કપલના બેડરૂમમાંથી દરરોજ આવતો હતો અજીબોગરીબ અવાજ, જયારે ખુલ્યું રહસ્ય તો થઇ ગયા બધા સ્તબ્ધ…

43

જરાક વિચારો કે તમે તમારા બેડરૂમમાં ઊંડી ઊંઘમાં સુઈ રહ્યા હોય અને તમારી આજુબાજુ અમુક અજીબોગરીબ અવાજો સંભળાઈ રહી હોય. એવી સ્થિતિમાં ભલે ગમે એટલો મજબૂત દિલવાળા હોય, એ એક વખત ડરી તો જરૂર જશે. કઈક એવું થયું છે સ્પેનના ગ્રેનેડામાં રહેનારા એક કપલ સાથે.

હકીકતમાં, કપલ જયારે પણ પોતાના બેડરૂમમાં સુવા જાય છે તો એમને અજીબ ગજીબ અવાજો સંભળાતા હતા. એમણે આ અવાજોની ખબર લગાવવાની ખુબ કોશિશ કરી, પરંતુ એ નિષ્ફળ રહ્યા. થાકીને એમણે એક સ્થાનિક માણસની મદદ માટે સંપર્ક કર્યો.

એ માણસે પણ કપલના બેડરૂમની તપાસ કરી, પરંતુ ક્યાય કઈ ન મળ્યું. પછી નિર્ણય લેવામાં આવ્યો કે બેડરૂમની દીવાલ તોડી નાખવામાં આવે, કદાચ બીજી તરફ કઈ મળી જાય.

જયારે બેડરૂમની દીવાલ તોડવામાં આવી તો સામેનો ન્જારો જોઇને બધાની આંખો ખુલ્લી રહી ગઈ. માણસે જણાવ્યું કે આવો ખતરનાક નજારો એણે પોતાની જિંદગીમાં એની પહેલા ક્યારેય જોયો નથી.

હકીકતમાં, દીવાલની અંદર લગભગ ૮૦ હજાર મધમાખીઓ હતી અને ગયા વર્ષેથી કપલ આ જ અવાજો સાંભળીને ડરના પરછાયામાં જીવી રહ્યા હતા. જો કે પછી ત્યાંથી મધમાખીઓને હટાવી દેવામાં આવી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment