બાળકોની વધારે પડતા મોબાઈલ ઉપયોગ કરવાની આદતના કારણે શું તમે પરેશાન છો ?

81

મોબાઈલ બાળકોની આંખોને જ નહિ, પરંતુ મગજને પણ નબળો બનાવી રહ્યા છે. આવામાં જેટલું થઇ શકે, એટલું મોબાઈલથી બાળકોને દુર રાખો.

મોબાઈલ આજે લોકોની જિંદગીનો મહત્વનો ભાગ બની ગયો છે. અમુક લોકો તો લગભગ મોબાઈલ વગર એક દિવસ પણ રહી શકતા નથી. મોબાઈલ પર લોકોની એટલી નિર્ભરતા થઇ ગઈ છે કે આના વગર ગાડી તરત જ ઉભી રહી જાય છે. મોટા લોકો માટે મોબાઈલ જ્યાં જરૂરિયાત બની ગઈ છે, ત્યાં બાળકો માટે મનોરંજનનું સૌથી મોટું સાધન છે. પરંતુ બાળકોના સ્વાસ્થ્ય માટે મોબાઈલ કેટલો ઘાતક સાબિત થઇ શકે છે, એ હમણાની શોધમાં સામે આવ્યું છે. મોબાઈલ બાળકોની આંખો માટે જ નહિ, પરંતુ મગજને પણ નબળું બનાવી રહ્યો છે. એટલા માટે તમારા બાળકોને જેટલું બની શકે તેટલું મોબાઈલથી દુર રાખો.

નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ હેલ્થ દ્વારા કરવામાં આવેલી નવી શોધમાં એવું સામે આવ્યું છે કે જે બાળકો દિવસમાં ૭ કલાક થી વધારે મોબાઈલનો ઉપયોગ કર્યો, એમનું જ્ઞાતામ્ક કુશળતા એ બાળકોમાં ઓછું મળ્યું જે બાળકો દિવસમાં ૨ કલાકની આસપાસ મોબાઈલનો ઉપયોગ કરતા હતા, એવામાં જો તમારું બાળક પણ મોબાઈલ પર સૌથી વધારે સમય વિતાવે છે, તો આ તમારા માટે ચિંતાનો વિષય બની શકે છે. એમ શોધ બતાવે છે કે આજકાલના બાળકોમાં ટીવી જોવામાં જેટલો સમય વિતાવે છે, એનાથી બમણો સમય મોબાઈલના ઉપયોગ કરવામાં કરે છે.

શોધમાં સામે આવ્યું છે કે ૧૦ વર્ષ સુધીના બાળકો ૭ કલાકથી વધારે સમય મોબાઈલ પર સમય વિતાવે તો મોબાઈલ બાળકોનો મગજ ખરાબ કરી શકે છે. આ સ્ટડી દ્વારા આ વાતની ખબર પડી છે કે વધારે સમય મોબાઈલ પર ચોટી રહેવાથી બાળકોના મગજનો ઉપરનો ભાગ પાતળો પડી જાય છે. આનાથી મગજની વૃદ્ધિ પર અસર પડે છે. શોધ બતાવે છે કે યંત્રોના માધ્યમથી અલગ અલગ સ્ટ્રીમ દ્વારા મેળવેલ જાણકારી મગજના ગ્રે-મૈટરના ઘન્તવને ઓછું કરી શકે છે, જે સ્વભાવ અને લાગણીના નિયત્રણ માટે જવાબદાર છે. આ ડીઝીટલ યુગમાં ધીરજ જ સારા સ્વાસ્થ્યની પુંજી હોવી જોઈએ, એટલે કે તકનીકનો ઓછામાં ઓછો ઉપયોગ થવો જોઈએ.

મોબાઈલનો વધારે ઉપયોગ કરવાથી બાળકોના મગજ જ નહિ પરંતુ તેમની આંખોને પણ ખરાબ અસર કરે છે. બાળકોના મોબાઈલની સ્ક્રીન પર વધારે સમય રહેવાથી આંખોની બીમારીનું પણ કારણ બની શકે છે. ડોકટરનું કહેવું છે કે પહેલા ૬ વર્ષમાં બાળકોનો મગજ જડપથી ગ્રોથ કરે છે. આવામાં એક જગ્યાએ બેસી રહેવાને બદલે બાળકોને નવી નવી રમતો રમવાની જરૂર હોઈ છે. ૧૦ મિનિટથી વધારે પણ સ્ક્રીન પર ફોકસ કરવું બાળકોના મગજ પર અસર કરે છે. બાળકો મોબાઈલનો ઉપયોગ અલગ અલગ વસ્તુ માટે કરે છે, જેમાંથી દરેક વસ્તુ જો જે મોબાઈલ પર જોવે છે એના પર અસર કરે છે.

બાળકોને મોબાઈલથી આવી રીતે કરો દુર :

૧.) મોબાઈલ અને અન્ય યંત્રો જોવાનો સમય નક્કી કરો. જો આ નિયમને લઈને બાળકો પણ સખ્તી કરવી પડે, તો એમાં કાંઈજ ખોટું નથી

૨.) ધ્યાન રાખો, જમતી વખતે અને સુવા પહેલા બાળકો મોબાઈલ ફોનનો બિલકુલ પણ ઉપયોગ માટે નાં આપવો. આ સમયે બાળકો સાથે વાતચીત કરો. સામાન્ય રીતે ટીવી જોતી વખતે ખોરાક વધારે ખાવામાં આવે છે, જેનાથી ઘણી પરેશાની ઉભી થઇ શકે છે.

૩.) જો તમારું બાળક નિયમો માનવામાં આનાકાની કરે છે તો બાળકો માટે જે નિયમ બનાવો છો તે તમે પણ ફોલોવ કરો.

૪.) બાળકોને વાર્તા સંભળાવો, બોડ ગેમ્સ, આઉટ ડોર એક્ટીવીટી જેવા અન્ય કાર્યોમાં વ્યસ્ત કરો. આનાથી બાળકોનું ધ્યાન મોબાઈલ પરથી હટશે

૫.) લાલચ ખરાબ આદત છે. એટલા માટે બાળકોને મનાવવા, જમાડવા માટે અથવા કોઈ લાલચ દેવા માટે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment