બસ પાંચ મિનિટમાં સ્વાદિષ્ટ મેગી હવે ઘરે બનાવો, અમારી આ રેસીપી જોઇને….

40

અત્યારે બાળકોને પૂછીએ કે શું ભાવે તો પેલો જવાબ આવશે મેગી. તો ચાલો બાળકોને વેકેશન હોય કે સ્કૂલથી પાછા આવતા હોય તેમને મેગીમાં નવો ટેસ્ટ કરી પીરસીએ.

સામગ્રી

2 ચમચા તેલ, 6 પેકેટ મેગી, 1 પેકેટ ઈન્સ્ટન્ટ મનચાઉ સૂપ રેડીમેડ પેક, 4 ગ્લાસ પાણી, 1 મોટી ડુંગળી, 1/2 કપ કેપ્સીકમ, 1/2 કપ ફ્રોઝન વટાણા,

1/2 કપ ગાજર, મીઠું સ્વાદ પ્રમાણે, 4 ટીસ્પૂન ટોમેટો કેચપ.

બનાવવાની રીત

સૌ પ્રથમ ઍક કડાઇ લઈ તેમા તેલ લેવુ. પછી તેમા હળદર ઉમેરવી ત્યાર બાદ ડુંગળી ઉમેરવી. પછી તેમા લીલા વટાણા ફ્રોઝન કરેલા ઉમેરવા. પછી કેપ્સિકમ ઉમેરવા, ત્યારબાદ ગાજર ઉમેરવા.પછી બધા શાકના ભાગનુ મીઠુ ઉમેરવું. પછી મેગીના પેકેટમા જે મસાલો આવે છે તે મસાલાના પેકેટને એક વાટકીમા કાઢી લેવું, પછી તેમા ઍક પેકેટ ઈન્સ્ટન્ટ મનચાઉ સૂપનુ જે પેકેટ આવે છે તે ઍક પેકેટનો મસાલો ઉમેરવો અને પાણી ઉમેરવું પછી બધુ મિક્સ કરી લેવુ

પછી મેગી ઉમેરવી જ્યારે મેગી બધુ પાણી શોષી લે એટલે પછી એક ગ્લાસ પાણી ઉમેરવું પછી બધુ બરાબર મિક્સ કરવુ પછી તેમા ટમેટો કેચપ ઉમેરવો ટમેટો કેચપ રેગુલર આવે છે તે અથવા તીખો પણ આવે છે તે તમારા ટેસ્ટ મુજબ ચીલી ટોમેટો સોસ ઉમેરી શકો છો. મેગી તૈયાર થઇ ગઈ છે ગેસ બન્ધ કરી દઈશું. તો તૈયાર છે બધાની ફેવરિટ મનચાઉ મેગી મસાલા, તેને લીલી ડુંગળી વડે સર્વ કરશું.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment