તૂર્કી, આર્જેન્ટીના, દક્ષીણ આફ્રિકા, ભારત અને ઇન્ડોનેશિયાની કુલ GDP 355 લાખ કરોડ રૂપિયાની સંપતિથી પણ ઓછી.
બેંક ઓફ જાપાનની એસેટ્સની વેલ્યુ એપલની માર્કેટ કૈપ થી 5 ગણી વધારે.
બેન્કની નીતિઓને કારણે છેલ્લા 5.5 વર્ષમાં કુલ સંપતિમાં વધારો થયો.
જાપાનની સેન્ટ્રલ બેન્કની પાસે અત્યારના સમયે 355.51 લાખ કરોડ રૂપિયા (4.87 ટ્રીલીયન ડોલર) ની કિંમતની સંપતિ છે. બેંક ઓફ જાપાને આ આ વાતની જાણકારી આપી હતી. G-7 દેશોની કેન્દ્રીય બેન્કોમાં આ પહેલી અને વિશ્વની બીજી એવી સેન્ટ્રલ બેંક છે જેની એસેટ્સની વેલ્યુ તેમના પોતાના દેશની GDP કરતા પણ વધારે છે. એપ્રિલ થી જુન સુધીમાં જાપાનની કૂલ GDP 4.84 ટ્રીલીયન ડોલર નોંધવામાં આવી હતી. સ્વીઝરલેન્ડની સ્વીસ નેશનલ બેંક વિશ્વની પહેલી એવી સેન્ટ્રલ બેંક છે કે જેની સંપતિ ત્યાની GDP કરતા પણ વધારે છે.
એપલથી 5 ગણી મોટી અને ટોયોટાથી 25 ગણી મોટી છે બેંક ઓફ જાપાન
૧.) બેંક ઓફ જાપાનની એસેટ્સની વેલ્યુ વિશ્વની સૌથી મોટી કંપની એપલની માર્કેટ કૈપ 67.23 લાખ કરોડ રૂપિયા (921 અબજ ડોલર) કરતા 5 ગણાથી પણ વધારે છે. જાપાનની સૌથી મોટી કંપની ટોયોટા મોટર કોર્પની વેલ્યુએશન કરતા 13.76 લાખ કરોડ રૂપિયા (188. 55 અબજ ડોલર) કરતા પણ 25 ગણા વધારે છે.
૨.) બેંક ઓફ જાપાનની કુલ વેલ્યુએશન તૂર્કી, આર્જેન્ટીના, દક્ષીણ આફ્રિકા, ભારત અને ઇન્ડોનેશિયાની કુલ GDP કરતા પણ વધારે છે.
૩.) છેલ્લા સાડા પાંચ વર્ષમાં બેંક ઓફ જાપાનની નીતિઓને કારણે તેમની સંપતિમાં – મિલકતમાં વધારો થયો. 2013 ના વર્ષની શરૂઆતમાં ગવર્નર હારુહિકો કુરોડાના સમયમાં તેજી આવવાની શરૂઆત થઇ હતી. તેમના નિર્ણયોથી જાપાનના GDP ગ્રોથમાં 11 % નો વધારો થયો હતો.
૪.) ગવર્નર હારુહિકો કુરોડાએ શેરોની મોટા પ્રમાણમાં ખરીદી કરી. તેમના કાર્યકાળ દરમ્યાન પહેલા વર્ષમાં જ તેમણે 10 ટ્રીલીયન યેનની કિંમતના શેર ખરીદ્ય. આ દરમ્યાન જાપાનના ઇન્ડેક્સ નિક્કેઈમાં 20 % નો વધારો નોધવામાં આવ્યો હતો.
લેખન અને સંકલન : પ્રદીપ પટેલ & Team Dealdil
આ પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર
તમે આ લેખ “Dealdil.com” અને “કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.