બંજી જમ્પિંગ દરમ્યાન દોરડું ખુલવાથી જમીન પર પડ્યો માણસ, જુઓ ભયાનક વિડીયો…

109

બંજી જમ્પિંગ અને પૈરાગ્લાઈડિંગ જેવી એડવેન્ચર્સ ચીજો લોકોને ઘણી પસંદ હોય છે અને એને રોમાંચિત કરે છે. રોમાંચની સાથે સાથે લોકોને પાડવાની પણ બીક રહે છે. જો એવું થાય તો હકીકતમાં આ કોઈ ભયાનક સપનાથી ઓછી વાત નથી. પરંતુ પોલેન્ડમાં એક બંજી જંપર સાથે જે ઘટના બની છે એ જોઇને તમે આશ્ચર્યચકિત થઇ શકો છો.

હકીકતમાં, બંજી જંપર ૧૦૦ મીટરની ઉંચાઈ પરથી ગિડેનિયાના એક પાર્કમાં સ્ટંટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા અને એ નીચે પડી ગયા. આ સંપૂર્ણ ઘટનાક્રમનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. વિડીયોમાં તમે જોઈ શકો છો કે ક્રેનથી બંજી જંપરને આકાશ તરફ ઉઠાવવામાં આવી રહ્યો છે.

જયારે જંપરને લાગે છે કે હવે એને ઉંચાઈ પરથી  કૂદવું જોઈએ તો એ કુદી જાય છે. ત્યાં હવામાં જ એનું દોરડું ખુલી જાય છે અને તે ઝડપથી નીચે પડવા લાગે છે. ઘટનાનો વિડીયો જોઇને લોકો આશ્ચર્યચકિત છે.

તમને જણાવી દઈએ કે સુરક્ષાની દ્રષ્ટિએ જમીન પર પહેલા જ હવાથી ભરેલા મોટા કુશન રાખવામાં આવ્યા હતા, પરંતુ કુશન પર પડતા જ વ્યક્તિ ઉછળીને બહાર પડી ગયો. એના પછી તરત જ એને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો.

ડોકટરોએ તપાસ પછી જણાવ્યું કે વ્યક્તિનું કરોડરજ્જુ તૂટી ગયું છે અને આંતરિક અંગો સાથે ઘણી જગ્યાએ ઘા લાગ્યા છે. જો કે, કરોડરજ્જુ વધારે તૂટ્યું નથી. એટલા માટે એ જલ્દી જ ફરી ચાલવા ફરવામાં સક્ષમ થઇ જશે. બંજી ક્લબના જે કર્મચારીઓ અને પ્રતિભાગીઓએ આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, એમની પાસે ઘટનાના કારણોને જાણવા માટે પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. એ દરમ્યાન બંજી ક્લબએ પોતાના અધિકારીક ફેસબુક પેઈજ પર એક મેસેજ પણ પોસ્ટ કર્યો છે, જેમાં લખ્યું છે ‘દુર્ભાગ્યપૂર્ણ છલાંગના પ્રતિભાગીનું સ્વાસ્થ્ય હવે સારું છે અને એને કોઈ જોખમ નથી.’

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment