ અને શનિનો પ્રભાવ થવા અને શુક્રનો આ ભાવના સંબંધિત થવા પર અસરકારક સાબિત થાય છે.

આઠમા ભાવમાં પીડિત અને મોક્ષ પ્રાપ્તિની કામના રાખનારા ગીતાના સાતમા અધ્યાયનો પાઠ કરો. આઠમો અઘ્યાય કુંડળીમાં કારક ગ્રહ અને બારમા ભાવનો સંબંધ થવા પર લાભ આપે છે.

નવમા અધ્યાયનો પાઠ લગ્નેશ, દશમેશ અને મૂળ સ્વભાવ રાશિના સંબંધ થવા પર કરવો જોઈએ. દસમા અધ્યાયનો પાઠ કર્મની પ્રધાનતા બતાવે છે. કુંડળીમાં લગ્શેનથી 8થી 12 ભાવ સુધી તમામ ગ્રહ થવા પર અગિયારમા અધ્યાયનો પાઠ કરો. બારમા અધ્યાય ભાવ 5થી 9 તથા ચંદ્રમા પ્રભાવિત થવા પર ઉપયોગી છે. ચંદ્રમા તથા બારમા ભાવથી સંબંધિત ઉપચાર માટે 13મા અધ્યાયનો પાઠ કરવો જોઈએ.

આઠમા ભાવમાં કોઈ પણ ઉચ્ચ ગ્રહની ઉપસ્થિતિમાં 14મો અધ્યાય ફાયદાકારક બની રહેશે. 15મો અધ્યાત લગ્ન તમજ પાંચમા ભાવના સંબંધમાં અને 16મો અધ્યાય મંગળ અને સૂર્યની ખરાબ સ્થિતિમાં ફાયદાકારક સાબિત થાય છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment