ખજુર કાલ સવારથી જ ખાવાની શરૂઆત કરી દો.. કેમ ? વાંચો અને જાણો..

256

ખજૂર એ પૌષ્ટિક તત્ત્વો તેમજ ખનીજ તત્ત્વોથી ભરપુર સુકો મેવો છે. તેનું નિયમિત સેવન કરવાથી શરીરને અગણિત લાભ થાય છે. ખજૂર ખાવાથી ખુબ જ ઉર્જા મળે છે માટે તેને તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો. અને ભૂખ્યા રહ્યા વગર તમારો દિવસ પૂરો કરી શકો છો. તો ચાલો જાણીએ
ખજૂરથી થતાં સ્વાસ્થ્યવર્ધક લાભો વિષેઃ

– રોજ દૂધ સાથે ખજૂર ખાવાથી ખૂબ ઉર્જા મળે છે. તમને થોડી થોડી વારે ભુખ નથી લાગતી.– હૃદય રોગના દર્દીઓ માટે ખજૂર આશિર્વાદ સમાન છે. ખજૂર ખાવાથી તેમની રક્તવાહિનીઓમાં લોહીનો સંચાર વધે છે. જેથી રક્ત સંચારમાં કોઈપણ પ્રકારનો અવરોધ નથી આવતો અને હૃદય રોગ થવાનું જોખમ ટળે છે.

– ખજૂરમાં શર્કરાનું પ્રમાણ વધારે હોવાથી તમને લાંબા સમય માટે ઉર્જા મળી રહે છે અને આ શર્કરા ને તમે સ્વસ્થ-શર્કરા કહી શકો છો કારણ કે તે શરીરને નુકસાન પહોંચાડતી નથી.

– એનિમિયાના રોગીઓ માટે તેમજ એનિમિયાથી બચવા માટે પણ તમારે ખજૂર-દૂધનું સેવન કરવું જોઈએ.– ખજૂરને પાણીમાં ઉકાળી તેમાં અરધી ચમચી મીથીના દાણાનો પાવડર નાખવાથી સ્ત્રીઓને કમરનો દુઃખાવો થતો નથી.

– ખજૂરને તમે સાદા દૂધમાં નાખી સીધા પણ ખાઈ શકો છો અને દૂધમાં ઉકાળીને પણ પી શકો છો.

– જો તમને મેદસ્વિતાની ચિંતા ન સતાવતી હોય તો તમ શુદ્ધ દેશી ઘીમાં ખજૂર સાંતળીને પણ ખાઈ શકો છો જે તમને આખો દિવસ એનર્જીથી ભરેલા રાખશે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment