“બરફ” સ્વાસ્થ્યથી લઈને સુંદરતા સુધી દરેક રોગની દવા છે, જાણો તેના વિવિધ ઉપયોગો…

12

આપણે બધા પાણીથી ચામડીને થનારા ફાયદા વિશે તો જાણીએ છીએ, પરંતુ તમને એ જાણીએ આશ્ચ્રર્ય થશે કે બરફ પણ સુંદરતા વધારવા માટે ઘણો ઉપયોગી છે. આપના દેશમાં ખુબ જ ગરમી પડે છે, એવામાં આઈસ ક્યુબ ગરમીથી રાહત આપે છે. તે ચામડીને તરત જ કુલીંગ આપીને રોમછીદ્રોને તરત જ બંધ કરી દે છે, જેનાથી તેના ઉપયોગ પછી પરસેવો આવતો બંધ થઇ જાય છે. પરંતુ યાદ રાખો કે આઈસ ક્યુબ ન તો સીધા ચામડીને અડાડવા જોઈએ અને ન તો ચામડી પર ઘસવા જોઈએ. આઈસ ક્યુબને ચોખ્ખા કપડામાં લપેટીને ઘસવો જોઈએ. આઈસ ક્યુબને સાફ કપડામાં લપેટીને અમુક સેકન્ડ સુધી ચહેરા પર રાખો. તમે ક્લીજીંગ પછી આઈસ ક્યુબનો ઉપયોગ કરી શકો છો, તેનાથી તમારી ચામડી જવાન અને ફ્રેશ થઇ જશે.

થોડી સેકન્ડની જ વાત છે

ગરમીના દિવસોમાં જો તમે ફાઉંડેશનનો ઉપયોગ કરી રહ્યા છો, તો સૌથી પહેલા ચામડીને સાફ કરી, રૂની મદદથી એસ્ટ્રીજેન્ટ ટોનર લગાડો. તેના પછી સાફ કપડામાં આઈસ ક્યુબ લપેટીને થોડીવાર સુધી ચહેરા પર રાખો. એનાથી ચામડીના રોમછીદ્રો બંધ થઇ જશે. ચામડીને ઠંડક મળશે. તેના પછી જો તમે ફાઉંડેશન નો ઉપયોગ કરો છો, તો ફાઉંડેશન વધુ સમય સુધી રહેશે અને તમારી ચામડી ચમકતી રહેશે.

જયારે આખો થાકી જાય

આપણે બધા જાણીએ છીએ કે જો ઈજા થયા પછી સોજો આવી છે, તો આઈસ પેકથી રાહત મળે છે. આજ ઉપાય આખો ઉપર પણ લાગુ પડે છે. આઈસ પેક આંખોની આજુબાજુનો થાક અને સોજાથી રાહત આપે છે. સાફ કપડામાં આઈસ ક્યુબ લપેટીને થોડીવાર આખો પર રાખો. આખોની આજુબાજુની ચામડી ખુબ જ પાતળી હોય છે, એટલે વધુ સમય સુધી બરફ રાખવાથી કેપીલરીજ ફાટી શકે છે. થ્રેડીંગ અથવા વેક્સિંગ પછી પણ આઈસ પેક ખુબ જ રાહત આપે છે. મોટાભાગે થ્રેડીંગ પછી ચામડી લાલ થઇ જાય છે. એજ રીતે જો તમે ટ્વીજિંગ કરી રહ્યા છો, ત્યારે પણ ચામડી લાલ થઇ જાય છે. તેના પછી ચહેરા પર આઈસ પેકનો ઉપયોગ કરો. વેક્સિંગ પછી આઈસ પેકનો ઉપયોગ કરવાથી ચામડીનો સોજો ઓછો થઇ જાય છે.

મેકઅપ માટે જયારે સમય ન હોય

આઈસ ક્યુબ ખીલ ડાઘા ઓછા કરવામાં ઘણા ઉપયોગી છે. જો ખીલ ડાઘાની સાથે ચહેરા પર સોજો આવી ગયો છે, તો આઈસ ક્યુબનો ઉપયોગ કરવાથી તમને રાહત મળશે. જો તમે ઉતાવળમાં છો અને મેકઅપ માટેનો સમય નથી, તો સાફ કપડામાં આઈસ ક્યુબ નાખીને ચહેરા પર રાખો. તમારી ચામડી મેકઅપ વગર પણ ચમકદાર અને સુંદર દેખાશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment