બાળકોને દેખાડવામાં આવેલો વિડીયો થયો ઉપયોગી, ૭ વર્ષના પૌત્રએ બચાવ્યો દાદીનો જીવ

43

સોશિયલ મીડિયા પર બે બાળકોએ ઘણા હેડલાઈન્સ ઉભા કર્યા છે. તેમના પરાક્રમો જાણીને તમે પણ બાળકોની વાહ વાહ કરતા નહી થાકો. બંને બાળકોએ ફિલ્મ જોઈ રહેલી પોતાની દાદીનો જીવ બચાવીને બધાને હેરાન કરી નાખ્યા છે.

મીડિયા રીપોર્ટ મુજબ કેનેડાના સસકાટુન શેરમાં બે બાળકો ૧૦ વર્ષના કિયાન અને ૭ વર્ષના ગ્રેસન વું પોતાની દાદી સાથે ઘરમાં ફિલ્મ જોઈ રહ્યા હતા કે અચાનક તેમના દાદીને હાર્ટ અટેક આવી ગયો. સૌથી મોટી વાત તો એ છે કે તે સમયે ઘરમાં કોઈ પણ નહતું. કિયાન અને ગ્રેસનની માં લી ચૈટરસન જે વ્યવસાયથી નર્સ છે. તેમણે પોતાના બંને દીકરાઓને સીપીઆર(પમ્પીંગ) નો વિડીયો બતાવ્યો હતો, જેના ૬ મહિના પછી જ આ ઘટના બની.

.

૬૨ વર્ષની પૈટી ચૈટરસન ગયા અઠવાડીએ પોતાના બંને પૌત્ર(કિયાન અને ગ્રેસન) ની સાથે બેસીને ફિલ્મ જોઈ રહ્યા હતા. ત્યારે જ ફિલ્મ ચાલુ થયાની લગભગ પાચ મિનીટ પછી પૈટીને હૃદયરોગનો હુમલો આવ્યો, અને તે બેભાન થવા લાગ્યા. બંને બાળકોએ કુત્રિમ શ્વાસ દઈને તેમનો જીવ બચાવી લીધો.

છતાં પણ બંને બાળકો કિયાન અને ગ્રેસન એ ૯૧૧ ઈમરજેન્સી કોલ પણ કર્યો અને એમ્બ્યુલન્સને બોલાવી. કિયાન એ પછી વાત કરતા કહ્યું કે અમે ઘણા ડરી ગયેલા હતા. અમે પોતાની દાદીને આમ મરતા નતા જોઈ શકતા.

દાદી પૈટી ચૈટરસન બંને ભાઈઓ વિશે જણાવે છે બંને બાળકોએ હેરાન કરી નાખે એવું કામ કર્યું છે. મારી દીકરી અથવા આ બંનેની માં પણ નર્સ છે. તેમણે થોડાક દિવસો પહેલા જ બંને બાળકોને તેમના પૂછવા પર લાઈફસેવિંગ પ્રોસીજરની વિશે વિસ્તારમાં જણાવ્યું હતું. છતાં પણ પૈટી હોસ્પીટલથી ઘરે આવી ગયા છે અને ઘણું સારું મહેસુસ કરી રહ્યા છે. હવે તેમની સાથે એક ડીવાઈસ લગાવવામાં આવ્યું છે જે હૃદય સાથે જોડાયેલી કોઈ પણ મુશ્કેલી થવા પર અથવા ધબકારા ઓછા થવા પર ચેતવણી આપી દેશે. દાદીનો જીવ બચાવનાર બાળકોને સમ્માનિત કરવામાં આવ્યા છે. તેમને મેદાવી હેલ્થ સર્વિસ વેસ્ટ હેડકવાટરની તરફથી સ્ટાર એવોર્ડસ આપવામાં આવ્યો છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment