ચણા(દાળિયા) અને ગોળ એક સાથે ખાવાના ફાયદા, ચણાના ફાયદા, ગોળના ફાયદા..

0
63

શેકેલા ચણા ખાવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે પણ જયારે એની સાથે ગોળનું પણ સેવન કરશો તો તે શરીર માટે ખુબ ફાયદાકારક સાબિત થશે. પુરુષો માટે આ ખાવું ખુબ સારું રહે છે. લગભગ પુરુષો પોતાનું બોડી બનાવવા માટે જિમમાં જઈને કસરત કરે છે એવામાં ગોળ અને ચણાનું સેવન જરૂર કરવું જોઈએ. તેનાથી સ્નાયુઓ મજબૂત થશે અને શરીરને પણ કેટલાય ફાયદાઓ થશે.

૧- સ્નાયુઓ મજબૂત બનાવવા માટે

ગોળ અને ચણામાં ઘણા માત્રામાં પ્રોટીન મળે છે જે સ્નાયુઓને મજબૂત
બનાવવામાં મદદ કરે છે. પુરુષોએ દરરોજ આનું સેવન કરવું જોઈએ.

૨- ચહેરા પર નિખાર લાવવા માટે

એમાં ઝીંક હોય છે જે ત્વચાને નિખારવામાં મદદ કરે છે. પુરુષોએ દરરોજ આનું સેવન કરવું જોઈએ જેનાથી તેમના ચહેરાની ચમક વધશે અને તેઓ પહેલાં કરતા પણ વધુ સ્માર્ટ દેખાશે.

૩- સ્થૂળતા ઓછી કરવા માટે

ગોળ અને ચણાને એક સાથે ખાવાથી શરીરનું મેટાબોલિઝમ વધે છે જે સ્થૂળતા ઓછી કરવામાં મદદ કરે છે. કેટલાય પુરુષો વજન ઓછું કરવા માટે જીમમાં જઈને કસરત કરે છે તેમણે ગોળ અને ચણાનું સેવન જરૂરથી કરવું જોઈએ.

૪- કબજિયાત દૂર કરવા માટે

શરીરનું પાચન તંત્ર ખરાબ હોવાના કારણે કબજિયાત અને એસીડીટીની સમસ્યા થઇ જાય છે. એવામાં ગોળ અને ચણા ખાવા જોઈએ, તેમાં ફાયબર હોય છે જે પાચન શક્તિને સરખી કરે છે.

૫- મગજ તેજ કરવા માટે

ગોળ અને ચણાને મિક્સ કરીને ખાવાથી મગજ તેજ થાય છે. તેમાં વિટામિન – બી૬ હોય છે જે યાદશક્તિ વધારે છે.

૬- દાંત મજબૂત કરવા માટે

તેમાં ફોસ્ફરસ હોય છે જે દાંત માટે ફાયદાકારક છે. તેના સેવનથી દાંત મજબૂત બને છે અને જલ્દી નથી તૂટતાં.

૭- હૃદય માટે

જે લોકોને હૃદયથી જોડાયેલી કોઈ પણ સમસ્યા હોય તેમના માટે ગોળ અને ચણાનું સેવન ખુબ ફાયદાકારક હોય છે. તેમાં પોટેશિયમ હોય છે જે હાર્ટ એટેકથી બચાવે છે.

૮- હાડકાં મજબૂત કરવા માટે

ગોળ અને ચણામાં કેલ્શિયમ હોય છે જે હાડકાઓને મજબૂત કરે છે. આનું દરરોજ સેવન કરવાથી સંધિવાના રોગીઓને ઘણો ફાયદો થાય છે.

૯- પુરુષ સબંધિત રોગો માં

ચણા અને ગોળ ખાવા વાળી વ્યક્તિઓ હંમેશા જવાનીનો અહેસાસ કરાવે છે. નબળાઈ દૂર થઈને શરીર હૃષ્ટ પુષ્ટ રહે છે. શરીરમાં બલવીર્ય તેજ વધે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment